ધન્ય જનેતા જેની કૂખે જન્મ્યાં સદ્ ગુણી બાળ
ધન્ય જનેતા તેની જેણે સમર્યા શ્રી ગોપાળ – ધન્ય જનેતા.
ધન્ય જનેતા તેની જેણે દીપાવીયું નીજ નામ.
ધન્ય જનેતા તેની કીધાં પૂણ્ય તણાં બહુ કામ. – ધન્ય જનેતા
ધન્ય જનેતા તેની આપે આત્મ તણાં બલિદાન.
ધન્ય જનેતા તેની ન મળે કાયાનું અભિમાન – ધન્ય જનેતા
ધન્ય જનેતા તેની જેણે તાર્યાં માત ને તાત .
ધન્ય જનેતા તેની જેથી દીપે નાત ને જાત .- ધન્ય જનેતા
ધન્ય જનેતા તેની જેના દિલમાં ન મળે ખેદ
ધન્ય જનેતા તેની જેના અંતર મહીં નહિ ભેદ. – ધન્ય જનેતા
ધન્ય જનેતા તેની જેણે રીઝવ્યા શ્રી જગદીશ
ધન્ય જનેતા તેની જેના અંતર ન મળે રીસ. – ધન્ય જનેતા
ધન્ય જનેતા તુજને મુળજી ચરણે નામે શીશ
પ્રેમ ધરી બાળકને આપો પ્રભુ મિલન આશિષ. – ધન્ય જનેતા
એવી માતા ઘર ઘર થાજો દીપાવજો સંસાર
એનાં બાળક અમર થતાં રહે આનંદનો નહિ પાર. – ધન્ય જનેતા
- મૂળશંકર ત્રિવેદી
મા તે મા બીજા વનવગડાનાં વા
ALL WERE IN THE DEEP THOUGHTS OF THEIR MOTHER.
IT WAS IN 1995,When,Purashotam Upadhaya was singing this MULAJI’s BHAJAN in “SATSANG” ANNUAL funtion in WOBURN, Massachusetts.
“HAPPY MOTHERS DAY” THIS SUNDAY, MAY 13 th 2007 and every day to give us the birth.
THE TRIVEDI
We are proud of our Dadaji and Grandmother.