તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

મારો રણછોડીયો – સંત ‘ પુનીત’ November 10, 2007

Filed under: સંત પુનીત — સુરેશ @ 1:00 am

સઘળું સંભાળતો હો, મારો રણછોડીયો,
દયા દર્શાવતો હો, મારો રણછોડીયો.

ડગલું ચાલું ને મારો રણછોડ છે સાથમાં,
સાથે સાથે ચાલતો હો, મારો રણછોડીયો.

ભુલ કરું ત્યારે બુદ્ધીને ફેરવે,
રસ્તો દેખાડતો હો, મારો રણછોડીયો.

મનની મુંઝવણમાં આંખ થાય આંધળી,
હાથને એ ઝાલતો હો, મારો રણછોડીયો.

ચાલી ચલાવે મને ‘પુનીત’ પંથમાં,
ઠેકાણે લાવતો હો, મારો રણછોડીયો.

- સંત ‘ પુનીત’

 

One Response to “મારો રણછોડીયો – સંત ‘ પુનીત’”

  1. ભુલ કરું ત્યારે બુદ્ધીને ફેરવે,

    રસ્તો દેખાડતો હો, મારો રણછોડીયો.

    મનની મુંઝવણમાં આંખ થાય આંધળી,

    હાથને એ ઝાલતો હો, મારો રણછોડીયો.

    LET ME HAVE THE FAITH,
    SANT PUNIT DID NOT WRITE BUT KEPT THE FAITH WHICH MADE HIM THE GUIDING LIGHT FOR MANY IN GUJARAT AND GUJARATI ALL OVER THE GLOBE.


Leave a Reply