તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

BAPUJEE AND MY HOME - AMADAVAD,GUJARAT September 30, 2007

Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 4:06 pm

     ગાંધીજી   કહેતા હતા કે મારા મનની બધી બારીઓ હું ખુલ્લી રાખીશ, જેથી બધી દીશાના વીચારો તેમાં પ્રવેશી શકે. પણ હું ક્લુશીત વીચારોને મારા મનમાં ઘર નહીં કરવા દઉં. 

ON OCTOBER 2 nd IS BAPUJIEE’S BIRTH DAY.

LET US PUT TWO PRAYERS IN ACTION.

OUR DAY TO DAY LIFE  WILL CHANGE.

WE ALL WILL SEE THE PROGRESS WITH TIME.

VAISHNAVJAN….

RAGHUPATI RAGHAV RAJA RAMA….

 

જાણે અજાણે September 30, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 3:47 pm

જાણે અજાણે નામ જો તારું દેવાય તો પ્રભુ

તુંજમાં એ પ્રિય થઈ જાતો એ તો પામતો અક્ષરધામ. 

….જાણે અજાણે

જીવનની આ સુખશૈયામાં તુજને એ ભુલી જાતો

મરણ આંગણે આવે ત્યારે તુજને એ સમરી જાતો

એ તો થઈ જાતો નિરાકાર….જાણે અજાણે

પ્રેમની પાવક જ્વાળા ન્હાતા થઈ જતો નિષ્કામ
અંત સમયની અટારીએથી તુજમાં એ વિસરાતો
એ તો લાગે છે પ્રેમાળ….જાણે અજાણે
હું છું પામર જીવ છતાં પણ ભક્તિમાં છું સંધાણો
પ્રદીપના હૈયે ભક્તિ લાગી મુક્તિ મેળવવા કાજે
આવ્યો સમાવા કાજ ….જાણે અજાણે
સાચી માયા શામળા તારી બીજી મિથ્યા લાગે
સંતતણો સથવારો મળતાં મનડું મસ્ત છે લાગે
ભવના બંધન છુટતાં લાગે….જાણે અજાણે

 

મનવા કહું છું વારંવાર September 29, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

મનવા કહું છું વારંવાર, આ તો સપનું છે સંસાર
ભવસાગરને તરવા કાજે મળ્યો મનુષ્ય અવતાર

પણ માયામાં તું લપટાયો ભૂલી ગયો કિરતાર ….. મનવા..

માત તાત તુજ સાથ ન આવે ના’વે કુટુમ્બ પરિવાર
ધન દોલત ને માલ ખજાના ઉતાર્શે નહિ પાર. ….. મનવા..

મોટા મહેલ ઝરુખા તારા પલંગ હિંડોળા ખાટ
અંતકાળના સમયે તુજને બતાવ્શે ના વાટ. ….. મનવા..

ભવસાગરને તરવા કાજે લેજે હરિનું નામ
પ્રેમ ધરીને પ્રભુને ભજતાં સરશે તારું કામ. ….. મનવા..

નામ તણું તું નાણું ભરજે ધ્યાન કુટુમ્બ પરિવાર
મન મંદિરને મહેલ બનાવો સ્મરણ તણો શણગાર. ….. મનવા..

‘મુળજી’ મનમાં હર્ષ ધરીને શોધી લેજે નાથ
અંતકાળના સમયે તારો પ્રભુજી ઝાલે હાથ. ….. મનવા..

 

SURESH- RAJ September 24, 2007

Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 5:06 am

Being honest with ourselves is - in other words

Listening to “ANTAR NI WANI ”

When we start doing it, Param Tatva opens up to us. We have not to reach there. IT comes to us. This is my belief.  

If we can simply be honest with ourselves, we can solve all problems of our existence.  We have to admit that we don’t really know where we’ve come from, where we are going, and what is the purpose of our existence.  We have to sincerely seek to discover these things.  If we can simply make an honest effort in this regard, the Complete Whole Supreme Person will reward us unlimitedly, and we will be blessed with perfect knowledge of the Absolute Truth.

