તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

swami Vivekanand- Poem of 1895 August 31, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 1:45 pm

સંન્યાસીનું ગીત -

સ્વામી વિવેકાનંદ

જગાવો એ મંત્ર! પ્રકટિત થયો જે સ્વયમ,
યુગો પહેલાં ગાઢાં વનમહીં, ગિરિગહ્વર વિષે;
શકે ના જ્યાં પહોંચી જરી મલિનતા આ ધરતીની;
જહીં વ્હેતો જ્ઞાનપ્રવાહ; સત, આનંદ ભરતી;
અહો તું સંન્યાસી અભય, બસ એ ઉચ્ચરી રહે;
“ૐ તત સત ૐ” - 1

વછોડી દે બેડી સજડ જકડી જે રહી તને,
ભલે સોનાની, કે કથીર થકી એ નિર્મિત બની;
ઘડી રાગ-દ્વેષો, ભલું-બૂરું, બધાં દ્વંદ્વ થકી એ;
ગુલામી તો રહેતી અફર જ ગુલામી સહુ વિધે.
સોનાની બેડીનું શિથિલ જરી ના બંધન થતું.
તજી દે તો દ્વંદ્વો સહુય; બનીને મુક્ત રટજે;
“ૐ તત સત ૐ” - 2

તજી દે અંધારું સઘન અતિ અજ્ઞાનતણું જે,
તજી દે ખદ્યોતી ઝળક તિમિરો ઘટ્ટ કરતી.
તજી દે તૃષ્ણા જીવનતણી મહા ઘૂમવત જે
તને મૃત્યુને જીવનની ઘટમાળે નિરવધિ.
જગત જિતે છે તે, નિજ ઉપર જે જીત લભતા.
લહી આ, માથે ઉન્નત વિચર સંન્યાસી! ગજવી:
“ૐ તત સત ૐ” - 3

“લણે તે જે વાવે, અફર,” જન કહે: “કારણ સદા
ફળે કાર્યે; ઊગે અશુભ અશુભે; ને, શુભ શુભે.
બધાં બંધાયાં આ સજડ નિયમે; બેડી જકડી
રહી, સૌને, જેણે જનમ જ ગ્રહ્યો નામ-રૂપમાં.”
ખરું એ સૌ; કિંતુ સહુથી પર આત્મા વિલસતો,
વિમુક્તાત્મા નિત્યે રૂપ વગરનો, નામવિણ જે;
અને સંન્યાસી, તે તું જ પરમ, રહે ઘોષ ગજવી;
“ૐ તત સત ૐ” - 4

પિતા, માતા, પત્ની, સુહ્યદ, શિશુ, - એવાં સ્વપનમાં
ડૂબ્યાં જે, ના તેઓ કદીય પણ રે, સત્ય પરખે.
અલિંગી આત્મા તે, જનક કયમ? કોનો શિશુ વળી?
સખા-શત્રુ કોનો, જગ મહીં જહીં એ જ વિલસે?
અને તે તું પોતે વિભુસ્વરૂપ, હે ઉચ્ચરી રહે:
“ૐ તત સત ૐ” - 5

વિમુક્તાત્મા, જ્ઞાતા, અરૂપ બસ એ એક જગમાં,
અનામી જે, ને જે નિરમલ વિશુધ્દ્વ સ્વરૂપ જે;
વસે તેમાં માયા - જગત સહુ જેનું સ્વપન છે.
બને છે એ આત્મા પ્રકૃતિમય, સાક્ષીસ્વરૂપ જે:
તું જાણી લે તે છે તુજ સ્વરૂપ. સંન્યાસી વદ હે!
“ૐ તત સત ૐ” - 6

કહીં શોધે મુક્તિ, સુહ્યદ દઇ એ કોઇ ન શકે;
નકામું ઢૂંઢે મંદિર મહીં અને પોથી મહીંથી
તને ખૂંચે જે બંધન, સજડ એ તેં જ ગ્રહ્યું છે;
નકામાં છોડી દે વિલપન, તજંતાં જ કરથી
છુટી જાશે એ બંધન સજડ; રહે નાદ ગજવી:
“ૐ તત સત ૐ” - 7

કહે શાંતિ સૌને: અભય મુજથી હો સકલને:
વસે જે શૃંગોયે પર, જન તળેટી મહીં વળી,
વસે છે એ સૌની મહીં નહિ બીજો કોઇ, બસ હું!
તજું છું સૌ લોકો, તજું પૃથિવી ને સ્વર્ગ, નરકો,
નિરાશા ને આશા ઉભય તજું હું, દ્વંદ્વ સઘળાં.
બધાં કાપીને બંધન સુદ્દઢ સંન્યાસી, વદ હે!
“ૐ તત સત ૐ” - 8

