તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

પાસપાસે તોય – માધવ રામાનુજ (Madhav Ramanuj) November 19, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 4:04 am

પાસપાસે તોય – માધવ રામાનુજ (Madhav Ramanuj)

પાસપાસે તોય

પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દ્ હાડે સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે સમણાંનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

માધવ રામાનુજ
અમર ગીતો
( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર
સંપાદન: ચંદ્રકાન્ત શેઠ
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની
Web: www.rrsheth.com

 

One Response to “પાસપાસે તોય – માધવ રામાનુજ (Madhav Ramanuj)”

  1. ONE WHO WISH TO LISTEN THIS MOVING SONG, WE NEED INTHE DUET – VIBHABEN AND RASBHAI DESAI…..


Leave a Reply