If on the other hand, we choose to hide ourselves in the so-called comfort of dishonesty by refusing to even consider the purpose of our existence, we will be rewarded by nature with a miserable, ignorant existence lifetime after lifetime. 

Only a greatly unfortunate soul, when offered the choice between a life of enlightenment and life of illusion, would opt for a life of illusion.

 

વ્હાલા શ્યામ મુરારી રે - સંત ‘પુનીત’ September 24, 2007

Filed under: સંત પુનીત — સુરેશ @ 2:00 am

વ્હાલા શ્યામ મુરારી રે! આંગણે આવો
હું દર્શનનો ભીખારી રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…

આ દેહનગરની મધ્યે, મનડાની મારી શેરી,
એ શેરી છે અનેરી રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…

મનડાની શેરી મધ્યે, મંદીર મારું આવ્યું,
મેં બહુ બહુ તો શણગાર્યું રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…

આ ગરીબની ઝુંપલડી, વ્હાલીડા પાવન કરજો,
પાવલીયાં ત્યાં તો ધરજો રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…

‘પુનીત’ તારે ચરણે, પુનીત મંદીર થાશે,
ને ન્યાલ ‘ પુનીત’ થઈ જાશે રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…

- સંત ‘પુનીત’ મહારાજ

 

પ્રથમ ભગતિ સંતન કર સંગા - સંત તુલસીદાસ September 22, 2007

Filed under: સંત તુલસીદાસ — સુરેશ @ 1:00 am

પ્રથમ ભગતિ સંતન કર સંગા
તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરિઅ તુલા એક અંગ |
તૂલ ન તાહિ સકલ મિલિ જો સુખ લવ સતસંગ ॥

સંત સંગ અપવર્ગ કર કામી ભવ કર પંથ |
કહહિં સંત કવિ કોવિદ શ્રુતિ પુરાણ સદગ્રંથ॥

બિનુ સતસંગ ન હરિકથા નેહિ બિનુ મોહ ન ભાગ |
મોહ ગએ બિનુ રામ પદ હોઇ ન દ્રઢ અનુરાગ॥

આજુ ધન્ય મૈં ધન્ય અતિ જદ્યપિ સબ બિધિ હીન |
નિજ જન જાનિ રામ મોહિ સંત સમાગમ દીન ॥

દિપ સિખા સમ જુબતિ તન મન જનિ હોસિ પતંગ|
ભજહિ રામ તજિ કામ મદ કરહિ સદા સતસંગ॥

બાર બાર બર માગઉં હરયિ દેહુ શ્રીરંગ |
પદ સરોજ અનપાયની ભગતિ સદા સતસંગ॥

- સંત ‘તુલસી’ કૃત ‘રામ ચરિત માનસ’ માંથી

 

GOD OR ASSUMPTION? September 21, 2007

Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 1:47 pm

 God is an assumption/ creation of human mind. It is an explanation of the questions that can not be answered in a simple way of science.

Whatever name the TATVA is called, it can not be seen, heard, smelled, felt by touch or tasted.

——————————–

Murti puja is a tool to satisfy the human mind about such a TAVA. 

Dhyaan is mental process of experiencing that TATVA

Vipasyana is experiencing actual sensations, as they exist in all cells of the body and rejecting them; the . final stage of that rejection is ‘Nirvana’. At that stage one experiences vibrations in each and every cell of the body and yet he/ she can remain aloof of it - a state of Buddha. 

Bhakti is diverting mind to an ecstatic stage of Joy.

———————————-

Whatever way we may adopt, it is basically conditioning of mind to experience its presence. 

Without such a Tatva,  even solid matter is just a dead matter. It can just exist. It can not transform, live , grow, recreate. Even in solid matter, there are elctrons and protons that have tremendous energy. That energy is also a part of that TATVA. 

I do not like to call it GOD, as any name will limit  its limit less nature.

————————————————————
SO, If love is chemical reaction…… then who is the cause of all the chemical reactions and who is the ultimate cause of all laws, actions and reactions. Who created the first law?

