તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

એક દીન જાવું જાણી June 30, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

એક દીન જાવું જાણી મન એક દીન જાવું જાણી
રામ ભજી લે પ્રાણી મન , એક દીન જાવું જાણી….. એક…

સગાં સહોદર સાથ ન આવે સંતજનોની વાણી….. એક…
કંચનકાયા ચીતા ચડાવી સ્નાન કરે શીત પાણી….. એક…

સર્વ જીવ પર દયા કરો એ માંહી પ્રભુ છે જાણી….. એક…
રામનામની ધુન લગાવો, અંતર પ્રેમ જ આણી….. એક…

દાસ મુળજી ભવસાગર ડુબે તો હાથ પકડી લો તાણી….. એક…
દયા કરી પ્રભુ વહારે ધાજો હેતે સારંગપાણી….. એક…

 

ગુરુ બિન કૌન બતાવે બાટ ? June 28, 2007

Filed under: Uncategorized — dhavalrajgeera @ 2:15 pm

ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ…

ભ્રાંતિ કી પહાડી  નદિયા બિચમેં  અહંકાર કી લાટ…

કામ  ક્રોધ  દો  પર્વત  ઠાડે   લોભ  ચોર  સંઘાત…  

મદ મત્સરકા મેહ બરસત  માયા પવન બહે  દાટ…

કહત કબીર સુનો ભાઈ સાધો, ક્યોં તરના યહ ઘાટ…   

                                                             

સંત કબીર

 

હરિ વસે છે હરિના જનમાં. June 28, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 1:45 pm

હરિ વસે છે હરિના જનમાં,

શું કરશો જઈ વનમાં… ટેક

ભેખ ધરીને તમે શીદ ભટકો છો,

પ્રભુ નથી વન કે અરણ્યમાં;

કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,

પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..

જોગ કરો ભલે જગન કરાવો,

પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,

હરિ વસે છે હરિના જનમાં… હરિ..

                                                    

મીરાંબાઈ  

 

Essence of Gita June 26, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 2:16 am

Regarding the Essence of Gita, here is a short poem by an unknown author!

On this battle field

there seems to be duel.

Lord uses this in order to create a precious jewel.

Pain and pleasure, Love and Hate

Feelings come and go

Hold onto Love and Love alone,

That’s all you need to know.

All things are connected,

nothing is by chance.

Keep this knowledge in your heart

and feel the cosmic dance.

Love the world, Love yourself

the two are quite the same.

Open your heart to all,

let go of all the pain.

Give yourself to all you meet

and Peace will fall upon your feet.

All frustrations melt away

and there will be a new doorway.  

 

સુણજે કનૈયા June 23, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

કહું છું હું દીલડા કેરી વાત રે. …સુણજે કનૈયા
તું તો છે જગત કેરો તાત રે…સુણજે કનૈયા

મળવાનો દીલમાં બહુ છે ખંત રે …સુણજે કનૈયા
માયા નવ છોડે મારો તંત રે …સુણજે કનૈયા

મારા છે અવગુણ અતિ ઘણા…સુણજે કનૈયા
કામક્રોધ કેરી તો નહી મણા…સુણજે કનૈયા

મોહ ને લોભે વાળ્યો દાટ રે…સુણજે કનૈયા
માયાને જોઇએ સઘળા ઠાઠ રે …સુણજે કનૈયા

માયાએ દીધું મુજને ઝેર જે …સુણજે કનૈયા
માયા કરાવે કાળો કેર રે …સુણજે કનૈયા

અવગુણો સઘળા મારા ટાળજે …સુણજે કનૈયા
માયામાં ફસતાં મુજને વારજે …સુણજે કનૈયા

વળી વળીને વીનવું તુજને ખાસ રે …સુણજે કનૈયા
શરણું લેજે તવ મુળજી દાસ રે …સુણજે કનૈયા

 

Sita Rama IN Avinash Vyas’s Mind June 22, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 3:39 pm

રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

 

નીરખને ગગનમાં - નરસીંહ મહેતા June 19, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 3:08 pm

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે

નિરખને ગગનમાં….

શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભુલી
જળ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂડી

નિરખને ગગનમાં….

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નિસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝુલે

નિરખને ગગનમાં….

બત્તી વિણ તેલ વિણ સુત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દિવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણ જિવ્હાએ રસ સરસ પીવો

નિરખને ગગનમાં….

અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો
અરધ ઉરધની માંહે મહાલે
નરસૈયાંચો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે

 

વિશ્વંભરી June 16, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 12:41 pm

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12

 

શ્રીકૃષ્ણ: શરણં મમ June 14, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 3:33 pm

શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ:… શ્રીકૃષ્ણ: શરણં મમ:

કદંબ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જનુમા કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોર્યાશી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

કમલ કમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજભુમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રાસ રમંતી ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

વાજા ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શરણાઇ ને તંબૂરમા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ન્રુત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

આકાશે પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પત્ર પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

આંબો લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મથુરાજી ના ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

ગોવર્ધનના શિખરે બોલેશ્રીકૃષ્ણ: શરણં મમ:
ગલી ગલી ——– બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વેણુ સ્વરસંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

કુલિન કન્દરા મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રી યમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તુલસીજી ના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વિરહી જનનાં હૈયા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કૃષણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

મધુર વિણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુમુદિની તરુવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સૂર્ય આકાશેબોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તારલિયાના મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રોમ રોમવ્યાકુળ થઇ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મહામંત્ર મનમાંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

 

શંભુ ચરણે પડી June 14, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 12:14 am

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી