તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

જેટ બ્લુ – જીવન સફર ** રાજેન્દ્ર ત્રિવેદી June 27, 2009

Filed under: Rajendra Trivedi — dhavalrajgeera @ 1:39 am

જેટ બ્લુ – જીવન સફર
—————

હું ને ભુલી નભ મહીં,
ઉડતો ભાનુ પાસ.

દુનિયાને પડતામુકી,
સેન્ટ મધરની સાથ.

ગીતા કેરા ગાન સહ,
ધર્મા માટે આજ.

જગદીપને રાગીન સહ,
ધવલેશ્વરની પાસ.

તન નિન્દ્રાના ત્યાગથી,
ઝુરતી મનની માંહ્ય.

નાની કુંવરીને મળી,
ગીતા ગાતી ગાન.

રાજાની રણભૂમીમાં,
સ્વજનો સર્વે સાથ.

ગાતા ગીતો ગુણતણા,
ગગન ભેદીને આજ.

જાતું જીવન સાથ સહ,
સહચારીની સાથ.

ઘુઘુ કરતા નભ મહીં ,
સમી સાંજ ની આજ.

વાદળ વમળો વરસતા,
નભ મંડળની માંહ્ય,

દોડે સાથે નભ મંહી,
જીવન જીવવા આજ્.

—— રાજેન્દ્ર ત્રિવેદી

જુન ૯ ૨૦૦૯ ની સાંજના નભમા “જેટ-બ્લુ” માં ટેમ્પા જતા!!