• જીવનઝાંખી
  • પ્રસ્તાવના
  • સંકલન
  • સ્તુતિઓ
  • સ્વાગત
    •  

તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

Suvichar-Gandhiji July 24, 2008

Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 4:38 pm

આજનો સુવીચાર

સતત વીકસતા અને સાચી દીશામાં બદલતા રહો.

સતત વીકાસ એ જીવનનો નીયમ છે. 
જે માણસ પોતે અવીચળ અને તાર્કીક છે,
તેમ બતાવવા માટે
પોતાની જડ માન્યતાઓને વળગી રહેવા પ્રયત્ન કરે છે;
તે પોતાની જાતને જુઠી જગ્યાએ બેસાડેલી જ રાખે છે.

વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર - 9

સંવાદીતાવાળા થાઓ, આધારપાત્ર થાઓ, તમારી જાતને વફાદાર રહો

તમે જેમ વીચારતા હો,
તેમ જ બોલો
અને તેમજ કામ કરો. આમ એકવાક્યતા અને સંવાદીતાથી જીવવામાં જ
જીવનનો સાચો આનંદ છે.
તમારા વીચારોને સતત
શુધ્ધ બનાવતા રહેવાનું ધ્યેય રાખો,
અને બધું બરાબર આવી રહેશે.      

 

વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર

માણસોમાં રહેલી સારપને જુઓ અને તેમને મદદ કરો.

હું માણસોના સારા ગુણો જ જોઉં છું.
હું પોતે દોશોથી પર નથી,
માટે બીજાના દોશો જોવાનું વીચારી ન શકું.

વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર

સાતત્ય જાળવી રાખો.

પહેલાં એ લોકો તમારી ઉપેક્ષા કરશે,
પછી તમને હસશે.
પછી તમારી સાથે લડશે.
પછી તમે જીતશો.

             વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર.

 દરેક જણ એ માનવ છે. ‘

     હું એ કબુલ કરું છું કે, હું એક સાવ સામાન્ય માણસ છું, અને કોઈ પણ જીવીત માણસની જેમ મારી પણ ભુલ થઈ શકે છે. પરંતુ, મારી ભુલ કબુલ કરવા જેટલી નમ્રતા, અને ખોટે રસ્તેથી મારાં પગલાં પાછાં માંડવાની હીમ્મત મારામાં હોવાં જોઈએ.

 ” Everyone is human. “I claim to be a simple individual liable to err like any other fellow mortal… I own, however, that I have humility enough to confess my errors and to retrace my steps.”

             વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર

‘ આ ક્ષણનો પુરો ઉપયોગ કરો.’

     હું ભવીશ્યની કલ્પના કરવા નથી માંગતો. મને તો આ ઘડીની જરુરીયાત સમજવાની વધારે પડી છે. આ પછીની ઘડીમાં શું થવાનું છે, તેની ઉપર મને કોઈ નીયમન પરમાત્માએ આપ્યું નથી.

 Take care of this moment. “I do not want to foresee the future. I am concerned with taking care of the present. God has given me no control over the moment following.”

              વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર

‘ કામ કર્યા વગર તમે ક્યાંય પહોંચી ન શકો.’

આચરણનો એક ઔંસ ઉપદેશોના અનેક ટન કરતાં વધારે અસરકારક છે.

              વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર

‘ માફ કરો અને જવા દો. ‘

      જે નબળા છે, તે કદી માફ કરી શકતા નથી. ક્ષમા એ વીરનું ભુશણ છે. આંખની સામે આંખ લેવાની વ્રુત્તીએ વીશ્વને અંધ બનાવી દીધું છે.

           વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર 

                    “તમારી જાતના માલીક તમે છો.”

તમારી પરવાનગી વગર કોઈ તમને હાની પહોંચાડી ન શકે.  

              વીશ્વને બદલવા માટે ગાંધીજીનો પાયાનો વીચાર 

 ’તમારી જાતને બદલો.’

     તમે જગતને જે બનેલું જોવા માંગતા હો તે તમારે બનવું પડે. માનવ તરીકે આપણી મહાનતા જગતને નવો ઘાટ આપવામાં નથી. એ તો આપણી પોતાની જાતને નવા ઘાટમાં ઘડવામાં છે. 

