તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

ZAGMAGTA TAARLAA…. December 15, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 11:40 pm

November 23, 2007

..*.. Zagmagta taarlaa ..*..

ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો, સોના રૂપાની હવેલી હોજો…!

અમે અમારાં રણછોડજીને કેસરથી પૂજીશું, કેસર ના મળે ચંદનથી પૂજીશું, ચંદન થી સુંદર કસ્તૂરી હોજો..!

અમે અમારાં કાંનજીને ફૂલડાંથી સજાવીશું, ફૂલડાં ના મળે તો અમે કળીઓથી સજાવીશું, કળીઓ થી સુંદર તુલસી હોજો..!

અમે અમારાં શામળીયા ને સોનાથી સજાવીશું, સોનું ના મળે તો અમે રૂપાથી સજાવીશું, રૂપા થી સુંદર હિરલાં હોજો..!

અમે અમારા માધવ ને મંદિર માં પધરાવિશુ, મંદિર ના મળે તો અમે મનડામાં સજાવીશું, મનડા થી સુંદર ભાવ મારાં હોજો..!

ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો સોના રૂપાની હવેલી હોજો…!

 

One Response to “ZAGMAGTA TAARLAA….”

  1. મગજના ડોક્ટર Says:

    DEAR CHATU!

    YOU ARE BRINGING VAISNAV LIFE TO GATHER.KEEP IT UP YOUR DEVOTION.

    “TULSIDAL”

Leave a Reply