To lift a pen from the table involves a complex coordination of so many complex physical and mental processes. Then talk of this vast universe which is astounding and complex beyond anyone’s imagination with inexplicable coordination of infinite amount of processes. Who is that power ensuring such a mind boggling coordination ? Is it an accidental coincidence ?

Being dismissive and trivializing love as a chemical reaction is not helpful…that reality which makes you ask the question “Is there God ?” that reality itself is God.

WHAT DO YOU SAY???

 

ABMOHE AESI AAYA BANI… September 21, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 1:26 pm

अब मोहे ऐसी आय बनी,…..
श्री शंखेश्वर पार्श्व जिनेसर, मेरो तुं एक धनी…. अब

तुम बिन कोउ चित्त न सुहावे, आवे कोडी गुनी;
मेरो मन तुम उपर रसियो, अलि जिम कमल भनी….अब
तुम नामे सवि संकट चूरे, नागराज धरनी;
नाम जपुं निशि वासर तेरो, ए शुभ मुज करनी…अब
कोपानल उपजावत दुर्जन , मथन वचन अरनी;
नाम जपुं जलधार तिहां तुज, धारुं दु:ख हरनी…अब
मिथ्यामति बहु जन है जगमें, पद न धरत धरनी;
उनको अब तुज भक्ति प्रभावे, भय नहि एक कनी….अब
सज्ज्न नयन-सुधारस -अंजन, दुरजन रवि भरनी
तुज मुरति नीरखे सो पावे, सुख जस लील धनी…अब

 

 

સાચું ઔષધ સંસાર, હરીનું નામ September 19, 2007

Filed under: સંત પુનીત — સુરેશ @ 12:54 am

સાચું ઔષધ સંસાર, હરીનું નામ છે.
વીશુદ્ધ કરે વીચાર, હરીનું નામ છે.

આબાલ વૃદ્ધ સહુ માનવીઓને,
એક જ જીવન આધાર – હરીનું નામ છે.- સાચું ઔષધ

યમ નીયમ તપ, ઉપરના પાટા,
કાઢે મનના વીકાર – હરીનું નામ છે.- સાચું ઔષધ.

હોમ હવનમાં બંધનનો ભય છે,
ખોલે મુક્તીના દ્વાર, – હરીનું નામ છે.- સાચું ઔષધ

સોંઘું ભાડું ને સીદ્ધપુરની જાતરા,
’પુનીત’ ઉતારે પાડ, – હરીનું નામ છે.- સાચું ઔષધ

- સંત ‘પુનીત’ મહારાજ

 

પ્રિય તું ! પ્રિય હું ! September 18, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 12:28 pm

પ્રિય તું ! પ્રિય હું !
 

પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ.

પ્રેમ છલોછલ હૈયું તું, હું અવિરત શ્વાસોચ્છવાસ…. પ્રિય તું

તું ઘુઘવાટભર્યો મહેરામણ, હું ધસમસતી ભરતી,

પુનિત-પ્રવાસી તું પ્રીત પથનો, હું પદચૂમતી ધરતી…

તું ઉમંગ, હું ઉલ્લાસ

પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…

જૂગજૂગ જૂની પ્રિયજપ જપતી હું માળા, તું મણકો,

હું તાલ, તું માત્રા; શબ્દ હું, સ્વર તું; હું ઝાંઝર, તું ઝણકો.

તું વચન ‘ને હું વિશ્વાસ,

પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…

હું વેલી, તું વૃક્ષ હે પ્રિય! હું સુગંધ તું સોનું

નેહભર્યા અનિમેષ નયન તું, હું કાજળ નયનોનું,

તું દિપક ‘ને હું ઉજાસ

પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…

પ્રિય તું સત્ય, સનાતન હું; તું ગાયક, હું ગીતા,

હું મીરાં, તું માધવ હે પ્રિય!, તું રાઘવ, હું સીતા,

હું કવિતા ને તું પ્રાસ

પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…

 રચયિતા : રવિ ઉપાધ્યાય