 

     
    Comments (3)

    “Saint”-Mother Taresa May 15, 2008

    Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 4:29 pm

    હે, પ્રભુ!
    મને મ્રુત્યુમાંથી જીવન તરફ ;
    અસત્યમાંથી સત્ય તરફ;
    નીરાશામાંથી આશા તરફ ;
    ભયમાંથી વીશ્વાસ તરફ;
    ધીક્કારમાંથી પ્રેમ તરફ;
    યુધ્ધમાંથી શાંતી તરફ
    લઈ જા.

    આપણાં હ્રદય,
    આપણી દુનીયા,
    સમસ્ત વીશ્વ
    શાંતીથી ભરાઈ જાઓ.

    શાંતી, શાંતી, શાંતી.

    - મધર ટેરેસા

     
    Comments (1)

    Mother Taresa May 15, 2008

    Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 3:56 pm

    જીવન એક તક છે, તેને ઝડપી લો.
    જીવન એક સુંદર ચીજ છે, તેની પ્રશંસા કરો.
    જીવન શાંતી છે, તેનો સ્વાદ લો.
    જીવન એક સ્વપ્ન છે, તેને સાકાર કરો.
    જીવન એક પડકાર છે, તેને ઝીલી લો.
    જીવન એક ફરજ છે, તે અદા કરો.
    જીવન એક રમત છે , તે રમી લો.
    જીવન કીમ્મતી છે, તેની દરકાર કરો.
    જીવન મુલ્યવાન છે, તેની રક્ષા કરો.
    જીવન પ્રેમ છે, તેને પ્રેમ કરો.
    જીવન એક રહસ્ય છે, તેને સમજો.
    જીવન એક વચન છે, તેને નીભાવો.
    જીવન દુખમય છે, તેનો પ્રતીકાર કરો.
    જીવન એક ગીત છે, તે ગાઓ.
    જીવન એક સંઘર્શ છે, તેને સ્વીકારો.
    જીવન એક કરુણાંતીકા છે, તેને ભેટો.
    જીવન એક સાહસ છે, તેમાં છલાંગ મારો.
    જીવન એક નસીબ છે, તે અજમાવો.
    જીવન જીવંત છે, તેને બચાવી રાખો.
    જીવન બહુ કીમતી છે, તેનો વીનાશ ન કરો.

    - મધર ટેરેસા

     
    Comments (1)

