*** કહે છે કે શ્રીજી ને મેળવવા આસાન નથી …જો આપણા કર્મો ની અંતરાય હોય તો એને લીધે પ્રભુ સુધી આપણી પ્રાર્થના જલદી પહોંચતી નથી, અને જેમનો પુણ્યોદય થયો હોય એમની પ્રાર્થના તરત પહોંચે છે…અને એ ભક્ત ને પ્રભુ દર્શન આપવા જરૂર પધારે છે ….તેથી એ ભક્તો જોડે સત્સંગ કરવાથી આપણે પણ પ્રભુ ને પામી શકીએ છીએ. શ્રીજી ને પામવા માટે સત્સંગ જ એક સહેલો ને સરળ ઊપાય છે… જ્યાં શ્રીજી ને વહાલા ભક્તો હોય ત્યાં પ્રભુ નિશ્ચિત હાજર રહે છે..!
..*.. Hari om namo narayana..*.. February 25, 2008
..*.. Hari om namo narayana..*..

…….આ ભજન સાંભળી ને નાથદ્વારા યાદ આવી જાય છે…જાણે કે શ્રીજી ની ઝાંખી કરવા હવેલી તરફ જઈ રહ્યા હોઇએ અને આ કર્ણપ્રિય ભજન નો નાદ પરોઢ નાં પવિત્ર વાતાવરણ માં રેલાઈ ને ગુંજી રહ્યો છે..!……આ ભજન સાંભળી ને મન – હ્રદય ભક્તિ રસ માં ભાવ વિભોર બની જાય છે..!
તરણા ઓથે ડુંગર રે – ધીરો February 13, 2008
તરણા ઓથે ડુંગર રે – ધીરો
અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી.
સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન્ ,
તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી.
તરણા ઓથે ડુંગર રે….
કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,
અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુધ્ધિ થાકી રહે તહીં.
તરણા ઓથે ડુંગર રે….
મનપવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ,
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપૂરણ, જેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહીં કો ઠાલો રે, એક અણુમાત્ર કહીં;
તરણા ઓથે ડુંગર રે….
સદ્ ગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે? પોતે પોતાની પાસ;
દાસ ‘ધીરો’ કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તું હિ તું હિ.
તરણા ઓથે ડુંગર રે….
- ધીરો
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી- Nishkulanand. February 12, 2008
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી? — ત્યાગ..
વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી;
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી. ? — ત્યાગ..
કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી;
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી. ? — ત્યાગ..
ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી;
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય આકાર જી. — ત્યાગ..
ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી;
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી. — ત્યાગ..
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી;
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી— ત્યાગ..
ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી,
ગયું ધૃત –મહી – માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી. — ત્યાગ..
પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી;
નિષ્કુળાનંદ એ નરનો, વનસમજ્યો વૈરાગ જી. — ત્યાગ..
- નિષ્કુળાનંદ ( જીવનઝાંખી)
અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રીહરિ…. February 11, 2008
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તુ, તેજમાં તત્વ તુ,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …
પવન તુ, પાણી તુ, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …
વેદ તો એમ વદે શ્રુતી-સ્મૃતી સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા,
અંતે તો હેમનું હેમ હોયે… અખિલ બ્રહ્માંડમાં…
વૃક્ષમાં બીજ તુ, બીજમાં વૃક્ષ્ર તુ,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે… અખિલ બ્રહ્માંડમાં…
– નરસિંહ મહેતા
કૃષ્ણપ્રભુ કર્મયોગી February 10, 2008
કૃષ્ણપ્રભુ કર્મયોગી
Posted by Dr Jagdip Upadhyaya on June 1, 2007
