તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

પગ મને ધોવા દ્યો રઘુરાય – કવિ કાગ February 9, 2009

Filed under: Gujarati Bhajan — dhavalrajgeera @ 2:19 pm

પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઇ …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

રજ તમારી કામણગારી મારી નાવ નાર બની જાયજી,
તો તો અમારા રંક જનની આજીવિકા ટળી જાય …
તેથી પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

સુણી વાણી ભીલ જનની જાનકી મુશ્કરાયજી,
અભણ કેવું યાદ રાખે, ઓલ્યા ભણેલા ભૂલી જાયજી …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી,
પારી ઉતારી પુછ્યુ, તમે શુ લેશો ઉતરાઇ …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

નાવની ઉતરાય ના લઈએ, આપણે ધંધા ભાઇ,
કાગ કહે કદી ખારવો ના લીયે, એજી ખારવાની ઉતરાઇ …
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય …

- કવિ કાગ

Leave a Reply