જેટ બ્લુ – જીવન સફર
—————
હું ને ભુલી નભ મહીં,
ઉડતો ભાનુ પાસ.
દુનિયાને પડતામુકી,
સેન્ટ મધરની સાથ.
ગીતા કેરા ગાન સહ,
ધર્મા માટે આજ.
જગદીપને રાગીન સહ,
ધવલેશ્વરની પાસ.
તન નિન્દ્રાના ત્યાગથી,
ઝુરતી મનની માંહ્ય.
નાની કુંવરીને મળી,
ગીતા ગાતી ગાન.
રાજાની રણભૂમીમાં,
સ્વજનો સર્વે સાથ.
ગાતા ગીતો ગુણતણા,
ગગન ભેદીને આજ.
જાતું જીવન સાથ સહ,
સહચારીની સાથ.
ઘુઘુ કરતા નભ મહીં ,
સમી સાંજ ની આજ.
વાદળ વમળો વરસતા,
નભ મંડળની માંહ્ય,
દોડે સાથે નભ મંહી,
જીવન જીવવા આજ્.
—— રાજેન્દ્ર ત્રિવેદી
જુન ૯ ૨૦૦૯ ની સાંજના નભમા “જેટ-બ્લુ” માં ટેમ્પા જતા!!
દોડે સાથે નભ મંહી,
જીવન જીવવા આજ્.
sundar bhavo…
રાજેન્દ્રઅંકલ, તમારી આ રચના પરમ્પરાગત શૈલીનું ઉર્મિકાવ્ય જણાય છે. એમાં રહેલો સન્દેશો મર્મસ્પર્શી છે. સરળ શબ્દોને કાવ્યમાં પરોવાયેલા જાણીને પણ આનન્દ થયો. જે કાવ્ય પોતાનો ભાવ સરળતાથી ખોલી શકે એ વધુ સચોટ બની શકે છે.
khubaj saras rachna