મનવા કહું છું વારંવાર, આ તો સપનું છે સંસાર
ભવસાગરને તરવા કાજે મળ્યો મનુષ્ય અવતાર
પણ માયામાં તું લપટાયો ભૂલી ગયો કિરતાર ….. મનવા..
માત તાત તુજ સાથ ન આવે ના’વે કુટુમ્બ પરિવાર
ધન દોલત ને માલ ખજાના ઉતાર્શે નહિ પાર. ….. મનવા..
મોટા મહેલ ઝરુખા તારા પલંગ હિંડોળા ખાટ
અંતકાળના સમયે તુજને બતાવ્શે ના વાટ. ….. મનવા..
ભવસાગરને તરવા કાજે લેજે હરિનું નામ
પ્રેમ ધરીને પ્રભુને ભજતાં સરશે તારું કામ. ….. મનવા..
નામ તણું તું નાણું ભરજે ધ્યાન કુટુમ્બ પરિવાર
મન મંદિરને મહેલ બનાવો સ્મરણ તણો શણગાર. ….. મનવા..
‘મુળજી’ મનમાં હર્ષ ધરીને શોધી લેજે નાથ
અંતકાળના સમયે તારો પ્રભુજી ઝાલે હાથ. ….. મનવા..
મનવા કહું છું વારંવાર, આ તો સપનું છે સંસાર,
ભવસાગરને તરવા કાજે મળ્યો મનુષ્ય અવતાર.
POET KNOWS AND REMINDS ALL THE FACT OF LIFE.
THANKS,I LIVED AND LEARN FROM MY PARENTS
THE TRUTH OF LIFE IN EARLY CHILDHOOD.
મનવા કહું છું વારંવાર, આ તો સપનું છે સંસાર
ભવસાગરને તરવા કાજે મળ્યો મનુષ્ય અવતાર
ભવસાગરને તરવા કાજે લેજે હરિનું નામ
પ્રેમ ધરીને પ્રભુને ભજતાં સરશે તારું કામ. ….. મનવા..
સનાતન સત્ય …પ્રભુ કૃપા વિના થાય નહી બેડો પાર…!