નાવિક તું નાવ હાંકે, છતાં મને ડર લાગે
દિલમાં ગભરાટ જાગે, રે હો નાથ મારા…
બહાદુર નાવિક બેઠો, નાવ ઝોલાં ખાવા દેતો
નાવની કસોટી લેતો, રે હો નાથ મારા…
મધ દરિયે નાવ જાય, મોજાં સાથે અથડાય
નાવિક બેઠો હરખાય, રે હો નાથ મારા…
નાવની કસોટી કરી, આખો દરિયો ખૂંદી વળી
કિનારે લાવે છે ફરી , રે હો નાથ મારા…
મુળજી છે તારી નાવ, ભયથી કરે પુકાર
નૈયાને ઉતારો પાર્, રે હો નાથ મારા…
- મૂળશંકર ત્રિવેદી
sunder prarthana—–
sansar rupi nav hankva a prarthna
ghani j sunder
.
સરળ શબ્દોમાં વ્યક્ત થતો ભાવ હૃદયને શ્રદ્ધાથી ભરી દે છે.! આપણી નાવનું સુકાન છેવટે તો “તેના” હાથમાં છે. આ સ્વીકારી તેને સમર્પિત થાવું તે જ સાચી ભક્તિ. સુંદર કવિત!
…….. …. … .. .. . હરીશ દવે અમદાવાદ
એ તો હાથ લંબાવે છે પણ આપણો હાથ તેની તફ પહોંચતો જ નથી.