શામાટે વેદનો અભ્યાસ————–
March 27, 2008 by pravinash1
વેદ આપણા જ્ઞાનમાં વૃધ્ધિ કરે છે. આપણે કોણ છીએ તેનૉ પ્રતીતિ કરાવે
છે. તેના અભ્યાસથી અંતરમા શાંતિ અને આનંદ પ્રવર્તે છે. વેદાંતના પઠનથી
જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય છે. વેદનો અભ્યાસ સફળતા અને પ્રગતિને
પંથે પ્રયાણ કરાવે છે. એ બંનેના સમન્વયથી આપણી ભૌતિક અને આધ્યાત્મિક
ભૂખ સંતોષાય છે.
વેદાંતનો અભ્યાસ એટલે પધ્ધતિસર જીવન જીવવાનો સફળ પ્રયાસ. “હું”
કોણ? એ પ્રશ્નનો ઉત્તર વેદાંત આપે છે. વેદે તેની છણાવટ કરી આપણી સમક્ષ
પૂરાવા સાથે દર્શાવ્યું છે. સુખ , શાંતિ અને આનંદના ત્રિવેણી સંગમમા વેદ
આપણને સ્નાન કરાવી શુધ્ધ બનાવે છે. વેદ વિચારોને પ્રેરે છે. પોતાની
જાતનું પૃથક્કરણ કરી તેને જાણવી અને શુધ્ધ કરવામા વેદનો અભ્યાસ સહાય
કરે છે. વેદા વૈજ્ઞાનિક પધ્ધતિથી આપણને ધર્મ વિષે ઉંડુ જ્ઞાન આપે છે.
‘વેદ’ની સાર્થકતા ખુદ વેદ છે. વેદનો અભ્યાસ જીવન જીવવા માટે અતિ
આવશ્યક છે.
વેદ અને શાસ્ત્રનો ઉંડો અભ્યાસ કદાચ કંટાળા જનક લાગે. કિંતુ વેદનો
સારાંશ ‘વેદાંત’ સંક્ષિપ્તમાં ખૂબ ચીવટથી આપણને સમજાવવામા સફળ થયું
છે. ઝીણવટપૂર્વકનું તેનું અવલોકન જીવન જીવવાનો રાહ બતાવે છે.િ ચાર
કરવો, પણ કઈ રીતે , કઈ દિશામા તે માર્ગદર્શન વેદાંત પૂરુ પાડે છે. એ
એક કળા છે. પાયા વગરના ઉપદેશ અને સિધ્ધાંતો પામેલ માનવી દિશા
ભૂલી જ્યાં ત્યાં ગોથા ખાય છે.
આજે આટલું બસ. તમારા અભિપ્રાય મોકલશો. હવે પછી કાલે મળીશું———-
“TULSIDAL” and Trivedi Parivar thanks and welcome in the family.
We need to be and live with our vedic teaching and wisdom.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
Trivedi Parivar