વ્હાલા શ્યામ મુરારી રે! આંગણે આવો
હું દર્શનનો ભીખારી રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…
આ દેહનગરની મધ્યે, મનડાની મારી શેરી,
એ શેરી છે અનેરી રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…
મનડાની શેરી મધ્યે, મંદીર મારું આવ્યું,
મેં બહુ બહુ તો શણગાર્યું રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…
આ ગરીબની ઝુંપલડી, વ્હાલીડા પાવન કરજો,
પાવલીયાં ત્યાં તો ધરજો રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…
‘પુનીત’ તારે ચરણે, પુનીત મંદીર થાશે,
ને ન્યાલ ‘ પુનીત’ થઈ જાશે રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…
- સંત ‘પુનીત’ મહારાજ
‘પુનીત’ તારે ચરણે, પુનીત મંદીર થાશે,
ને ન્યાલ ‘ પુનીત’ થઈ જાશે રે! આંગણે આવો.
સંત ‘પુનીત’ મહારાજ can invite and Shyam-Murari DO
visit too.
ONE HAS TO HAVE A PURE HEART AND ACTION LIKE
SAINT”PUNIT”MAHATAJ TO GIVE SUCH BHAJANS.