સુતાં તો સપને મળું, જાગુ તો મનમાંહી,
જાગીને જોયા કરું પીયુ દીસતો નાહી.
મુંઝાઈને મને માંડ્યા સરવા છુપા કાન,
તો પણ સંભળાયું નહીં સુંદર તારુ નામ.
ગભરાઈને બોલવા જીભે કરી ધમાલ,
શબ્દ એક પણ ના સુઝ્યો વર્ણવવાને આજ.
એવું શું મુજને કર્યું, વીરહઝુરંતી આજ,
શીદને તું ચાલ્યો ગયો સપનાઓની સાથ.
હાય અભાગણ! મુજ જીવનમાં સપનાનું છે રાજ,
સુતાં તો સપને મળું, જાગ્યાં કેમ ન નાથ?
- રાજેન્દ્ર ત્રીવેદી
* Idea from The urdu Sufi Song.
મેં રાજેન્દ્રની પહેલી કવીતા અહીં પ્રસીધ્ધ કરી ત્યાર બાદ આ તેની ચોથી કવીતા છે. તેની રચનાઓનું ધ્યાનથી નીરીક્ષણ કરીએ તો, અત્યંત સ્પષ્ટ રીતે સર્જનની પાકટતા પુષ્ટ થતી જણાશે.
રાજેન્દ્રને આ માટે મારા અંગત અભીનંદન. મારા પ્રીય મીત્ર ! આ યાત્રા હવે ચાલુ જ રાખજે. મુળજી ભગતનો વારસો તારે સાચવવાનો છે.
અન્ય સૌ નવોદીત કવીઓને વીનંતી કે તમે શરુ કરેલી ભાવ- અભીવ્યક્તીની યાત્રા અટક્યા વીના ચાલુ જ રાખજો. પ્રસીધ્ધી કે વાહ વાહ મળે કે ન મળે; પણ જ્યારે આપણે સર્જનની પ્રક્રીયાના પ્રવાસી બનીએ, ત્યારે આપણી અંદરની યાત્રા પણ જાણે-અજાણે શરુ થઇ જતી હોય છે. આપણા ભાવજગતના પ્રચ્છન્ન પ્રદેશો ધીરે ધીરે આપણી આગળ ખુલતા જાય છે. અને એ અંદરની યાત્રાનો અનુભવ એક અદ્વીતીય અનુભવ હોય છે.
Thanks to Bhai Suresh who put some of my poems in Kayasoor.
I was thinking of my early days of India and Abida’s Singing which put my thoughts as this poem.
To listen go to comment 4. of Pancham Shukla and click onTahuko.com of Jayshree Bhakta who put the Song of Abidaji.
Editor
Tulsidal
Chandrakant Shah Says,
Rajubahi;
Excellent run for writing; continue.
write more topical. or your interest – musical.
Chandu
ખૂબ સુંદર રચના
જ્ઞાનદૃષ્ટિએ વિચાર કરવાથી સમજાશે કે સમસ્ત સંસાર વૃંદાવન છે. સંસારમાં એવું એકે સ્થાન નથી જ્યાં ભગવાન ના વિરાજી રહ્યા હોય. જડ ને ચેતનમાં તે જ છે. એટલું જ નહિ પણ જે દેખાય છે અને અનુભવાય છે તે તેમનું જ સ્વરૂપ છે. પણ અહંકાર, મમતા અને અજ્ઞાનને લીધે તેમનું દર્શન થઈ શકતું નથી. અજ્ઞાનનું એ આવરણ દૂર થઈ જાય તો બધે તેમનું દર્શન થઈ શકે અને આ સૃષ્ટિ વૃંદાવન, કાશી, અયોધ્યા જેવી મંગલ બની રહે. કવિએ એ જ અર્થમાં કહ્યું છે કે ‘ઘટ ઘટમાં નાથ સમાયા.’
જે બહાર છે એ અંદર પણ ક્યાં નથી ? તન, મન, અંતરમાં એ જ રમી રહ્યા છે ને મધુરી વાંસલડી વગાડી રહ્યા છે.
એટલે વૃંદાવન જેમ બહાર છે તેમ અંદર પણ છે. અંદર પણ એ જ પ્રભુની લીલા થઈ રહી છે ને તેમની જ શક્તિ કામ કરી રહી છે. જીવનની યાત્રામાં તે પ્રભુની અંદર ને બહાર ઝાંખી કરવા સમજુ સ્ત્રીપુરુષે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. સાધારણ યાત્રા ત્યારે જ સફળ થઈ શકે. યાત્રાને એમ જીવનની સાધનાનું મહત્વનું અંગ બનાવવું જોઈ
… કૃતિમાં વિચારોની સંત જેવી પરિપક્વતા…
કદાચ આમાં પ્રયાસવગર તેણે જ લખાવી હોય તેવી ર ચ ના