Posted by સુરેશ જાની on 13th July 2007
મનડું મુઝાયું ને આતમ ગભરાયો,
ક્યાંથી આવ્યો આ અંધકાર?
‘મુંઝા મા મારગમાં સહેજે ઓ દીલડા!’
અંતરમાં ઉભર્યો અવાજ.
દીવડો પ્રગટતાં, દુર થાય અંધાપો,
રાજી થાય આતમરામ.
અંતરના આતમને સમરી લે નીશદીન,
જાશે આ સુખ-દુખના ત્રાસ.
જ્ઞાન દીપ પ્રાગટ્યે નાશ થાય અંધાપો,
સુખ દુ: ખના થાશે વીરામ.
માટે રટી લે ઓ! અજ્ઞાની જીવડા
વ્હાલું આ નામ સીતારામ.
- રાજેન્દ્ર ત્રીવેદી
( તાજેતરમાં કરાવેલા ગ્લુકોમાના ઓપરેશન પહેલાંની વ્યથા અને અંતરનો પ્રતીસાદ. )
Posted in રાજેન્દ્ર ત્રીવેદી, ગીત | 1 Comment »
Posted by સુરેશ જાની on 11th July 2007
સુતાં તો સપને મળું, જાગુ તો મનમાંહી,
જાગીને જોયા કરું પીયુ દીસતો નાહી.
મુંઝાઈને મને માંડ્યા સરવા છુપા કાન,
તો પણ સંભળાયું નહીં સુંદર તારુ નામ.
ગભરાઈને બોલવા જીભે કરી ધમાલ,
શબ્દ એક પણ ના સુઝ્યો વર્ણવવાને આજ.
એવું શું મુજને કર્યું, વીરહઝુરંતી આજ,
શીદને તું ચાલ્યો ગયો સપનાઓની સાથ.
હાય અભાગણ! મુજ જીવનમાં સપનાનું છે રાજ,
સુતાં તો સપને મળું, જાગ્યાં કેમ ન નાથ?
- રાજેન્દ્ર ત્રીવેદી
મેં રાજેન્દ્રની પહેલી કવીતા અહીં પ્રસીધ્ધ કરી ત્યાર બાદ આ તેની ચોથી કવીતા છે. તેની રચનાઓનું ધ્યાનથી નીરીક્ષણ કરીએ તો, અત્યંત સ્પષ્ટ રીતે સર્જનની પાકટતા પુષ્ટ થતી જણાશે.
રાજેન્દ્રને આ માટે મારા અંગત અભીનંદન. મારા પ્રીય મીત્ર ! આ યાત્રા હવે ચાલુ જ રાખજે. મુળજી ભગતનો વારસો તારે સાચવવાનો છે.
અન્ય સૌ નવોદીત કવીઓને વીનંતી કે તમે શરુ કરેલી ભાવ- અભીવ્યક્તીની યાત્રા અટક્યા વીના ચાલુ જ રાખજો. પ્રસીધ્ધી કે વાહ વાહ મળે કે ન મળે; પણ જ્યારે આપણે સર્જનની પ્રક્રીયાના પ્રવાસી બનીએ, ત્યારે આપણી અંદરની યાત્રા પણ જાણે-અજાણે શરુ થઇ જતી હોય છે. આપણા ભાવજગતના પ્રચ્છન્ન પ્રદેશો ધીરે ધીરે આપણી આગળ ખુલતા જાય છે. અને એ અંદરની યાત્રાનો અનુભવ એક અદ્વીતીય અનુભવ હોય છે.
Posted in રાજેન્દ્ર ત્રીવેદી, ગીત | 4 Comments »
Posted by સુરેશ જાની on 7th July 2007
સાંજ પડતા દોડી દોડી આજ,
આવી બેઠી ઝી ટીવી ની પાસ.
વ્હાલા કેરી કરતી કરતી યાદ,
રડતી રડતી ઝી ટીવીની પાસ.
જોઈને રુદન પ્રીયાને નયન,
વ્હાલા પણ મુંઝાયા મન.
શું થયું પુછતા થયો સંવાદ,
ચુપ રહો ને મારે માટે આજ.
સાથે રહીને સાંભળી મેં વાત ,
આજ પછી ઝી ટીવી ની સાથ.
- રાજેન્દ્ર ત્રીવેદી
હવે આ સદાય હસતા ડોક્ટર કવીતાની પાછળ પડ્યા છે. કવીતાના મનનું ય વીશ્લેશણ થયું સમજો !!!
Posted in રાજેન્દ્ર ત્રીવેદી, ગીત | 1 Comment »
Posted by સુરેશ જાની on 5th July 2007
આજ ગઈ,
તારી રાહમાં.
દમ ગયો,
તારી રાહમાં.
શું રહ્યું ?
પુંછતા સૌને,
મોત મર્યું,
મારી રાહમાં.
મોતને પુછજે હવે,
મારી ખબર !
તે પણ રહીને રાખમાં
ઉડશે તારી વાટમાં.
- રાજેન્દ્ર ત્રીવેદી
Posted in રાજેન્દ્ર ત્રીવેદી, અછાંદસ | 1 Comment »
Posted by સુરેશ જાની on 23rd June 2007
કાલની તો આજ થઈ,
ને આજની થશે ય કાલ;
છતાં તુ ના’વી મારી પાસ.
આમાં ને આમાં
મારી આંખો બીડાઈ ગઈ,
ખુલતાં શું થાશે પ્રભાત !
મળવા તને હું જીવું
આખાયે જીવન ભર,
પલકોને ખુલતાં ના વાર,
છતાં તુ ના’વી મારી પાસ
- રાજેન્દ્ર ત્રીવેદી
ગીતાબેન ચેતજો! રાજેન્દ્રે તમને બતાવી લાગતી નથી આ કવીતા!!!
રાજેન્દ્ર મારો બહુ જ જુનો દોસ્ત - અમે મેટ્રીક પછી માત્ર એક વરસ સાથે ભણેલા. હું લોઢા લાકડાના વાઢકાપની લાઇનમાં પડ્યો અને રાજેન્દ્ર મગજના વાઢકાપની! આ ‘નેટડા’ના પ્રતાપે પીસ્તાળીસ વરસ પછી અમે ભેળા થીયા! એની આ પહેલી કવીતા છાપતાં મને આંખમાં હર્શાશ્રુ આવે છે. જોકે આમ તો તમે સૌ તેને ‘ હાસ્ય દરબાર ‘ વાળા ડો. રાજેન્દ્ર ત્રીવેદી તરીકે જાણો જ છો ! તમારી જાણ સારુ, રાજેન્દ્ર બોસ્ટનમાં ન્યુરો સર્જન છે- અને મગજની વાઢકાપ કરતાં તેના મગજનું હાસ્યકેન્દ્ર ખુલી ગયેલું છે. અને હવે કવીતાનું પણ ! તેમના સ્વર્ગસ્થ પીતા શ્રી. મુળશંકર ત્રીવેદી બહુ જ ભક્તીવાન હતા. તેમણે ઘણા ભજનો નીજાનંદ ખાતર લખેલા - જે તમે ‘ તુલસીદલ ‘ પર વાંચી શકશો.
બહુ જ આનંદી, મીલનસાર અને ખુલ્લા દીલના રાજેન્દ્ર પાસેથી આપણે આશા રાખીએ કે, આપણને કવીતાઓનો અને હાસ્યનો ખુબ ખુબ આસ્વાદ કરાવતા રહે.
Posted in રાજેન્દ્ર ત્રીવેદી, અછાંદસ | 16 Comments »