તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

દાણલીલા – શ્રી રઘુનાથજી November 28, 2011

Filed under: અન્ય સ્તુતિઓ,Gujarati,Gujarati Bhajan — dhavalrajgeera @ 1:48 pm

 

              દાણલીલા 
=======================================================================
(રાધા અને ગોવાલણીઓ  જયારે  મહિ ( ગોરસ ) વેચવા  મથુરામાં 
જાય છે ત્યારે  કૃષ્ણ દાણ ( વેરો= ટેકસ) માંગે છે. આ સમયે  બંને
 
વચ્ચે જે  સંવાદ થાય  છે. તેને  ” દાણલીલા”  કહેવાય છે.)
===========================================================================
               પદ ….. પહેલું…(૧)
============================================================================
રાધા=પાલવડો મારો મેલો મોહનજી, મારગડે  મને  જવા  દો,
         આવતાં  આપીશ  દાણ તમારા, મહિ મારાં વેચવા   દો.
કૃષ્ણ =વેચંતા તને  કોણ ખાળે  છે,  સાંભળ ને   રાધે  પ્યારી,
 
          દાણ  ગોરસનું  દે ને  અબળા, વે’લી  થાને  વ્રજનારી .
રાધા=નારી  કહીને  ના રે  બોલાવીશ, છાનો  રે ને  છોગાળા,
         કઠણ  રાજ છે કંસ જ  રાયનું,  ગૌ   ચારન્તા  ગોવાળા.
કૃષ્ણ=હું રે ગોવાળિયોને તું રે ગોવાલણ,ફરી ગમે તો આવજે,
          કંસ  સરીખા   હિમાયતી  ને, સાથે    તેડી   લાવજે.
રાધા=તેડી  રે  લાવું  દ્યો  મને જવા, રોકી  રહ્યા છો વ્રજનારી,
        ”રઘનાથ”ના સ્વામી શામળિયા,ઘેલા દિશો છો ગિરધારી.
===============================================================================
 