    Vedant….. April 9, 2008

    Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 12:59 am

           ત્યાગને આપણે સામાન્ય રીતે ત્યજવું એવો અર્થ કરતા હોઈએ છીએ.
    વેદાંત આપણને તેનો સાચો અર્થ સમજાવે છે. ઘર છોડી વનમા જાવ એમ
    તે નથી કહેતું. માલમિલકત નો ત્યાગ કરવો. ના. માલિકિ યા ખુશી ત્યજી
    જીવન જીવવાની વેદ સાફ ના પાડે છે. રોજબરોજના કાર્યમાંથી મુક્તિ નહી.
    જવાબદારી છોડી જીવવું તેને વૈરાગ્ય ન કહેવાય. વૈરાગ્ય એટલે આસક્તિ
    છોડવી.
          તેન ત્યક્તેન ભુજિંથા. ત્યાગીને ભોગવો. ‘ભોગ અને આનંદ ‘ યોગ અને
    ધ્યાન સમાન છે. એમ વેદાંત પૂરાવા સાથે કહે છે. ધારોકે તમે ભર નિંદરમાં
    છો. સ્વપ્ન સૃષ્ટિમા વિહાર કરો છો. અચાનક તમને સાપ કરડ્યો અને નિંદમા
    તમારું મૃત્યુ થયું. ક્રિયાપાણી સગાવહાલાએ કર્યા. સવાર પડી અને પત્નીની
    બૂમ સંભળાઈ. ઉઠો, કેટલું હજી સુવુ છે. શું આજે નોકરી પર રજા પાડવાની
    છે? અને તમે પથારી છોડી. ઈચ્છા અને કામનાઓ પર સંયમ એટલે ત્યાગ.
    કર્મયોગ,જ્ઞાનયોગ અને ભક્તિયોગ દ્વારા ત્યાગની ભાવના જન્મ પામે છે.ધ્યાન
    અને ચિત્તની એકાગ્રતા ઈચ્છાઓ પર અંકુશ દ્વારા સરળતાથી પ્રાપ્ત કરાય છે.
    યોગની સાધના દ્વારા આત્મનિરિક્ષણનો રસ્તો સુગમ બને છે.
                   ધ્યાન દ્વારા માનવ શુક્ષ્મ બુધ્ધિથી પરમ તત્વને પામવા શક્તિમાન
    બને છે. એમ વેદ પુકારી, પુકારીને કહે છે.આ સૃષ્ટિનુ નિર્માણ માનવ વિચારોનું
    ફળ છે. જો આપણે વિચારો પર નિયંત્રણ કરી શકીએ તો દુનિયા પર આધિપત્ય
    સહેલાઈથી મેળવી શકાય. આ દેખાય છે તેટલો સરળ પથ નથી. કિંતુ માનીએ
    છીએ તટલું કઠીન પણ નથી. કોઈ પણ એક મંત્રનું સતત રટણ અને શ્વાસ ઉપર
    ધ્યાન કેંદ્રીત કરો. પ્રયત્નથી માનવ શું નથી કરી શકતો! ‘જપ’ સાધનાનો રસ્તો
    સરળ બનાવે છે. પછી તમને જેનામા શ્રધ્ધા હોય.કોઈ ફરક પડતો નથી.
               ચિત્ત એકાગ્ર થાય અને સાધનાને શિખરે બિરાજીએ ત્યારે મંત્ર યા જાપ પણ
    ખરી પડે છે. અંતે જે દશા પ્રાપ્ત થાય તે લખવા કે વાંચવાની દશા નથી હોતી.
    અનુભવવાની અવસ્થા છે. જેનું અલૌકિક વર્ણન કરવું નામુમકીન છે. ત્યારે જીવની
    “અંતર યાત્રા” શરૂ થાય છે. જે ગુઢ છે. અવર્ણનીય છે. બુધ્ધિપૂર્વક કરેલો પ્રયત્ન
    જીવનમા સાધના અને સફળતાને વરે છે. સંયમ , વર્તન પર અંકુશ, સજાગરીતે
    વહેતો વિચારોનો પ્રવાહ, એકાગ્રતા એજ તો ધ્યાન છે. ધ્યાનમા ચિત્ત કેન્દ્રીત એ
    આધ્યત્મનું અંતિમ લક્ષ્ય છે. તેને માટે પ્રયત્નથી મગજને કેળવવું આવશ્યક છે.
    દુન્યવી વિચારોમા રચ્યાપચ્યા રહેવું માત્ર સ્વાર્થી વિચાર શૈલી એ પ્રગતિના માર્ગના
    બાધક છે. વિચાર શૂન્ય સ્થિતિ પ્રાપ્ત કરવી. “ઓમ્” નું ઉચ્ચારણ સમગ્ર બદનમાં
    ચેતના ફેલાવે છે. ‘અ’ ‘ઉ’ અને ‘મ’ની અંદર સમસ્ત ભાષા સમાયેલી છે. જાગ્રત્’
    સ્વપ્નસ્થ અને શુષુપ્તિ ત્રણે અવસ્થા ‘અ’ ‘ ઉ’ અને ‘મ’ની અંદર સમાયેલી છે.
               વેદાંતનો અભ્યાસ સતત તેનો આગ્રહ રાખે છે. જેમા “ઈશ્વર”નું નામ અને
    સંકેત છે.

    વધુ————–

    Posted in ચિંતન લેખ |

     
    Comments (1)

    ભગવાન શ્રી વિષ્ણુના અવતાર *શ્રી કૃષ્ણ એ પૂર્ણપુરુષોત્તમ છે. March 24, 2008

    Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 8:46 pm

     શ્રી કૃષ્ણ એ પૂર્ણપુરુષોત્તમ છે.

     કૃષ્ણ કહે છે કે જીવનને જીવન તરીકે સ્વીકાર કરો..

     કૃષ્ણનાં જીવનમાં ક્યાંય ફરિયાદ નથી જ્યારે આપણું જીવ ફરિયાદથી ભરપૂર છે.

