તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

જગ્ત સમુન્દર November 26, 2006

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 3:00 am

જોતાં જ્ગ્તસમુન્દર બહુ રુડો,
મથતાં મળે નહિ કાંઇ સાર, ઉગારોને બાળ, …….કહો કેમ તરું

માયા કેરાં મોજાં અતિ ઘણાં,
મોહમગર બહુ વિકરાળ, ઉગારો ને બાળ ………. કહો

કામ કેરાં વમળમાં પડી જતાં,
ક્રોધ ખડક સાથે અથડાય, કરો મારી સહાય ………. કહો

લોભ કેરી લીલ ત્યાં બહુ વળે,
પકડે જીવનું જોખમ થાય, બતાવો ઉપાય, ………. કહો

અજ્ઞાની હું બાળક તમ તણો,
વેદ- પુરાણનું નહિ ભાન, બીજું નથી જ્ઞાન ………. કહો

તુજ નામના નાવે તરી રહ્યો,
ડૂબતાં ઇજ્જત તારી જાય, ઝાલો મારી બાંય ………. કહો

પ્રેમ ધરી પ્રભુ મને તારજે,
હેતે રાખજે ચરણની પાસ, કહે મુળજીદાસ ………. કહો

- મૂળશંકર ત્રિવેદી

 

જગમાં જનમી – મૂળશંકર ત્રિવેદી November 18, 2006

Filed under: મૂળશંકર ત્રિવેદી — dhavalrajgeera @ 5:04 am

જગમાં જનમી જપ નવ કીધો,
તેણે જનમારો જ વૃથા લીધો. —- જગમાં.

પ્રભુનામ તણો પ્યાલો પીધો,
તેણે માર્ગ અકળ સાધ્યો સીધો. —- જગમાં.

પ્રભુનામ તણું ભાથું બાંધ્યું,
તેણે કલ્પવૃક્ષ નિશ્ચે સાધ્યું . —- જગમાં.

પ્રભુનામ થકી જેમ વૃક્ષ તરે,
પથ્થર દરિયામાં ડૂબી મરે. —- જગમાં.

પ્રભુનામ તણો જે જપ કરશે,
તેનાં દુઃખ- દરિદ્રો સહુ ટળશે. —- જગમાં.

પ્રભુનામ તણી આ નાવ થકી,
મૂળજી તરશે સંસાર નકી. —- જગમાં.

- મૂળશંકર ત્રિવેદી