                પદ …… બીજું ……(૨)
===============================================================================
કૃષ્ણ=ઘેલો  છું  પણ  દાણ ના મુકું, દોક્લડો એકેય   ઓછો,
        ગિરધારીએ  ગોકુલ વસાવ્યું, ઇન્દ્ર કરતા કૃષ્ણ મોટો.
રાધા=મોટો છું ત્યારે મથુરા મેલી, અડધી રાતે શીદ આવ્યો,
         પર ઘેર રહીને પેટ જ ભરતો, દાણી કોણે કહેવડાવ્યો.
કૃષ્ણ=વાંકા  બોલી વાર જ  કરે છે, કે’તો  હૈયાનો  હાર  તોડું,
        દાણ  દહીનું દે ને અબળા, નહિ તો માથાનું માટ  ફોડું.
રાધા=હાર  ન  તૂટે ને માટ ન  ફૂટે, ન્યાય  નગરમાં  પુછાશે,
      ”રઘુનાથ”ના સ્વામી શામળિયા, કહો ગોકુળ કેમ રહેવાશે.
==============================================================================
=
                       પદ…..ત્રીજું…..(૩)
===============================================================================
કૃષ્ણ=ગોકુળ રહો કે જાઓ અત્યારે, દાણ  દહીનું નહિ  મેલું,
         ચીર હર્યા તે ગયા છો વિસરી, કામિની કારણ  પેલું.
રાધા=નંદ તણે ઘેર નવ લખ ગાયો, નો’તું તે ધન ફાવ્યું છે,
          માતા  તારી  મહિ  વેચંતી,  હમણાં  રાજ  આવ્યું  છે.
કૃષ્ણ=હમણાં  હમણાં  કરતી રહેજે, મેણાં દેતી   મહિયારી,
        ધુતપણામાં  તું છે  ધુતારી, ને  ઠગપણામાં  ઠગારી.
રાધા=તું રે ઠગારો તારી માનો પાળેલો,માને મેણાં દેવડાવે.
        “રઘુનાથ”ના સ્વામી શામળિયા, ઝાઝું તે શું કહેવડાવે.
===========================================================================
                   પદ….  ચોથું…….(૪)
===========================================================================
કૃષ્ણ= કહ્યા પ્રમાણે કરતી નથી ને, તું મોઢું નથી રાખતી,
        અમે છીએ મોટા રાજા મા’રાજા,અમને નથી ઓળખતી.
રાધા= ઓળખું છું  તું  આવ્યો નાશી, મહાવનમાં તું છાનો છું,
         જાદવ કુળમાં જન્મ જ તારો, નંદ તણે ઘેર  નાનો  છું.
કૃષ્ણ= માતા જશોદા બડા બડભાગી,તેના છીએ અમે અધિકારી,
         મોટા  મુનીવર  મર્મ ના જાણે, ગોકુળ  વસીએ  ગૌચારી .
રાધા= ગૌચારી  ને  ગોપી  ઘેર વળતા, અમને  તમે   ઓધાર્યા,
        “રઘુનાથ”ના સ્વામી શામળિયા,તમે  જીત્યાં ને અમે હાર્યાં
================================================================================
          (આ  દાણલીલાના ચારેય પદ શ્રી રઘુનાથજી  એ રચેલા છે.)
સ્વ. રઘુનાથ બ્રહ્મભટ્ટ નડિયાદના વતની હતા.. જુના બ્લેક અને વાઇટમાં 
 ” મોગલે આઝમ “ માં“મોહે પનઘટ પે નંદલાલ છેદ ગયો રે “ ગીત છે.
 તે અસલમાં આ રઘુનાથજી  દ્વારા રચાયેલું હતું.
 જોકે  નામાવલીમાં તેમને ભુલાવી દેવાયા છે. 
================================================================================
સંકલન ====== સ્વપ્ન  જેસરવાકર…… ( ગોવિંદ પટેલ }
દાણલીલા ==  રઘુનાથ ====


Thank You,

Govind Patel
Swapnajesarvakar

 

પે’લા તે પે’લા જુગમા રાણી – લોકગીત November 24, 2011

પે’લા તે પે’લા જુગમા રાણી – લોકગીત

 

આ લોકગીત ફરી એક નવા સ્વરમાં માણીયે

લોકગીત
સ્વર,સંગીત – ???

http://www.4shared.com/embed/230821455/50a7910b

http://www.4shared.com/embed/229401209/74db8381

પે’લા તે પે’લા જુગમા રાણી
તુ હતી પોપટી ને, અમે રે પોપટ રાજા રામનાં
હોજી રે અમે રે પોપટ રાજા રામનાં.

ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે
સૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળા
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

હે… બીજા-બીજા જુગમાં રાણી,
તુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામનાં,
મધરાતે વનમાં પારધી એ ફાંસલો બાંધ્યો
પડતાં છાંડ્યા મારા પ્રાણ રાણી પીંગળા
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

હે….ત્રીજા ત્રીજા જુગમા રાણી
તું હતી બ્રાહ્મણીને અમે રે તપેશ્વર રાજા રામના
ખંડલીક વનમાં ફૂલ વીણવા ગ્યાતાં ત્યારે,
ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા,
હે… પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને
યોય ન હાલી મોરી સાથ મારી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

ચોથા ચોથા જુગમા રાણી
તું હતી પીંગળા ને અમે રે ભરતરી રાજા રામનાં
હે…. ચાર ચાર યુગમાં વાસ હતોને
તોય ના હાલી મારી સાથ રણી પીંગળા
દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

We love this Bhajan and put in Tulsidal…

Thanks અભિષેક: 

Read more: અભિષેક: પે’લા તે પે’લા જુગમા રાણી – લોકગીત http://www.krutesh.info/2010/03/blog-post_2659.html#ixzz1eaP0M7A7

 

ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર.. ( ભજન ) – રચયિતા : શ્રી રાહી November 23, 2011

