તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

ચિત્ત તું શીદને ચિંતા ધરે? -દયારામ (Dayaram) August 18, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 8:17 pm

ચિત્ત તું શીદને ચિંતા ધરે?

દયારામ (Dayaram)

  

ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે.

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;

સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે ..કૃષ્ણને

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;

માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે..કૃષ્ણને

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?

ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે .. કૃષ્ણને

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;

જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે .. કૃષ્ણને

થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;

જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે .. કૃષ્ણને

જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;

એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે .. કૃષ્ણને

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;

આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે .. કૃષ્ણને

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;

રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે .. કૃષ્ણને દયારામ 

 

3 Responses to “ચિત્ત તું શીદને ચિંતા ધરે? -દયારામ (Dayaram)”

  1. બહુ જ ગમ્યું. માત્ર પહેલી લીટી જ ખબર હતી.
    આજે આખું વાંચવા મળ્યું. આભાર.

  2. Rajendra Says:

    very very positive and surrender thinking. Totally surrender. Ishwar pe sab kuchh chhod do aur dekho kya hota hai. Kamal ho jayega. ek bar unke sharan me chale jao.

    ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે

  3. chetu Says:

    Very nice bhajan …U can listen it on http://www.samnvay.net/shriji/?p=235


Leave a Reply