માયા કેરી જાળ, જગ્ત માયા કેરી જાળ.
જાળનો બિછાવનાર જગ્તમો ઘડનાર…… જગ્ત માયા કેરી જાળ.
માયા કેરી જાળ કેરા ચાર રખેવાળ,
કામ- ક્રોધ – મોહ- લોભ બન્યા સરદાર …… જગ્ત માયા કેરી જાળ.
માયાથી છૂટવા કરે પ્રભુથી નેહ
કામ આવી બાણ મારી ડોલવે છે દેહ. …… જગ્ત માયા કેરી જાળ.
કામ કેરા બાણ કેરો થયો જ્યાં રણકાર,
મોહે આવી દોટ મેલી ઘેર્યો તેણીવાર. …… જગ્ત માયા કેરી જાળ.
મોહથી ઘેરાતાં દેહ ભૂલી ગયો ભાન,
હિત-અહિત કેરું રહ્યું નહીં જ્ઞાન …… જગ્ત માયા કેરી જાળ.
મારું-તારું કરતો થયો, ભૂલ્યો પ્રભુનું નામ,
મારું-તારું કરવા કેરું લોભે કીધું કામ …… જગ્ત માયા કેરી જાળ.
ઓછું- વધતું પડતામાં ક્રોધે કીધો વાસ,
પ્રભુ કેરા નામ કેરો કીધો તેણે નાશ …… જગ્ત માયા કેરી જાળ.
માયાથી છૂટવાની નથી મને હામ,
દયા કરી મુળજીનું કરો તમે કામ …… જગ્ત માયા કેરી જાળ.