Filed under: Gujarati,Gujarati,Gujarati Bhajan,GUJARATI GEET — dhavalrajgeera @ 11:58 pm
આદરણીય ડો. શ્રી રાજેન્દ્રભાઈ સાહેબ,
આપને તુલસી દલ માટે થોડા ભજન મોકલી આપું છું
===========================================
ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર..  ( ભજન )
=================================================================================
( જયારે શ્રી કૃષ્ણ જન્મ થાય અને લાલાને હિંડોળતી વખતેનું ભજન )
રાગ : સાવનકા મહિના પવન કરે શોર……  ( ફિલ્મ : મિલન )
===============================================================
હીરા જડ્યું પારણું ને મોતીડાની દોર ,
                                   ઝુલાવે જશોદા ઝૂલે નંદનો  કિશોર.
આઠમની રાતડી ને સાવનનો  મહિનો,
                                        ભાર  ઉતારવાને  ગોવાલણીનો,
જન્મ્યો છે ગોકુળમાં આજે મહી માખણનો ચોર,
                                  ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો  કિશોર.
ઉમટ્યું ગોકુળિયું નંદજીના દ્વારે,
                                          જશોદા કુંવરની નજરો ઉતારે,
શ્રાવણના આંગણામાં ફાગણનું જામ્યું  જોર,
                                  ઝુલાવે  જશોદા ઝૂલે નંદનો  કિશોર.
આવી રાધા રાણી માનીતા મોલમાં,
                          રાધાને જોઇને કુંવર આવી ગયો ગેલમાં.
સોળ કળાએ નાચી ઉઠ્યો રાધાનો મન મોર,
                                   ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો કિશોર.
ગોપીઓની વચમાં કાનુડો ઘેરાયો,
                                 ‘ રાહી ‘ ફૂલોમાં જાણે ભમરો છુપાયો,
મદમસ્ત માનુનીઓ  મલકે મસ્તીખોર,
                                       ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર .
===================================================================================
રચયિતા : શ્રી રાહી
સંકલન:  સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )


Thank You,

Govind Patel
Swapnajesarvakar

 

નહિ છોડે ઉપલી કોરટ રામની… ( ભજન ) – રચયિતા: મોહિની સખી November 23, 2011

Filed under: Gujarati,Gujarati,Gujarati Bhajan,GUJARATI GEET — dhavalrajgeera @ 11:55 pm

નહિ છોડે ઉપલી કોરટ રામની… ( ભજન )

===================================================================================
નહિ છોડે  રે ઉપલી  કોરટ રામની,
          અને ભલે ને છોડે દુનિયાનો દરબાર જો… નહિ છોડે..
લેખાં રે લેવાશે પલ પલ  વારનાં,
          અને  શું રે  કીધાં તે  પુણ્ય અને  પાપ  જો… નહિ છોડે..
અરે  ડીગ્રીઓ વાળા સૌ સંભાળજો,
         અને નથી રે ત્યાં તો  પોપાંબાઈનું રાજ જો …નહિ છોડે..
પરવશ થઈને પડશો ઉદરની જેલમાં ,
         અને સનમુખ આવે  સાચો  સીતા રામ  જો..    નહિ છોડે..
મોહિની  સખી કહે  સૌ સંભાળજો,
          અને બહાર ને ભીતર દોરી એને  હાથ જો….. નહિ છોડે..
*********************************************************************************************************************************
રચયિતા: મોહિની સખી
સંકલન:  સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )


Thank You,

Govind Patel
Swapnajesarvakar

 

જીવન જીવવું સહેલું નથી…..(ભજન) – રચયિતા : માનવ .. November 23, 2011

Filed under: Gujarati,Gujarati,Gujarati Bhajan,GUJARATI GEET — dhavalrajgeera @ 11:52 pm

 

જીવન જીવવું  સહેલું નથી…..(ભજન)..
=================================================================================
 