      છે તેનો સ્વીકાર કરો..

     કૃષ્ણનું જીવન એક ક્રાંતિ છે. તેમણે ગોકુળનાં લોકોના શોષણ વિરુદ્ધ ક્રાંતિ કરી.

    ગોવર્ધન પર્વતનું પૂજન એ ઈંદ્ર વિરુદ્ધ ક્રાંતિ હતી.

     ‘પ્રત્યક્ષને પૂજતાં શીખો’

     કૃષ્ણે ગૌસેવાનો આદર્શ આપ્યો.

     કૃષ્ણની બાળલીલા એ આનંદની પરાકાષ્ઠા છે.

    • પાંડવોના અશ્વમેઘ યજ્ઞમાં એંઠી પતરાળી ઉપાદવાનું કામ સ્વીકારી તેમણે એ સાબિત કર્યું કે ‘જીવનમાં જે કામ આવ્યું તે કામ કરવામાં શરમ ન હોવી જોઈએ. જીવનમાં કોઈપણ કામ ખોટું નથી.’

    • કૃષ્ણ અને અર્જુન એ મિત્રતાના આદર્શ સમ છે.

       કૃષ્ણા[દ્રોપદી] અને કૃષ્ણ પણ મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.

    • કૃષ્ણ એટલે પ્રેમ, સત્ય, સ્નેહ.

      રાધા અને કૃષ્ણનો પ્રેમ કામ રહિત હતો.

      જ્યાં વિષય કે ભોગનું સ્થાન નથી તે રાધાકૃષ્ણનો પ્રેમ.

    • રામ કહે તે ધર્મ જ્યારે કૃષ્ણ કરે ધર્મ.

    • સત્ય, સાહસ, સ્નેહ, સેવા, સ્વાર્થનો ત્યાગ એ કૃષ્ણનો સંદેશ છે.

    • ગીતામાં કૃષ્ણ કહે છે કે- ‘હું તને પ્રેમ કરું છું’ પણ આપણે તો પ્રકાશ તરફ પીઠ માંડીને બેઠાં છીએ. પ્રભુ તો આપણને પ્રતિપલ ચાહે છે પણ આપણને ક્યાં તેની સમજ છે? આપણી પ્રતેક ક્ષણ કૃષ્ણને આધીન છે.

    • અભયની સાક્ષાત મૂર્તિ એટલે કૃષ્ણ.  

     વેદોમાં કહેલી ભગવાન શ્રી વિષ્ણુના અવતારો સાથે સરખામણી કરી સમજાવ્યું. અને શ્રી કૃષ્ણ એ પૂર્ણપુરુષોત્તમ છે.

    • કૃષ્ણ કહે છે કે જીવનને જીવન તરીકે સ્વીકાર કરો..

    • કૃષ્ણનાં જીવનમાં ક્યાંય ફરિયાદ નથી જ્યારે આપણું જીવ ફરિયાદથી ભરપૂર છે. છે તેનો સ્વીકાર કરો..

    • કૃષ્ણનું જીવન એક ક્રાંતિ છે. તેમણે ગોકુળનાં લોકોના શોષણ વિરુદ્ધ ક્રાંતિ કરી.

    • ગોવર્ધન પર્વતનું પૂજન એ ઈંદ્ર વિરુદ્ધ ક્રાંતિ હતી. ‘પ્રત્યક્ષને પૂજતાં શીખો’

    • કૃષ્ણે ગૌસેવાનો આદર્શ આપ્યો.. કૃષ્ણની બાળલીલા એ આનંદની પરાકાષ્ઠા છે.

    • પાંડવોના અશ્વમેઘ યજ્ઞમાં એંઠી પતરાળી ઉપાદવાનું કામ સ્વીકારી તેમણે એ સાબિત કર્યું કે ‘જીવનમાં જે કામ આવ્યું તે કામ કરવામાં શરમ ન હોવી જોઈએ. જીવનમાં કોઈપણ કામ ખોટું નથી.’

    • કૃષ્ણ અને અર્જુન એ મિત્રતાના આદર્શ સમ છે. એ ઉપરાંત કૃષ્ણા[દ્રોપદી] અને કૃષ્ણ પણ મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.

