તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

Suvichar-Gandhiji July 24, 2008

Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 4:38 pm

આજનો સુવીચાર

સતત વીકસતા અને સાચી દીશામાં બદલતા રહો.

સતત વીકાસ એ જીવનનો નીયમ છે. 
જે માણસ પોતે અવીચળ અને તાર્કીક છે,
તેમ બતાવવા માટે
પોતાની જડ માન્યતાઓને વળગી રહેવા પ્રયત્ન કરે છે;
તે પોતાની જાતને જુઠી જગ્યાએ બેસાડેલી જ રાખે છે.

વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર – 9

સંવાદીતાવાળા થાઓ, આધારપાત્ર થાઓ, તમારી જાતને વફાદાર રહો

તમે જેમ વીચારતા હો,
તેમ જ બોલો
અને તેમજ કામ કરો. આમ એકવાક્યતા અને સંવાદીતાથી જીવવામાં જ
જીવનનો સાચો આનંદ છે.
તમારા વીચારોને સતત
શુધ્ધ બનાવતા રહેવાનું ધ્યેય રાખો,
અને બધું બરાબર આવી રહેશે.      

 

વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર

માણસોમાં રહેલી સારપને જુઓ અને તેમને મદદ કરો.

હું માણસોના સારા ગુણો જ જોઉં છું.
હું પોતે દોશોથી પર નથી,
માટે બીજાના દોશો જોવાનું વીચારી ન શકું.

વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર

સાતત્ય જાળવી રાખો.

પહેલાં એ લોકો તમારી ઉપેક્ષા કરશે,
પછી તમને હસશે.
પછી તમારી સાથે લડશે.
પછી તમે જીતશો.

             વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર.

 દરેક જણ એ માનવ છે. ‘

     હું એ કબુલ કરું છું કે, હું એક સાવ સામાન્ય માણસ છું, અને કોઈ પણ જીવીત માણસની જેમ મારી પણ ભુલ થઈ શકે છે. પરંતુ, મારી ભુલ કબુલ કરવા જેટલી નમ્રતા, અને ખોટે રસ્તેથી મારાં પગલાં પાછાં માંડવાની હીમ્મત મારામાં હોવાં જોઈએ.

 ” Everyone is human. “I claim to be a simple individual liable to err like any other fellow mortal… I own, however, that I have humility enough to confess my errors and to retrace my steps.”

             વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર

‘ આ ક્ષણનો પુરો ઉપયોગ કરો.’

     હું ભવીશ્યની કલ્પના કરવા નથી માંગતો. મને તો આ ઘડીની જરુરીયાત સમજવાની વધારે પડી છે. આ પછીની ઘડીમાં શું થવાનું છે, તેની ઉપર મને કોઈ નીયમન પરમાત્માએ આપ્યું નથી.

 Take care of this moment. “I do not want to foresee the future. I am concerned with taking care of the present. God has given me no control over the moment following.”

              વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર

‘ કામ કર્યા વગર તમે ક્યાંય પહોંચી ન શકો.’

આચરણનો એક ઔંસ ઉપદેશોના અનેક ટન કરતાં વધારે અસરકારક છે.

              વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર

‘ માફ કરો અને જવા દો. ‘

      જે નબળા છે, તે કદી માફ કરી શકતા નથી. ક્ષમા એ વીરનું ભુશણ છે. આંખની સામે આંખ લેવાની વ્રુત્તીએ વીશ્વને અંધ બનાવી દીધું છે.

           વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર 

                    “તમારી જાતના માલીક તમે છો.”

તમારી પરવાનગી વગર કોઈ તમને હાની પહોંચાડી ન શકે.  

              વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર 

 ’તમારી જાતને બદલો.’

     તમે જગતને જે બનેલું જોવા માંગતા હો તે તમારે બનવું પડે. માનવ તરીકે આપણી મહાનતા જગતને નવો ઘાટ આપવામાં નથી. એ તો આપણી પોતાની જાતને નવા ઘાટમાં ઘડવામાં છે. 

 

 

4 Responses to “Suvichar-Gandhiji”

  1. Thanks to Bhai Suresh,

    I think,few of us in the world will live like our father of the Nation-try to follow Bapuji’s living and his life.

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  2. સુરેશ જાની Says:

    ભાઈ રાજેન્દ્ર,
    મને એક સદવીચાર આવે છે. આ સુવીચારોની અને તુલસીદલ પરનાં ભજનોની એમ બે ઈ-ચોપડી બનાવી હોય તો?
    તું જો બધું કોપી / પેસ્ટ કરી આપે ( વર્ડ ફાઈલમાં) તો હું એને એડીટ કરી સરસ પુસ્તક બનાવું.
    આપણે એ ચોપડી પી.ડી.એફ માં પણ મુકીશું, જેથી બધે તે વાંચી શકાય.

  3. Dear Bhai Suresh,

    Let us Start and we will give others who wants change in the life we have in this time on the earth!
    Regards

    Tulsidal and Trivedi Parivar

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  4. NIKHIL KHARVA Says:

    I Like Suvichar of Mahatma Gandhiji, Sankalit etc.

    I LIKE To Say About u Reading is My Hobby, So Plz Send e-mail About Suvichar..

    Thanks, FROM : NIKHIL KHARVA, VADODARA.


Leave a Reply