તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

નાનું સરખું ગોકુળીયું October 28, 2009

Filed under: Gujarati Bhajan — dhavalrajgeera @ 10:14 am

નાનું સરખું ગોકુળીયું મારે વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે [2]
બ્રહ્માદિકને સ્વપ્ને ન આવે આહિરને દર્શન દીધું રે
– નાનું સરખું

ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે મુનિજનને ધ્યાને ના આવે રે [2]
હાથ વલોવે નંદઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે
– નાનું સરખું

વણકીધે વ્હાલો વરતાં કરે ને પુરણબ્રહ્મ અવિનાશી રે [2]
માખણ કાજે મહીંયારી આગળ ઊભો વદન વકાસી રે
–નાનું સરખું

બ્રહ્માદિક જેનો પાર ન પામે શંકર કરે ખવાસી રે [2]
નરસૈયાનો સ્વામી ભક્તપણે વશ મુક્તિ કરીથી નાશી રે
–નાનું સરખું

By N. Kadakia સ્વર:- ઉદય મઝુમદાર
ૐ નમઃ શિવાય

 

2 Responses to “નાનું સરખું ગોકુળીયું”

  1. Hello Friends

    Listen ‘ નરસિંહ મહેતાનું પદ નાનું સરખું ગોકુળીયું’ on

    http://geet-gunj.blogspot.com/2009/10/blog-post_28.html

    Thank you all.

    ૐ નમઃ શિવાય
    Neela Kadakia

    Meghdhanush
    http://shivshiva.wordpress.com/
    Shivalay
    http://shivalay.wordpress.com/
    Geet Gunj
    http://geet-gunj.blogspot.com


Leave a Reply