    • કૃષ્ણ એટલે પ્રેમ, સત્ય, સ્નેહ. રાધા અને કૃષ્ણનો પ્રેમ કામ રહિત હતો. જ્યાં વિષય કે ભોગનું સ્થાન નથી તે રાધાકૃષ્ણનો પ્રેમ.

    • રામ કહે તે ધર્મ જ્યારે કૃષ્ણ કરે ધર્મ.

    • સત્ય, સાહસ, સ્નેહ, સેવા, સ્વાર્થનો ત્યાગ એ કૃષ્ણનો સંદેશ છે.

    • ગીતામાં કૃષ્ણ કહે છે કે ‘હું તને પ્રેમ કરું છું’ પણ આપણે તો પ્રકાશ તરફ પીઠ માંડીને બેઠાં છીએ. પ્રભુ તો આપણને પ્રતિપલ ચાહે છે પણ આપણને ક્યાં તેની સમજ છે? આપણી પ્રતેક ક્ષણ કૃષ્ણને આધીન છે.

    • અભયની સાક્ષાત મૂર્તિ એટલે કૃષ્ણ.

     શ્રી કૃષ્ણાય નમઃ .

    Speech: Gautambhai

    Thanks : Neelaben

    Maghdhnusya

    ૐ નમઃ શિવાય

     
    Comments (1)

    WHAT IS GOOD IN LIFE OF TIME ? March 13, 2008

    Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 12:29 am

    શું અપનાવશો ?

    March 12, 2008 by pravinash1

         જે   આદરના  અધિકારી  છે.                                                     માતા પિતા

           જેને  આદરની  પરવા  નથી.                                                કૂતરા- બિલાડા
     
           જે  હરપળે  વિંધાય  છે.                                                         હ્રદય

           જેને  વિંધવું  શક્ય  નથી.                                                      શબ

           જે  આવે  છે  તે જવા  માટે.                                                 યુવાની

           જે  આવે  છે  આહિસ્તા  આહિસ્તા.                                       ઘડપણ

           જે  શરીરનું  આભૂષણ  છે.                                                    મૌન

            જે  ઘણીવાર   વ્યર્થ  છે.                                                       વાણી

            જેના  પર સંયમ  આવશ્યક  છે.                                           જીભ

            જે  સ્વતંત્ર અને  દૃઢ  છે.                                                     સદવિચાર

            જે  કાપવા  જેવું છે  તે  વધારે  છે.                                        નખ

            જે  વધારવું  જોઈએ તે  કાપે  છે.                                           વાળ

            જે  સહુથી  ઊંચી  છે.                                                             પ્રેમ સગાઈ

            જે  જગમાં  નીંદનીય  છે.                                                       તિરસ્કાર

             જે  કાજલ  કરતાં  કાળું  છે.                                                    કલંક

             જે  પાણી  કરતાં  પતળું  છે.                                                   જ્ઞાન

            જે  શસ્ત્ર  કરતાં  પણ  કાતિલ  છે.                                           કટુવાણી

            જે   મલમ  કરતાં  મુલાયમ  છે.                                            મધુર  શબ્દ

             જે  ભૂમીથી  ભારી  છે.                                                           ક્રોધ

              જે  સહુને  આકર્ષે  છે.                                                           સ્મિત

             જે  કરવાથી  બંને  પક્ષ પાપના ભાગીદાર છે.                      નિંદા

             જે  બંને  પક્ષ  માટે  લાભદાયી  છે.                                      પ્રશંશા

              જેના  વડે  હાથ  શોભે  છે.                                                  દાન

              જે  હરહંમેશ  આવકાર્ય  છે.                                                 પ્રેમ

              જેની  પ્રેમ  નિતરતી  આંખો  છે,                                          માતા

              જે  મૌન દ્વારા  પ્રેમ રેલાવે  છે.                                           પિતા

               જે  નિરંતર   સ્મરણીય  છે.                                               પ્રભુનામ

              જે  હંમેશ  કરવો  આવશ્યક  છે.                                         સત્સંગ

          

               “૪૨”  વર્ષોનો  અર્ક . THANKS TO PRAVINASHI

     
    Comments (2)

