તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

શિવ સ્તવન December 24, 2006

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 3:00 am

જય જય ભોલેબાબા હું તારે મંદિર આવ્યો.
તારે મંદિર આવ્યો બાબા તારે દર્શન આવ્યો – જય જય ભોલેબાબા …..

ત્રીજા નેત્રથી મનોજ બાળી અંગે ભસ્મ લગાવ્યો
શિરપર શ્રી ગંગાને સ્થાપી ભાલચન્દ્ર ચમકાવ્યો . – જય જય ભોલેબાબા …..

ડમરું બજાવી શબ્દ બ્રહ્મને બ્રહ્માંડે પ્રગટાવ્યો
નૃત્યરાજ નટરાજ બનીને તાંડવ નૃત્ય રચાવ્યો. – જય જય ભોલેબાબા …..

મહાવિષનું પાન કરીને અમૃત દેવ પિલાયો,
જ્યોતિર્લિંગે પ્રગટ થઇને ભક્ત તણો કર સ્ હાયો . – જય જય ભોલેબાબા …..

ભાંગના ભોગી ભોળા શિવજી ‘મૂળજી’ શરણે આવ્યો,
તવ પદરજ નિજ મસ્તક ધારી અનહદ આનંદ પાયો . – જય જય ભોલેબાબા …..

- મૂળશંકર ત્રિવેદી

 

One Response to “શિવ સ્તવન”

  1. વિષનું પાન કરી તું ઓળખાયો નીલકંઠ પ્રભુ
    તાડવ નૃત્ય કરી તું ઓળખાયો નટરાજ પ્રભુ
    આવુ તવ શરણે સ્વીકારો મુજને મારા પ્રભુ


Leave a Reply