હે.. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલાં મરવું નથી.
    મરતાં મરતાં જીવવું  પાડે, તેવું  જીવન મારે  જીવવું  નથી.
હે.. પ્રાણ રહે જ્યાં સુધી  શરીરમાં, કોઇથી  મારે  ડરવું   નથી.
     સારું  થાય તો  ઠીક છે , કોઈનું  ખોટું   મારે  કરવું નથી.
હે.. જીવન  બનું  હું કોકનું ,પણ  લુંટનારો  મારે  બનવું નથી. 
    માનવ  થઈ જન્મ્યો જગતમાં, દાનવ થઈને મરવું નથી.
હે.. પાપ કરીને પુણ્ય કરાવે , તેવા કરમ મારે  કરવા  નથી
   મોક્ષ મળે ના ભલે આ જીવને, અવગતિએ મારે જાવું નથી.
હે.. ‘માનવ’ કહે છે આ દુનિયાને, વાત  મારી કોઈ ખોટી નથી
  સત્કર્મ  ને હરિભજન વિના,  પ્રભુજી મળવા  સહેલા નથી.
================================================================================
 
રચયિતા : માનવ ..
સંકલન : સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ)


Thank You,

Govind Patel
Swapnajesarvakar

 

હાંરે મને કૃષ્ણ જોયાના કોડ….. ( ભજન..) – રચયિતા: આદ્ય કવિ નરસિંહ મહેતા. November 23, 2011

Filed under: Gujarati,Gujarati Bhajan,GUJARATI GEET — dhavalrajgeera @ 11:50 pm

હાંરે મને કૃષ્ણ જોયાના કોડ….. ( ભજન..) 

                 ( રાગ: સોરઠ )
====================================================================================
મને કૃષ્ણ જોયાના કોડ, હાંરે મને વા’લો  જોયાના  કોડ.
હે સહિયર  ચાલો ને,   ચાલો ચાલો સહિયર  ચાલોને .
માતા ઉમીયાને લાગુ પાય (૨)  હરિ વર આલોને…………સહિયર…
હે દે’રે  દે’રે  દીવા  કરું ને,  પૂજું  હું  શંકર  દેવ,
શામળિયો વર પામવા રે  (૨) હું કરું રે શંભુ તારી સેવ…સહિયર…
હે કાલંગડીને  કાંઠડે  ને  નહાતા નિર્મળ  નીર,
વસ્ત્ર  જ વીઠલો હરિ ગયો  રે (૨) હું તો  શાણે ઢાકું શરીર…સહિયર… 
હે સાસુ  અમારાં  જશુમતી ને સસરો શ્રી નંદલાલ,
કંથ કોડીલો મારો  કાનજી રે(૨) મારું સાસરું  ગોકુળ ગામ…સહિયર…
હે ગોકુળની  ગોવાલણી ને , ચાલે  મલપતી ચાલ,
તે  પર  મોહન  મોહી ગયા રે(૨)એનું  મુખડું  છે લાલ ગુલાલ…સહિયર…
હે ચંદન ભરી તલાવડી ને, મોતીડે  બાંધેલી  પાળ,
કાનજી  ધુએ  રૂડાં  ધોતિયાં રે(૨) રાણી રાધા પાણીડાની હાર… સહિયર…
હે ડુંગર પર છે દેરડી  ને,  સોની ઘડે  સોનહાર,
કાનજી ઘડાવે રૂડાં વેળિયાં રે (૨) રાણી રાધા   ઘડાવે હાર… સહિયર…
હે  ગાય, શીખે નર સાંભળે, રાણી  રાધાજીનો રાસ,
તે નર વૈકુંઠ પામશે  રે (૨) હાંરે ગુણ ગાયે નરસૈંયો દાસ……. સહિયર…
=============================================================================================
રચયિતા: આદ્ય કવિ નરસિંહ મહેતા.
સંકલન:  સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ)


Thank You,

Govind Patel
Swapnajesarvakar

 

