શ્વાસોના સોપાને સરકુ આ મ્રુત્યુ ને ઘાટ,
ગણગણતો ગીતાના ગુણલા જીવનની સાથ.
કર્મો કરી ને તુ આશા ના જીવનમા રાખ,
હરખી મલકી જીવ હરીને ભજતો દ્વાર.
સન્સાર સાગર તુ તરતો હરીની સાથ,
ભાવે તુ ભજતો ભક્તિસહ નિશદિન નાથ.
શાને મુઝાયે તુ છ્ટતા જીવન ને આજ ?
મ્રુત્યુ ના છોડે પણ જીવનનો છેલ્લો શ્વાસ.
બોલી તુ હર હરને હરીને ભજતો આજ,
કરતો માયાને હર મુક્ત મ્રુત્યુની સાથ.
રાજ જીવન જીવતો રહે છે જગદીશની સાથ,
કરતો તુ રહેજે ગુણલા હરીની સાથ.
રાજેન્દ્ર ત્રિવેદી