ન હો પરવા કાંઇ પછી મરણ કે જીવનતણી.
કરી લીધું દેહે સકલ નિજ કર્તવ્ય જ પૂરું,-
ભલે સંસારાબ્ધિ જલ મહીં યથાકર્મ વહતો;
ધરાવે કો એને કુસુમ, અથવા તાડન કરે,
સમત્વે રહેલું તો, કશું સ્તવન, નિન્દા વળી કશી,
સ્તુતિ, સ્તોતા ને જ્યાં સ્તુતજન બધું એક જ તહીં,
જુદા નિન્દાખોરો નહિ લગીર જ્યાં નિન્દિત થકી!
પ્રશાંતાત્મા થા તું પરમ: રટ ખુલ્લા સ્વર થકી
“ૐ તત સત ૐ” - 9

વસે કામ-ક્રોધો જહીં, જહીં વસે લોભ જ વળી,
પ્રવેશે ત્યાં કો દિ, નહિ સત. વધુ ભાવથી જુએ,
સ્ત્રીને, પૂર્ણત્વે તે નહિ જ કદીયે પહોંચી શકતા.
ભરાતો ક્રોધે જે, લગીર પણ જેને પરિગ્રહ,
વળોટે માયાના નહિ જ દરવાજા કદીય તે:
તજી દે તેથી આ બસ બધુંય: રહે વીર! રટતો:
“ૐ તત સત ૐ” - 10

ન હો તારે કોઇ ઘર, ઘર સમાવી નવ શકે
તને; તારે ઊંચી નભ-છત, પથારી તૃણ તણી;
અને ભિક્ષામાં જે મળી જ ગયું તે ભોજન ભલું,
નહિ શુધ્દ્વાત્માને કલુષિત કદી તે કરી શકે.
વળી જા તું વ્હેતી સરિત સમ નિર્બંધ જગમાં;
અને સંન્યાસી! નિર્ભય, બસ રહે મંત્ર ગજવી:
“ૐ તત સત ૐ” - 11

ઘણાં થોડા કેરી ગતિ પરમ એ સત્યની મહીં.
બીજાના ધિક્કારો, ઉપહસનને ના ગણીશ તું.
વિમુક્તાત્મા, ઘૂમી સ્થળ સ્થળ મહીં રહે તું સઘળે.
છૂટી જાવા માયાપિંજરથી બધાંને મદદ દે.
સુખેચ્છાને ત્યાગી, ભય દુઃખતણો દૂર કરીને
બની જા બંનેથી પર તું: વદ ઉચ્ચ સ્વર થકી:
“ૐ તત સત ૐ” - 12

અને એવી રીતે દિન પછી દિન કર્મ ખૂટતાં
જશે છૂટી આત્મા, પુનરપિ નહિ જન્મ ધરશે.
નહિ હું-તું ભાવો પછીથી ટકતા, લીન બનતાં
બધામાં ‘હું’, ‘હું’ માં જગત સહુ: આનન્દઘનતા:
તું છે તત જાણી લે પરથી પર: પોકાર કર તું:
“ૐ તત સત ૐ” - 13

 

MAHAMRUTYUNJAY MANTRA. August 31, 2007

Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 12:00 pm

        

                ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
                ઉર્વારુકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત

                મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
                જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મ બંધને

     આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી પ્રાચીન અને સનાતન દેવ તરીકે શિવની આરાધના અને પૂજા થાય છે. આમ તો વિશ્વમાં સર્વત્ર શિવની પૂજા થતી હતી. કાળક્રમે તેન લોપ થતો ગયો. જૈન ધર્મના સ્થાપક પ્રથમ તીર્થંકર ઋષભદેવ દિગંબર પંથના સ્થાપક હતા માટે જૈન ધર્મની અંદર ઋષભદેવ અથવા આદિનાથને શિવનું સ્વરૂપ માની ભાવપૂર્વક પૂજવામાં આવે છે. મુસ્લિમો પણ શિવને આદિ અનાદિ દેવ માની નમસ્કાર કરે છે. પહેલગામના મુસ્લિમભાઈઓ પ્રથમ શ્રી અમરનાથજીના દર્શન કર્યા પછી જ નવાવર્ષનો શુભારંભ કરે છે. ફ્રાંસમાં એક ચર્ચની નીચે શિવલિંગ જોવા મળ્યું. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે પૂર્વજો તેની ઉપર જળ ચઢાવતા હતા તેથી આજ પણ તે પ્રથા ચાલુ છે. અમેરિકાના પેરુમાં ખોદકામ કરતા હજાર ફૂટ નીચે બે ટનનું શિવલિંગ અને ત્રિશુળ મળી આવ્યાં હતાં. કંબોડિયા, બર્મા, શ્રીલંકા વગેરે દેશોમાં જર્જરિત હાલતમાં શિવાલયો જોવા મળે છે. આમ શિવજી સર્વવ્યાપક છે. શિવત્વ પણ સર્વત્ર ફેલાયેલું છે.