નંદના કુંવર મારું બેડલું…( ભજન ) – શંકર ભગત November 23, 2011

Filed under: Gujarati,Gujarati Bhajan,GUJARATI GEET — dhavalrajgeera @ 11:37 pm

 

નંદનાકુંવર મારું બેડલું( ભજન) - શંકર ભગત

====================================================

હાંરે નંદના કુંવર મારું બેડલું ચડાવજો,

હાંરે વાલા નંદના કુંવર મારું બેડલું ચડાવજો.
હૈયાના હાર હું તો  આવી છું  ક્યારની,
મોરલીના મીઠા નાદ સુણ્યા છે ત્યારની,
પારણીયે રોતાં મેલ્યા બાળ રે (૨) .. નંદના કુંવર મારું .
જાતાં જો વાર  વા’લા મુજને લાગશે,
સાસુ નણંદ મને ઘર  બહાર  કાઢશે
કપરો  છે  ઘરનો ભરથાર રે  (૨) ..  નંદના   કુંવર  મારું.
ભારે છે બેડું  વા’લા વાળી  લેવાય ના,
તમો  વિના  શ્યામ  કોઈને કે’વાય  ના,
પૂરો મારા  મનડા કેરા કોડ રે (૨) .. નંદના  કુંવર  મારું.
ધીરે ચડાવો શ્યામ જોજો છલકાય ના,
શંકર’ના સ્વામી મારી ચુંદડી  ભીજાય ના,
ચૂંદડીના  નવા નવા  રંગ  રે (૨)..  નંદના   કુંવર   મારું.
=======================================================================
રચયિતા: શંકર ભગત
સંકલન :  સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )


Thank You,

Govind Patel
Swapnajesarvakar

 

इतना तो करना यारब, जब रूह बदन से निकले – “अताई” November 13, 2011

  इतना तो करना यारब,
  जब रूह बदन से निकले
   गीता का लफ्ज़ लबो पर,
   जब रूह बदन से निकले.   १
   आसो का महीना हो,
   बरखा की कमी न हो.
   गैरो की जमी नहो,
   जब रूह बदन से निकले.  २
   मेरी बीबी पास में हो,
   बच्चों भी साथ में हो.
   बिछाना घास में हो ,
   जब रूह बदन से निकले.   ३

   जिआना का सरपे दस्त हो,

मेरा मन भजन में मस्त हो.

   सब आस मेरी नस्त हो,
   जब रूह बदन से निकले.  ४
   ”अताई” की है ये अर्जी,
   जो आपका है कर्जी.
    फिर आपकी जो मर्ज़ी,
   जब रूह बदन से निकले.  ५
“अताई” - Ataai
મેં કરજી શબ્દ એટલા માટે વાપર્યોછે કે 
પરમેશ્વરે મને તંદુરસ્ત શરીર આપ્યું બુદ્ધિ આપી  અને શ્વાસ વગેરે નિયમિત ચલાવીને મારી સતત  કાળજી રાખી  છતાં હું તમારો ઉપકાર માનવા મંદિરે ગયો નથી.     
   ”अताई” - Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  ” Teachers open door, But you must enter by yourself.”
 

