તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

હાં રે અમે ગ્યાં’તાં….Kavi ‘Sundaram’ March 24, 2008

Filed under: GUJARATI GEET — dhavalrajgeera @ 11:39 am
હાં  રે  અમે  ગ્યાં’તાં
હો   રંગના   ઓવારે
કે  તેજ   ના  ફુવારે,
અનંતના        આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં  રે  અમે   ઊડયાં
હો   મોરલાના ગાણે,
કે  વાયરાના વહાણે,
આશાના      સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં   રે  અમે  થંભ્યાં
હો   મહેલના કિનારે
પંખીના        ઉતારે,
કે    ડુંગરાની   ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં  રે  અમે પહોંચ્યાં
હો   આભલાને  આરે,
કે   પૃથ્વીની   પાળે,
પાણીના      પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં    રે  અમે  નાહ્યાં
હો   રંગના   ઓવારે,
કે    તેજના    ફુવારે,
કુંકુમના         ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં   રે   અમે પોઢયાં
છલકંતી        છોળે,
દરિયાને      હિંડોળે,
ગગનને        ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં    રે  અમે જાગ્યાં
ગુલાલ    ભરી ગાલે,
ચંદન   ધરી   ભાલે,
રંગાયા       ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં   રે  અમે  નાચ્યાં
તારાના        તરંગે,
રઢિયાળા        રંગે,
આનંદના     અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

- સુન્દરમ્

સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ટ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ બાળકોનું ‘મેઘદૂત’ છે.

 

One Response to “હાં રે અમે ગ્યાં’તાં….Kavi ‘Sundaram’”

  1. Dear vivek,

    i did visit twice as late shri kavi ‘Sundarm’ wrote in this poem.
    february21 and 29,2008 were the days!
    thanks to all that God and prayers kept me connected with this world.

    Rajendra
    http://www.yogaeast.net
    http://www.bpaindia.org


Leave a Reply