         શિવજીનાં સંહારક સ્વરૂપને ‘રુદ્ર’ કહેવાય છે. ભલે શિવજી સંહારકના દેવ ગણાતા હોય પણ હકીકતમાં તો શિવજી તો ભોળા ભંડારી છે. જળ કે બીલીપત્રથી પ્રસન્ન થઈ જાય છે. ‘ૐ’ના ઉચ્ચારથી તો શિવ ખૂબ પ્રસન્ન થાય છે.. નારાયણ અને શિવ એકરૂપ છે ભલે બંનેના કાર્ય અલગ હોય

                        એકાત્મને નમો નિત્યં હરયે ચ હરાય ચ

      શિવજી એકમાત્ર કર્મફળના દાતા માનેલા છે. શિવજીને ‘પશુપતિ’ કહેવાય છે. જ્યારે જીવ આ પશુપતિની આરાધના કરે છે ત્યારે શિવકૃપાથી તેનું અજ્ઞાન નષ્ટ થાય છે અને મોહમાયાના પાશમાંથી મુક્ત થઈ મોક્ષ પામે છે. શિવકૃપાથી માયા પણ મળશે સાથે માયાથી મુક્તિ પણ મળશે. આ થયું ‘શિવત્વ’.

        એક વ્યાખ્યા એ છે કે પાપીઓને તેમના કરેલાં પાપો ખૂબ રડાવે તે નામ ‘રુદ્ર’ કહેવાય. બીજી વ્યાખ્યા પ્રમાણે જેને શરણે આવેલા ભક્તના દુઃખ દૂર કરે એ ‘રુદ્ર’. ત્રીજી વ્યખ્યા પ્રમાણે શરણે આવેલા ભક્તન અજ્ઞાનને, અહંભાવને, મોહમાયાના ચક્રમાંથી મુક્તિ અપાવી ચૈતન્યરૂપ બનાવે તે ‘રુદ્ર’.

                ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
                ઉર્વારુકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત

                 મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
                 જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મ બંધને

    

 

વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે… August 31, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 10:56 am

વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે

સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ર્ચલ રાખે, ધન ધન જનની તેની રે

સમ દ્રષ્ટી તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
જીહ્ર થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝોલે હાથ રે

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે

વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે

- નરસિંહ મહેતા

 

મારા જીવન કેરી નાડ - સંત ‘ પુનીત ‘ August 31, 2007

Filed under: સંત પુનીત — સુરેશ @ 1:26 am

મારા જીવન કેરી નાડ, તારે હાથ સોંપી છે.
ચાહે ડુબાડે કે તાર, તારે હાથ સોંપી છે.

ભવસાગરની ભુલવણીમાં ભુલી પડી છે નાવડી,
તેને ઉગારે કે તાર , તારે હાથ સોંપી છે.

એક જ છીદ્ર પડે નાવમાં, તો તે ડુબી જાય છે,
અહીં તો ઘણાં રહ્યાં છે દ્વાર, તારે હાથ સોંપી છે.

માયાજળનો દરીયો ભરીયો, મમતાનાં તોફાન છે,
‘પુનીત’  નાવલડી તું તાર, તારે હાથ સોંપી છે.

- સંત ‘ પુનીત

 

नमामीशमीशान निर्वाणरूपं-RUDRASTKAM STOTRA August 27, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 2:04 pm

नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् |
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेङहम् ||१||

निराकारमोंकारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशम् |
करालं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोङहम् ||२||

तुषाराद्रिसंकाशगौरं गभीरं मनोभूतकोटि प्रभाश्रीशरीरम् |
स्फुरन्मौलिकल्लोलिनी चारुगंगा लसदभालबालेन्दुकण्ठे भुजंगा ||३||

चलत्कुण्डलं भ्रुसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालम् |
मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शंकरं सर्वनाथं भजामि ||४||

प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानुकोटिप्रकाशम् |
त्रयः शूलनिर्मूलनं शूलपाणिं भजेङहं भावानीपतिं भावगम्यम् ||५||

कलातिकल्याण कल्पान्तकारी सदा सज्जनान्ददाता पुरारी |
चिदानंदसंदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी ||६||

न यावद उमानाथपादारविन्दं भजन्तीह लोके परे वा नराणाम् |
न तावत्सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम् ||७||

न जानामि योगं जपं नैव पूजां नतोङहं सदा सर्वदा शम्भुतुभ्यम् |
जरजन्मदुःखौ घतातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो ||८||

रुद्रष्टकमिदं प्रोक्तं विपेण हरतुष्टये |
ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति ||

|| इति श्री गोस्वामी तुलसीदास कृतं श्री रुद्राष्टकम् संपूर्णं ||

શ્રી રુદ્રાષ્ટકમ્ સાંભળવા/જોવા માટે અહી ક્લીક કરો

 

સમય મારો સાધજે વ્હાલા - સંત ‘પુનીત’ August 27, 2007

Filed under: સંત પુનીત — સુરેશ @ 4:40 am

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો. 

