પ્રભુ વસે ઘટમાંહી રે, શાને શોધો બા’ર ફરી,
કહું છું હું તો સાચું રે, ખોળો તેનું ધ્યાન ધરી. …. પ્રભુ
કામ, ક્રોધ માયા ને મમતા રખડાવે બા’ર,
જો તેને કબજે રાખો તો પ્રભુ મળે નિર્ધાર. . …. પ્રભુ
કામરાજને કેદ કરો તો ક્રોધ જશે જ ધરાર
માયા મમતા મરશે ત્યારે નહિ લાગે કોઈવાર. . …. પ્રભુ
પ્રભુ મેળવવા સહેલ નથી એ મરજીવાનાં કામ,
પ્રભુ મેળવવા દિલ ચાહે તો હૃદયે રાખો રામ. . …. પ્રભુ
અનેક ભક્તો પ્રભુએ તાર્યા, રાખ્યા નિજની પાસ,
’મુળજી’ને તું તારજે તે દાસ તણો છે દાસ. . …. પ્રભુ
DEAR “BHAI”AND “BEN” HAS TOUGHT
FROM MY EARLY CHILDHOOD AS I REMEMBEED AND HOW TRUE THEY HAVE TOUGHT IS FELT ALWAYS IN MY HEART
પ્રભુ વસે ઘટમાંહી રે, શાને શોધો બા’ર ફરી,
કહું છું હું તો સાચું રે, ખોળો તેનું ધ્યાન ધરી.
THE CHILDRENS.GRAND CHILDRENS AND GREAT GRAND CHILDRENS OF BA SHARADA AND DADAJI ARE SAYING
WE LOVE YOU …..AND “JAI RAMA JI KI”