તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

જીવડા ચેતજે રે.. March 24, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

જીવડા ચેતજે રે, માયા કરશે નહિ તુજ કામ
પ્રભુ સંભાળતાં રે,  જગમાં રહેશે તારું નામ ….. જીવડા..

બહુ બહુ કરગરીને જ્યારે વિનતિ કરી અપાર,
દયા તુજ પર કરીને મૂક્યો ગર્ભવાસની બાર ….. જીવડા..

પ્રભુને ભૂલી ગયો રે, કરવા લાગ્યો  અવળાં કામ,
બાંધવ – બેનડી ને મળ્યાં જ્યાં માત-તાતને દામ ….. જીવડા..

હવેલાં મેડીયો રે, પલંગ અને હિંડોળા ખાટ ,
મોટર – ગાડીઓ રે, તુજને બતાવશે નહિ વાટ ….. જીવડા..

પાપો અતિ ઘણાં રે, ગણતાં નાવે તેનો પાર,
જીવ સમજે સદા રે, તેમાં નહિ સદેહ લગાર ….. જીવડા..

 હંસો ઊડી જતાં રે, કાઢે તુજને ઘરની બા’ર.
ભૂખે સૌ મરે રે, માટે લગાડશો નહિ વાર ….. જીવડા..

મુળજી મન મહીં રે, નિર્ણય કરી લે તું તત્કાળ,
પ્રભુ તુજને મળે રે, ઉતરે ભવસાગરથી પાર ….. જીવડા..