તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

નાગર નંદજીના લાલ… – નરસિંહ મહેતા October 16, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 3:16 am

નાગર નંદજીના લાલ… – નરસિંહ મહેતા

Posted on October 13th, 2007 by Jayshree.
Categories: હરીન્દ્ર દવે, ટહુકો, નરસિંહ મહેતા, નીનુ મઝુમદાર, કૃષ્ણગીત, કૌમુદી મુનશી.

આ નવરાત્રી શરૂ થઇ, અને ગરબા – રાસની મૌસમ આવી. અને જ્યાં રાસની વાત થતી હોય, ત્યાં રાધા-કૃષ્ણનો રાસ યાદ કર્યા વગર કેમ રહી જવાય ?

આ ગીતની એક તો ખાસિયત કવિ શ્રી હરીન્દ્ર દવેના અવાજમાં આ ગીતનો આસ્વાદ.. જાણે કે એમની સાથે સાથે આપણે પણ કૃષ્ણ-રાધાનો રાસ જોવા પહોંચી જઇએ…!!

અને ગીતને સ્વર આપ્યો છે ગુજરાતી સંગીતના Legendary ગાયિકા – કૌમુદી મુનશી એ. કૌમુદીબેનના હજુ તો ઘણા ગીતો આપણે સાંભળવાના છે..  આજે શરૂઆત કરીએ આ રાધાગીતથી.
સંગીત : નિનુ મઝુમદાર
સ્વર : કૌમુદી મુનશી
આસ્વાદ : હરીન્દ્ર દવે

raas_leela_pb39.jpg

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
.. નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા.
.. નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
.. નાગર નંદજીના લાલ !

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
.. નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર.
.. નાગર નંદજીના લાલ !

 

One Response to “નાગર નંદજીના લાલ… – નરસિંહ મહેતા”

  1. THE TRIVEDIS WISH TO THANKS TO YOU JAISHREE,
    ONE HAS TO BE BHAKTA AS NARASIGH !!!
    WHEN YOU LISTEN THIS THE LOVER WILL BE IN TEARS.


Leave a Reply