તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

सुमरन करले रघुपती राम – राजेन्द्र त्रिवेदी October 20, 2011

   सुमरन करले रघुपती राम  -  राजेन्द्र त्रिवेदी

==========================

सुमरन करले रघुपती राम,

वो करता सबका भी अभीराम.

सदा सदा मै सुम्ररन करके,

करता मन से ध्यान.

सुमरन करले रघुपती राम,

वो करता मेरा भी अभीराम.

पल पल जीता पल पल पाके,

पल मै जीवन जी के जाते,

सिताराम के पास अरे मन,

सदा रहे तु साथ ओ  मन रे,

सुमरन करले  रघुपती राम,

वो करता सबका भी अभीराम.

राम राज मै जी के हम सब,

रटते रटते जय श्री राम.

सुमरन करले रघुपती राम,

वो करता सबका भी अभीराम.

सरसिज लोचन रघुवीर जपकर,

निश दिन लेते श्वास जिवन भर,

रटते रटते राम ओ मन रे,

कर दे बेडा पार ओ मन रे.

सुमरन करले रघुपती राम

वो करता सबका भी अभीराम.

राजेन्द्र त्रिवेदी

            

 

3 Responses to “सुमरन करले रघुपती राम – राजेन्द्र त्रिवेदी”

  1. Congratulation Trivedi Ji, This as come out very well, You seems to have hidden skills of writing in rythm.

    We would like to publish your writings in our Newsletter which is in the planning phase.

    Let us know if we have persmission to publish your writings.

    Ajay Kewale is our Editor and he is taking all the writeup from Author and making it into newsletter of Dwarkamai once in a quarter a newsletter will be released.

    Regards,
    Anil

  2. Vinod Patel Says:

    રામ નામનો મહિમા કરતું સુંદર ભજન. કોઈ સુરીલા કંઠે આ ભજન ગવાય તો દીપી ઉઠે .

    તુલસીદાસે કહ્યું છે કે રામસે અધિક રામનામા એટલે કે રામ કરતાં ય રામનામ અધિક છે.
    ગાંધીજીના જીવનમાં રામનું નામ એમની રોજની પ્રવૃતિમાં વણાઈ ગયું હતું અને એટલે તો
    ગોળીથી વીંધાઈને પ્રાણ ત્યજ્યો ત્યારે એમનાં મુખે હે રામ ! એ શબ્દ હતો.

    હું જ્યારે હાઈસ્કુલમાં કડીની સર્વ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો ત્યારે સ્કુલના જ કેમ્પસમાં
    આવેલ બોર્ડીંગ કડવા પાટીદાર આશ્રમમાં ૪૦૦ વિદ્યાર્થીઓ સાથે રહેતો. ગાંધીજીના આશ્રમ જેવું જ
    ત્યાનું વાતાવરણ હતું. સવાર સાંજ પ્રાર્થના થતી.સાંજની પ્રાર્થના વખતે મારો ગાવાનો સુર સારો
    હોવાથી મને ભજન ગવડાવવા માટે ગૃહપતિ સ્ટેજ ઉપર બોલાવતા.હું ઘણા ભજન ગાતો પરંતુ એમાં
    નીચેનું ધીરા ભગતનું રામનો મહિમા કરતું ગુજરાતી ભજન મને બહું ગમતું.આ ભજન ખુબ જ ભક્તિ
    ભાવ અને ઊંડા અર્થ વાળું ગાવાની મજા પડે એવું ભજન છે. તમને પણ એને વાંચવું અને ગાવું ગમશે.
    ગાંધીજીએ પણ આ ભજનને એમની આશ્રમ ભજનાવલીમાં સ્થાન આપ્યું છે.

    જેને રામ રાખે રે ,તેને કોણ મારી શકે ?
    અવર નહીં દેખું રે ,બીજો કોઈ પ્રભુ પખે … ધ્રુ

    ચાહે અમીરને ભીખ મંગાવે , ને રંકને કરે એ રાય
    થલને થાનક જલ ચલાવે ,જલ થાનક થલ થાય
    તરણાનો તો મેરુ રે ,મેરુનું તરણું કરી દાખવે ….. ૧.

    નીમ્ભાડાથી બળતાં રાખ્યાં, માન્જારીનાં બાળ ,
    ટીટોડીનાં ઈંડાં ઉગાર્યા ,એવા છો રખવાળ,
    અંત વેળાએ આવો રે ,પ્રભુ તમે વહેલી તકે …. ૨.

    બાણ તાકીને ઉભો પારઘી ,સિંચાણો કરે તકાવ,
    પારધીને પગે સર્પ ડસીયો,સિંચાણા શિર મહી ઘાવ
    બાજ પડ્યો હેઠો રે ,પંખી સૌ ઉડી ગયાં સુખે……….૩.

    ગજ કાતરણી લઈને બેઠો દરજી દીનદયાળ ,
    વધે ઘટે તેને કરે બરાબર ,સૌની લે સંભાળ ,
    ધણી તો ધીરાનો રે ,હરિ તો મારો હીંડે હકે ………૪.

    ધીરા ભગતનું આવું જ જાણીતું બીજું ગુજરાતી ભજન
    ” તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.” છે જે
    આશ્રમ ભજનાવલીમાંથી વાંચી શકાશે.

    રાજેન્દ્રભાઈના બીજા એક કાવ્યના આ શબ્દો મને ગમે છે
    એ અહીં ફરી દોહરાવું છું.

    શ્વાસોના સોપાને સરકુ આ મ્રુત્યુ ને ઘાટ,

    ગણગણતો ગીતાના ગુણલા જીવનની સાથ.

    રાજ જીવન જીવતો રહે છે જગદીશની સાથ,

    કરતો તુ રહેજે ગુણલા હરીની સાથ.

    વિનોદ પટેલ


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.