જય હનુમંતા, જય ગુણવંતા , જય જય બલવંતા
ભજમન જય જય હનુમંતા.
કનકવરણ તન તેજ પ્રકાશિત, સીયારામ હૃદ ધારી,
શરણાગતને રાખી શરણે કરે સદા રખવાલી – ભજમન…..
કચ્છ કસુંબી, કાને કુંડળ, હસ્ત ગદા તવ શોભે,
તુજ દર્શન કરવાને કાજે મનડું મારું લોભે. – ભજમન…..
દુષ્ટ દુઃખ તુજથી દૂર ભાગે, મન મલિનતા ત્યાગે,
મુળજી તવ શિવનામ સમરતાં રામનામ મન લાગે. – ભજમન…..
- મૂળશંકર ત્રિવેદી
અંજનેય અંજનેય અંજનેય પાહી મામ