તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

હૃદયના ભાવ – સંત ‘પુનીત’ September 12, 2007

Filed under: સંત પુનીત — સુરેશ @ 6:33 pm

હજારો ગાઉના છેટે, હૃદયના ભાવ દોડે છે,
ખરી એ પ્રેમની શક્તી, અદીઠા તાર જોડે છે.

વીના સંધાણ એ સાંધે, નહીં દોરી છતાં બાંધે,
પુકારે જીગરને સાદે, પાતાળો  સાત ફોડે છે.

મળે નહીં કોઇયે સાધન, નહીં જાવા તણું વાહન,
થતું જ્યાં પ્રેમ-આવાહન, હવાના અશ્વ દોડે છે.

નહીં દેખાય આંખોથી, ઉડે અદ્રશ્ય પાંખોથી,
‘પુનીત’ એ પ્રેમ નાકેથી, અબોલા બોલ દોડે છે.

 - સંત ‘પુનીત’