DULA BHAYA ‘KAAG’ April 22, 2008
તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે,
બને તો થોડું…કાપજે રે જી…
માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…આપજે રે…જી…
કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો…આપજે રે…જી…
વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો…આપજે રે…જી…
‘કાગ’ એને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે….,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો…આપજે રે…જી…
- દુલા ભાયા ‘કાગ’ - Dula bhaya ‘Kaag’
( ભાવનગરના મહુવા પાસે મજાદર ગામમાં 25 નવેમ્બર 1902ના રોજ દુલા કાગનો જન્મ થયો હતો. માત્ર પાંચ ચોપડી ભણેલા દુલાકાગ રચિત ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ ,દુહા-મુક્તક, ભજન, પ્રાર્થના, જેવા સ્વરૂપોમાં જીવી રહ્યાં છે )
Tulsidal has always enjoyed in Amadavad
live voice Of Dula Kaag! and tears in listeners!
He is alive in our heart.
I have also put one of his bhajan on rankaar today. All his bhajans are touching. Listen to all his bhajans on rankaar here: http://rankaar.com/?cat=55
સુંદર કાવ્ય
જ્યારે પણ વાંચીએ-ગાઈએ આનંદ.
મજાદરમા દુલા કાગનો જન્મપાંચ ચોપડી ભણેલા રચિત‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ -પદ,દુહા-મુક્તક,ભજન,પ્રાર્થના,જેવા સ્વરૂપોમાં જીવી રહ્યાં છે.