તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

તું જાગ્યો ત્યાંથી થયું સવાર… July 20, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 1:01 pm

તું જાગ્યો ત્યાંથી થયું સવાર

તું જાગ્યો ત્યાંથી થયું સવાર.

તારે તેજપ્રભાત ઉગ્યું, છો જગને છે અંધાર….તું જાગ્યો

ઇંકારેલા સત્ય તણો એકરાર કરી લે આજે.


પસ્તાવાના પુનિત ઝરણે પાવન થાવા ન્હાજે,


આતમને તું ઓળખી લે ને ખોલી અંતર દ્વાર.

તુંજાગ્યો….

પાણી પહેલાં પાળ બાંધવી એ શાણાનું કામ,


મૃત્યુ પહેલાં ભાથું ભરવાં લેવું ઇશ્વર- નામ,
ચેતી લે તું અગમચેત થૈ અગમનિગમ અણસાર.

તુ જાગ્યો….

પંચતત્વના પરપોટા પર માયાના પડછાયાં,


સચરાચરના ભેદભરમથી ભાવટ પર પથરાયાં
આશ પાશ તું તોડ, પોકારે મુક્તિની પગથાર.

તું જાગ્યો….

શબ્દરચના : રવિ ઉપાધ્યાય

 

One Response to “તું જાગ્યો ત્યાંથી થયું સવાર…”

  1. OH! LIFE ….CHET…CHET…CHET.

    GET UP AND FIND THE PATH IN THE LIMITED TIME,

    THE SUN IS SHINING REMOING THE DARKNESS OF NIGHT.

    THY WORK TO GO ON THE PATH,

    ENJOYING THE TRUTH OF LIFE.


Leave a Reply