હરિ હળવે હળવે હંકારે,
મારૂં ગાડું ભરેલ ભારી.
મેં તો લગામ દીધી હાથ હરિને, હરિ ચાહે તો પાર ઉતારે….હરિ હળવે હળવે હંકારે,
કાયા કોઠીમાં કુડાકરકટ ખાખ ભરેલા છે કોઈની આંતરડી બાળે,
એવા અવગુણ ઉર ભરેલા છે કંઈક કંકર
કુસુમ કાંટો ને કોઈનું પાપ પુકારે…હરિ હળવે હળવે હંકારે.
દેવની ડેલી દૂર નથી કંઈક કરની કરેલ કહી દે છે,
વધ્યું ઘટ્યું કંઈ પુણ્ય હોય તો પીંડને કાજે દઈ દેજે
સતના જેવી મુડી નથી કંઈ આવી તારી સાથે…..હરિ હળવે હળવે હંકારે.
Read more: અભિષેક: હરિ હળવે હળવે હંકારે – અવિનાશ વ્યાસ http://www.krutesh.info/2013/01/blog-post_30.html#ixzz2JZ00FUFU
Thanks to Abhishek for our lovely Bhajan by Late…But Amar Avinashbhai Vyas of Gotinisheri,Khadia, Ahmedabad.