તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

સમય મારો સાધજે વ્હાલા – સંત ‘પુનીત’ August 27, 2007

Filed under: સંત પુનીત — સુરેશ @ 4:40 am

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો. 

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.

- સંત ‘પુનીત’

 

3 Responses to “સમય મારો સાધજે વ્હાલા – સંત ‘પુનીત’”

  1. WHAT A GREAT PRAYER.
    WHAT A GREAT FAITH.
    ONLY “PUNIT” CAN PRAY AND
    SHAM-SUNDER STAY ON THE SIDE.

  2. kharekhar khub j saral ane etli ja asarkarak prarthana…aapna santo ma bahu gahan vato ne khub j saral shabdo ma vyakt karavani kshamata chhe..bas, aapne laabh uthaviye to

  3. Pinki Says:

    નાસ્તિક મનુષ્ય પણ અંત ઘડીએ આ ભજન સાંભળે તો
    તેનો પણ કદાચ મોક્ષ થઇ જાય…..!!!

    પુનિત મહારાજની કૃપાથી જ તો……!!!


Leave a Reply