सुभान तेरी कुदरत पे कुर्बान जी – “अताई ” – Himatlal Joshi. November 11, 2011

પ્રિય રાજેન્દ્રભાઈ  ત્રિવેદી( રજનીભાઈ),
હું એક ભજન હિંદી અક્ષર  માં લખું છું.
આ ભજન મેં બનાવ્યું છે જે મેં સંત કબીર સાહેબ ને અર્પણ  કર્યું  છે .
સંભાળ વા પ્રમાણે હાલ દોહા કે ભજનો  જે કબીર નાં નામે ગવાય છે
એબધા કબીરે નો વેપાર ધણી તારા નામ નો આધાર ” આ રાગ થી ગાય શકાય એવા ઘણા ભજનો  પદ્મશ્રી  દુલા ભાયા કાગે  બનાવ્યાં છે.
सुभान तेरी कुदरत पे कुर्बान जी ,
कुदरत पे कुर्बान देखि मैंने  सबमे तेरी शान  —-सुभान  १
अजब गजब का देख तमाशा  होगया मैं हैरान जी,
अनासर का बना खिलौना  रामने फूंकी जान  —-   सुभान २
इस दुनिया में जब तू आया भूल गया भगवान जी,
कूद कपट से माया बना के हो गया तू   धनवानको बंद.   —सुभान ३
राम को बंदा जब तू भुला सर पे चढ़ा शेतान जी,
खराबातो में जाजा कर के    हो गया तू हैवान  —–सुभान ४
बुध हुवा कमजोर हुवा तब सहने  पड़े अपमान जी,
क़ज़ा आके ले जायेगी जब पड़ा रहे गा सामान  —–सुभान ५
पत्नी दारा सूत ने छोड़ा छोड़ चला तेरा प्रान जी,
रिश्तेदारों ने फिर तुजको भेज दिया समशान —-सुभान
कर साहेब की बंदगी प्यारे छोड़ तेरा अभी मान जी,
कहत कबीरा सुनो भाई साधो भजते रहो भगवान —–सुभान ७
“अताई ने ये भजन बनाकर  कबीर का किया सनमान जी,
 अनपढ़ संत ने निर्भय हो कर दिया जगत को ज्ञान —-सुभान ८

 

सुभान = परमेश्वर

शान =तेज अंश  अनासर =पञ्च तत्व

खराबात =जुगार ना अड्डा  मदिरालय .वगेरे

कज़ा =मृत्यु

 

 

“अताई ” – Himatlal Joshi.

 

“I am awake,” – Rev. Father C. G. Valles. November 5, 2011

Filed under: 'Carlos G. Vallés',અંતરની વાણી,ENGLISH — dhavalrajgeera @ 12:58 pm

NOVEMBER 4 th IS OUR BELOVED FATHER CARLOS GONZALAS VALLÉS ,SJ. BIRTHDAY

Father Carlos G. Vallés sj - WAS BORN ON NOVEMBER 4 th 1925.

We are blessed by Father Carlos G. Vallés sj –  to day.

Keep Shining

 

Rajendra and Trivedi Parivar

 


From: Carlos G. Vallés [mailto:carlos@carlosvalles.com]
Sent: Saturday, November 05, 2011 6:09 AM
To: rmtrivedi@comcast.net
Subject: Happy Birthday Father.

 

Thank you, Rajoo, and may God bless you and your family abundantly.

Love and joy.

Father Valles

=======================================================================-

—- Original Message —–

 

Dear Pujya Father,

 

Pranam  on my birthday October 22nd, 1941 – ( Bhai Bij ) This year It was on 28th October.

 

Now, I am thinking of your birthday November 4th 1925.

HAPPY BIRTHDAY TO YOU.

 =====================================

We are praying god to keep you healthy for years.

                                                                          

“Shatam Jivisharad.’                                           

=====================================

I have no news for a while that concerns me.

Hope to meet you one day.

We love you to come and be with us. If, you can not come and stay with us in Medford we will plan to see you.

With love

 

Rajoo Geeta and Trivedi Parivar

 

DEAR FATHER,

PRANAM.

I am thinking of you and hope to hear from you on birthday,

Now, I am starting 71st year on October 22nd.

Diwali’s best wishes and Happy 2068 to you.

Praying God, many more years to you with healthy life and your love, kindness and blessing for us.

Regards

 

RajooGeetaand Trivedi Parivar

One of his students asked Buddha, “Are you the Messiah?” “No,” answered Buddha. “Then are you a healer?” “No,” Buddha replied. “Then are you a teacher?” the student persisted. “No, I am not a teacher.” “Then what are you?” asked the student exasperated. “I am awake,” Buddha replied. Buddha 624-543BC

Visit GURU at: http://spiritualsoul.net/?xg_source=msg_mes_network