“કૃષ્ણ એટલે….”, પ્રસ્તાવના : પ્રવક્તા ડો .જગદીપ ઉપાધ્યાય. સાંભળવા અહીં ક્લિક કરશો. |
| Krishna etle.wav |

કૃષ્ણપ્રભુ કર્મયોગી
કૃષ્ણપ્રભુ કર્મયોગી
તમે પ્રેમ કેરા પૂર્ણ અવતાર રે …. કૃષ્ણપ્રભુ કર્મયોગી
તમે કર્મમાં કરાવ્યો અધિકાર રે……. કૃષ્ણપ્રભુ કર્મયોગી
જૂદાં છતાં જોગવ્યો વહેવાર રે……. કૃષ્ણપ્રભુ કર્મયોગી
તમે જળ પર કમળ આકાર રે…… કૃષ્ણપ્રભુ કર્મયોગી
ગાયો ચારી ગામ ગોંદરે …. વળી પૂજા કરી પરિવાર રે
નંદજીની ધેનુ ચારવા રે, બની બેઠાં આપ ગોપાળ રે.. કૃષ્ણપ્રભુ કર્મયોગી
મથુરામાં મારી કંસને કીધો ઉગ્રસેનને ભૂપ
માતપિતાના બંધન છોડાવીયાં રે તમે જેલખાનું કર્યું તીરથરુપ રે… કૃષ્ણપ્રભુ કર્મયોગી
ગુરુને ત્યાં ભણવાં ગયાં ને સેવ્યા ગુરુના ચરણ
લાકડાનાં ભારાં લેવા જઇને તમે શીખવાડ્યો ‘ગુરુસેવા ધર્મ’ રે…. કૃષ્ણપ્રભુ કર્મયોગી
ગરીબ સુદામા મિત્રને રે કર્યો પોતાના કરતા સવાઇ
અજાચક વ્રત એનું જાળવ્યું રે તમે બાંધી બતાવી મિત્રાઇ રે …. કૃષ્ણપ્રભુ કર્મયોગી
પાંડવ કોરવના યુધ્ધમાં તમે હાંક્યો અર્જુન રથ રે
હાથમાં હથિયાર લીધાં વિનાં રે તમે જીતાડ્યો મહાજંગ રે….. કૃષ્ણપ્રભુ કર્મયોગી
યુધિષ્ઠિરે યજ્ઞ આદર્યો ને જમાડ્યાં આઠે વર્ણ
એઠાં પતરાળાં ઉપાડીને રે તમે શીખવ્યો સાચો સેવા ધર્મ રે….. કૃષ્ણપ્રભુ કર્મયોગી
ગીતા ગાયનાં જ્ઞાન દોહીને તમે પીધાં પાયાં અમૃત
વનીવેણું વગાડી મન રીઝવ્યાં રે તમે વંદનીય છો ભગવાન રે…. કૃષ્ણપ્રભુ કર્મયોગી
શબ્દરચના અને સંગીત : રવિ ઉપાધ્યાય
Posted in ગીત – કૃષ્ણભક્તિ | No Comments
इश्वर सत्य है ….. February 9, 2008
इश्वर सत्य है
सत्य ही शिव है
शिव ही सुन्दर है
जागो उठ कर देखो
जीवन ज्योत उजागर हैसत्यम शिवम सुन्दरम – २
इश्वर सत्य है
सत्य ही शिव है
शिव ही सुन्दर है
सत्यम शिवम सुन्दरम – २
राम अवध में काशी में शिव कांहा वर्इन्दवन में
दया करो प्रभू देखूँ इन को – २
हर घर के आँगन में
राधा मोहन शरणम
सत्यम शिवम सुन्दरम – २
एक सूर्या है एक गगन है एक ही धरती माता
दया करो प्रभू एक बनें सब
सब का एक से नाता
राधा मोहन शरणम
सत्यम शिवम सुन्दरम – २
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । February 9, 2008
-
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शांतिः शांतिः शांतिः ॥ૐ, પરમાત્મા સર્વપ્રકારે પૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. એ પૂર્ણ પરમાત્માથી જ આ પૂર્ણ જગત ઉત્પન્ન થાય છે. પૂર્ણના પૂર્ણને લઇ લેવાથી પૂર્ણ જ બાકી રહે છે.
ૐ શાંતિ શાંતિ શાંતિ
ईश्वर February 8, 2008
ईश्वर
From सर्वज्ञ
ईश प्राप्ति (शांति) के लिए अंतःकरण शुद्ध होना चाहिए |
– रविदास
ईश्वर के हाथ देने के लिए खुले हैं. लेने के लिए तुम्हें प्रयत्न करना होगा |
– गुरु नानक देव
रहिमन बहु भेषज करत ,
ब्याधि न छाडत साथ ।
खग मृग बसत अरोग बन ,
हरि अनाथ के नाथ ॥
अजगर करैं न चाकरी, पंछी करैं न काम।
दास मलूका कहि गये सब के दाता राम।। —– सन्त मलूकदास
સમજણ વિના રે સુખ નહીં જંતને રે- February 6, 2008
વસ્તુગતિ કેમ કરી ઓળખય ?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..
રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,
અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;
રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,
થનાર હોય તે સહેજે થાય.. સમજણ..
જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;
પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ..
પારસમણિ વિના રે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..
દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,
એને લઈ રૂમાં જો અલપાય;
એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય. સમજણ..
જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણીરહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર. સમજણ..
— અખો
