તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી…. July 19, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 11:48 am

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

 હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

 -ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

 

3 Responses to “મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી….”

  1. WAKE UP,
    START YOUR WORK.
    TIME WILL NOT WAIT.

  2. સુરેશ જાની Says:

    મારા બહુ જ પ્રીય શાયર.

  3. chetu Says:

    હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
    જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
    જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
    આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

    ekdam saras..!


Leave a Reply