તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

ગાઓ ગાઓ ગોવીન્દગુણ September 15, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 1:00 am

ગાઓ ગાઓ ગોવીન્દગુણ ગાઓ,
આ અવસર નહીં આવે
લેજો લેજો તમે આજ લા’વો,
આ અવસર નહીં આવે.

કાયા કાચો કુમ્ભ છે, ફુટતાં ન લાગે વાર,
મોંઘો મનુષ્ય આ દેહ મળ્યો, માટે સફળ કરો અવતાર. … આ અવસર..

મારું તારું તું કરે, તેમાં સરે ન તારું કાજ,
સેવા કર તું શામળીયાની, જેથી રહે તુજ લાજ. . … આ અવસર..

કામ-ક્રોધમાં લપટાવાથી વણસે તારું કામ,
મોહ લોભથી છુટવા, તું તો લેજે હરીનું નામ. . … આ અવસર..

શીયાળ કેરી સો યુક્તીમાં, કામ ન લાગી એક,
એક યુક્તીથી આપે તરાશે, જેમ માંજારી કેરી ટેક. . … આ અવસર..

તુલસીએ તો પ્રેમમાં, ઝાલ્યો રામનો હાથ,
દ્રઢ નીશ્ચયને કારણે, કૃષ્ણ બન્યા રઘુનાથ. . … આ અવસર..

કાચબો – કાચબી ચઢ્યાં અગ્ની પર, પ્રભુમાં દ્રઢ વીશ્વાસ
અઢળક મેઘવૃષ્ટી કરી, તેની પ્રભુએ પુરી આશ. . … આ અવસર..

મુળજી મન નીશ્ચય કરી, લેજે પ્રભુનું નામ,
લાજ સોંપજે શામળીયાને, પછી તારે બીજું શું કામ? . … આ અવસર..