તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

ભગવદગીતા એટલે…//સુરેશ દલાલ December 7, 2008

Filed under: Thinking -Faith and God — dhavalrajgeera @ 12:08 am

ભગવદગીતા એટલે…//સુરેશ દલાલ

 

અધ્યાય બીજો //મનુષ્યજીવનની આચારસંહિતા

ભાગ: ત્રણ

 

અહીં મને રામનારાયણ પાઠકની પંક્તિ યાદ આવે છે:

લલાટ લખ્યું તે જ ને, સહવું તો સદા છે જ ને !

તથાપિ સહુ ભૂતના હૃદયમાં, ન તો દે કદી.

વિપત્તિ અદકેરી આ હૃદયની જ ગુંજાશથી !

 

ખરે ! તુજ કૃપા અસીમ સૂણું છું, હું માનુંય છું,

ન લેશ પણ છે મળી, જીવનમાં મને એહ છે

 

મહાન જગ કોયડો, અમ ગરીબની તો સદા

 ભર્યા સભર સાગરે સતત નાવડી જો બળે !

 

છતાં કદી મનુષ્યના દિલની હાય તું સાંભળે,  07.41

કરે બસ તું આટલું દુઃખ અસહ્ય દેતાંય તે,

અમો ગરીબનું લૂંટી બધું અહીંથી લેતાંય તે,

 

જિવાયું ન જિવાયું ધ્યેય હજી જિંદગીનું પળે,

દીઠું ન દીઠું ત્યાં, ઝૂંટી કદી દુશ્મનોનુંય લે.

માની લે કે તું યુધ્ધમાં હણાયો તોપણ શું?યોધ્ધાઓ માટે યુધ્ધ્ભૂમિ પર હણાવું એ મહાન ઘટના છે. વીરને શોભે એવી ઘટના છે. અને જે યુધ્ધ્ભૂમિ પર હણાય છે તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. માની લો કે તું જીતી ગયો તોપણ તું આ પૃથ્વીને ભોગવવાને લાયક થશે.કારણ કે તું જે ભોગવશે તેમાં તારા પુરૂષાર્થનો નકશો છે. અત્યાર સુધી તું ઘણી અવઢવમાં રહ્યો, પણ તું કૃતનિશ્ચ્યી થઇને યુધ્ધ માટે ઊભો થા. આપણે અહીં જોઇ શકીએ છીએ કે કૃષ્ણ જુદી જુદી રીતે ભાંગી પડેલા અર્જુનના સંકલ્પને દૃઢ કરવા હૂંફાળી વાણીથી અને અનેક પ્રકારની મનોબધ્ધ દલીલથી અર્જુનને વળગેલા વિષાદને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આપણા અપભ્રંશ સાહિત્યમાં યોધ્ધો કેવો હોય અને ક્ષત્રિયાણીનો પતિ કેવો હોય એનું એક ઉત્તમ મુક્તક રામનારાયણ પાઠકના અનુવાદમાં છે:

 

આંતરડું વળ્ગ્યું પગે, શિર ખસ્યું છે સ્કંધ,

તોયે હાથ કટારીએ વારી જાઉં એ કંથ.

 

રણમાં આવું મરણ એ વીરનું પરમ સૌભાગ્ય.કૃષ્ણે બહુ મોટી વાત કરી છે. આપણે પણ એક ક્ષણ વિચારીએ કે ખરેખર જો અર્જુન યુધ્ધ્ભૂમિમાંથી પાછો વળી જાય તો આપણને અર્જુન માટે માન રહે ખરું? જે માણસનો નિશ્ચય દૃઢ એ માણસ યુધ્ધ પહેલાં પણ યુધ્ધ જીતી જાય છે. નબળા મનનો માણસ યુધ્ધ પહેલાં પણ યુધ્ધ હારી જાય છે. કૃષ્ણ નથી ઇચ્છતા કે હું કહું એટલે અર્જુન લડે.લડવાનું અર્જુને છે અને જો એ સંકલ્પ વિના વિકલ્પોની સાથે નબળા મનથી લડે તો એમાં નથી અર્જુનનું ગૌરવ,નથી કૃષ્ણની વાણીનું ગૌરવ કે નથી યુધ્ધ્નું ગૌરવ. જે માણસ પોતાના પ્રયોજનમાં સ્પષ્ટ અને સ્વચ્છ છે, એને માટે પુણ્ય નજીક છે.અને પાપ દૂર છે. યુધ્ધ ક્યા હેતુથી અને કોના હિતમાં થઇ રહ્યું છે એ મહત્ત્વનું છે. આમાં મમત્વની વાત નથી, સમત્વની વાત છે. સહજ માણસ જે કંઇ કરે, યુધ્ધ હોય કે અન્ય કોઇ પ્રવૃત્તિ હોય પણ એની વૃત્તિએની પ્રકૃતિ સાફ હોવી જોઇએ; ગણિત અને ગણતરી ન હોવાં જોઇએ. સુખદુઃખ, લાભહાનિ, જયપરાજયના હાંસિયા ન હોવા જોઇએ. જે કોઇ દ્વંદ્વ હોય એને સમાનભાવે જોવાં જોઇએ.યુધ્ધ કરવાનું છે, મનની પૂરેપૂરી સમજણથી કરવાનું છે.સુખદુઃખને આઘાં કરીને, લાભહાનિની વાતને બાજુ પર મૂકીને, જયપરાજયની  ચિંતા વિના આ બધા પ્રત્યે સમદૃષ્ટિ રાખીને યુધ્ધ કરવાનું છે. મનની આ સહજ કે મેળવેલી કે કેળવેલી સમજણ હોય તો કોઇપણ કર્મ ધર્મ થઇ જાય છે અને કોઇ પણ યુધ્ધ ધર્મયુધ્ધ થઇ જાય છે. મા જે રીતે બાળકને ધીમે ધીમે ચાલતાં શીખવે એ રીતે કૃષ્ણ જ્ઞાનયુક્ત વાતોનાં એક પછી એક પગથિયાં ગોઠવીને એક એક પગથિયે અર્જુનને ભીતરનો વિસામો આપતાં આપતાં એના અપંગ મનની માવજત અને સારવાર કરે છે.