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.

- સંત ‘પુનીત’

 

SITARAMA-MANTRA August 27, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 12:34 am

 ઉત્તર દિશ શિવજી વસે, દક્ષિણ દિશ લંકેશ.

ઉત્તર દિશ ભાગીરથી, દક્ષિણ દિશ દશમાથ.

ગયા સિતાની શોધમા, પુજી-રામેશ્વર સાથ,

મારુતિનંદન સેવા કરે, લક્ષ્મણ નિશદિન સાથ.

સોનેરી લંકા મહીં, અશોક વનની માહ્ય,

રટતા રઘુવીર રામને, દ્રઢ નિશ્ચયની સાથ.

મા સિતે ની સહાયમાં, રહયુ સુમિરણ પ્રભુરામ,

રટતા રટતા રામને, રોળ્યો રાવણ આજ.

 પુષ્પક વાહને ઉડી, પ્રભુ આવ્યા નિજધામ.

રામ રાજ્ય સ્થાપી પ્રભુ સદારહ્યા નિજધામ.
 

જીવન માં જે સમજીને કરતો નિશદિનજાપ,
 

સિયIરામના મંત્રથી થાતા સુંદર કામ. 

રાજેન્દ્ર   

 

હે ભુવન ભુવનના સ્વામી- PINAKIN THAKOR August 25, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 7:07 pm

હે ભુવન ભુવનના સ્વામી,
આ ઝરે આંસુની ધાર, દીન પોકાર,
પુનિત હે પાવન નામી ! હે ભુવન..

આથમણી આ સાંજ ભૂખરી ઝાંખી ધૂસર,
રે અંધ આંખ સૌ અંગ ધ્રૂજતાં ભાંગ્યાં જર્જર;
અને પગલે પલપલ થાક લથડતાં ડગમગ થરથર.
એને લિયો ઉઘાડી દ્વાર, પરમ આધાર,
શરણ રે’ ચરણે પામી ! હે ભુવન..

અંતરમાં સ્મરણો અગણિત શાં સૂતાં પલપલ,
એ જાગી દેતાં દાહ, દુ:ખ દાવાનલ પ્રજ્વલ,
એને અંક ધરી દો શાંતિ - સુખ, હે શીતલ વત્સલ !
એને દિયો અભયનાં દાન, સુધાનાં પાન
અમલ, હે અંતર્યામી ! હે ભુવન..

પિનાકિન્ ઠાકોર

 

ઉમા કેરો બાળ August 25, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

નિત્ય સમર નિત્ય સમર ઉમા કેરો બાળ
રીઝે ગણનો નાથ, નહિ થાય વાંકો વાળ – સમર….

શિરે સોહે કિરીટ, કંઠે રત્ન જડિત હાર,
ચરણે ઝાંઝર રણઝણે, છે મૂષકે સવાર– સમર….

કાન મોટા, નાક લાંબું, ઉદર છે વિશાળ,
આંખ ઝીણી, દંત લાંબા, ભવ્ય છે કપાળ – સમર….

એક કરે પાશ અને બીજે મોદક થાળ
ત્રીજે કરે પરશુ અને ચોથે સોહે માળ– સમર….

રિધ્ધિ સિધ્ધિ સહ સેવે, પામે સમૃધ્ધિ અપાર
દાસ મુળજી હેતે ભજે કરજે બેડો પાર – સમર….

 

AMARSADAAVINASH. August 24, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 2:01 pm

શબદ સુરાહી સૂર છલોછલ સભર અનલ હક માણ્યો રે
પીધો પાયો પાયો પીધો પ્રગટ પરમ રસ જાણ્યો રે
અમર સદા અવિનાશ!!

કૃષ્ણકૃપાવિણ કશું નવ સંભવ અનુપમ રસ બરસાયો રે
મન-ઓષ્ઠનાં દ્વાર ખૂલ્યાં ને સૂર ઉર ગૂર્જર ગાયો રે
હે નાગર! તું સૂરશબદસર છલક છલક છલકાયો રે.
અમર સદા અવિનાશ!

અજબ રસાયણ સૂરશબદનું રાગવિરાગ સોહાયો રે
જ્યોત સે જ્યોત મિલી મોરે હંસા અદ્ભૂત અલખ જગાયો રે
હે રસરાજ! તું નાદબ્રહ્મ અવ ગહન પરમ પમરાયો રે!
અમર સદા અવિનાશ!