અર્જુનના મનોરોગનું મનોયોગમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરે છે. કહેવાય છે કે, પારસમણિના સ્પર્શે લોઢું સોનું થાય છે.પારસમણિ મહત્ત્વનો છે જ પણ સામે લોઢું હોવું જોઇએ. અને અહીં ભલે અત્યારે ભાંગી પડેલો પણ મૂળે તો પોલાદી અર્જુનછે જ. અર્જુન અને કૃષ્ણ નો આ સંવાદ એક રીતે લોઢું અને પારસમણિ છે,. આ અધ્યાયને સાંખ્યયોગ નામ આપ્યું છે. કૃષ્ણ અર્જુનને પહેલાં તો એ વિષાદમાં ફસાયો છે એનાથી એને સભાન કરે છે અને કહે છે કે જ્ઞાનથીસ્વજ્ઞાનથી વિષાદને ટાળી શકાય. એને ઓળંગી શકાય. માણસ કોઇકના કહેવાથી પોતાના વિષાદને ઓળખે અને તે ઉપરાંત આપમેળે પણ પોતાના વિષાદને ઓળખે તો પોતે જ પોતાનો પરિચય પામે. માણસે પોતાનો પરિચય અન્યના સાન્નિધ્યમાં પણ પામવાનો છે. કૃષ્ણ જ્ઞાનના કિરણથી અર્જુનની વિષાદની ગલીઓમાં અજવાળું પાથરે છે એટલે જ આ અધ્યાય સાંખ્યયોગ, જ્ઞાનયોગ તરીકે ઓળખાય છે. જ્ઞાન એ પડીકામાં બાંધીને આપવાની વસ્તુ નથી. જ્ઞાનની વાતો એ ખુલ્લા મને સ્વીકારવાની છે.વિષાદને કારણે જેમ અર્જુનને શરીરકંપ થયો છે.તેમ મનોકંપ પણ થયો છે.નર્યો અજંપો છે એના જીવને. અર્જુનનું મન સંકોચાઇઅ ગયું છે. આ જ્ઞાન દ્વારા કોચવાયેલા અને સંકોચાયેલા મનને કૃષ્ણ ખીલવવાનું અને પ્રફુલ્લિત કરવાનું વનમાળીકાર્ય કરે છે. અર્જુનનો આખેઆખો બગીચો કરમાઇ ગયો છે. એ બગીચાને લીલોછમ અને લહેરાતો કરવા માટે કૃષ્ણ એકશ્વાસેએકજીવે વાત કરે છે. જાતમાં વિશ્વાસ ગુમાવી બેઠેલા અર્જુનને એ વિશ્વાસ આપે છે. ભાંગેલા અર્જુનને એ દૃઢતા આપે છે.હારેલા અર્જુનને એ દિશાસૂચન અને હિમ્મત આપે છે.અજ્ઞાની અર્જુનને જ્ઞાન આપે છે. આ જ્ઞાન પણ આક્રમક રીતે નહિ પણ અનાક્રમક રીતે આપે છે.કૃષ્ણને મોઢે થયેલી જ્ઞાનની વાતો એ કોરા ઉપદેશની વાતો નથી, પણ એમાં નિસબત અને મૈત્રીનો ધબકારો છે.વમળના વન જેવા અર્જુનનું મન એ કમળનું વન કેમ થાય?અને થાય તો એ ભીતરના જ્ઞાનથી, ભીતરની સમજણથી જ થાય. માણસનું મન જો કમળનું વન થાય તો એ લિપ્ત છ્તાં અલિપ્ત જ રહેવાનું, જલકમલવત જ રહેવાનું.