    ईश्वर February 8, 2008

    Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 1:18 am

    ईश्वर

    From सर्वज्ञ

    ईश प्राप्ति (शांति) के लिए अंतःकरण शुद्ध होना चाहिए |

    – रविदास

    ईश्वर के हाथ देने के लिए खुले हैं. लेने के लिए तुम्हें प्रयत्न करना होगा |

    – गुरु नानक देव

    रहिमन बहु भेषज करत ,

    ब्याधि न छाडत साथ ।

    खग मृग बसत अरोग बन ,

    हरि अनाथ के नाथ ॥

    अजगर करैं न चाकरी, पंछी करैं न काम।

    दास मलूका कहि गये सब के दाता राम।। —– सन्त मलूकदास

    “http://www.akshargram.com/sarvagya से लिया गया
     
    Comments (0)

    FAMILY ROOTS OF RAMA…… December 16, 2007

    Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 8:49 pm

    રામની વંશાવળી

    September 15, 2007 in ઈતીહાસ, રામ | 4 comments

    રામની વંશાવળી

    બ્રહ્મા
    |
    મરીચી (10 પ્રજાપતી) અને કલા
    |
    કશ્યપ અને અદીતી, કશ્યપ મનુષ્યજાતીના પીતા
    |
    વીવસ્વાન (સુર્ય)
    |
    મનુ (વૈવશ્વત મનુ), ઈક્ષ્વાકુ વંશની શરુઆત
    |
    ઈક્ષ્વાકુ
    |
    કુક્ષી
    |
    વીકુક્ષી
    |
    બાણ
    |
    અનારણ્ય
    |
    પૃથુ
    |
    ત્રીશંકુ
    |
    ધુંધુમાર
    |
    યુવાનશ્વ
    |
    માંધાતા
    |
    સુસંધી
    |
    પ્રસેનજીત + દૈવસંધી
    |
    ભરત
    |
    અસીત
    |
    સગર
    |
    અસમંજ
    |
    અંશુમાન
    |
    દીલીપ
    |
    ભગીરથ
    |
    કાકુસ્થ
    |
    રઘુ (રઘુવંશના સ્થાપક)
    |
    પ્રવર્ધ
    |
    શંખણ
    |
    સુદર્શન
    |
    અગ્નીવર્ણ
    |
    શ્રીઘ્રગ
    |
    મારુ
    |
    પ્રસુશ્રુક
    |
    અંબરીષ
    |
    નહુષ
    |
    યયાતી
    |
    નભગ
    |
    અજ
    |
    દશરથ
    |
    રામ + લક્ષ્મણ + ભરત + શત્રુઘ્ન
    |
    લવ + કુશ

    Categories

    • ઈતીહાસ
    • ધર્મ
    • પ્રેરક પ્રસંગો
    • રામ
    • વીજ્ઞાન
    • સંસ્કૃત સાહિત્ય

    Recent Posts

    • અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી
    • અવતારની લીલા સમાપ્તી
    • બ્રહ્માંડના કેટલાં પરીમાણ?
    • પ્લાઝ્મા
    • ત્રીમુર્તી - ચીરાગ પટેલ

     
    Comments (1)

    JUST A NICE STORY December 16, 2007

    Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 7:51 pm

    Just a nice story………

    The man slowly looked up. This was a woman clearly accustomed to the finer things of life. Her coat was new. She looked like that she had never missed a meal in her life. His first thought was that she wanted to make fun of him, like so many others had done before.

    “Leave me alone,” he growled.

    To his amazement, the woman continued standing. She was smiling — her even white teeth displayed in dazzling rows.

    “Are you hungry?” she asked.

    “No,” he answered sarcastically. “I’ve just come from dining with the president. Now go away.” The woman’s smile became even broader. Suddenly the man felt a gentle hand under his arm.

    “What are you doing, lady?” the man asked angrily. “I said to leave me alone.

    Just then a policeman came up. “Is there any problem, ma’am?” he asked.

    “No problem here, officer,” the woman answered. “I’m just trying to get this man to his feet. Will you help me?”

    The officer scratched his head. “That’s old Jack. He’s been a fixture around here for a couple of years. What do you want with him?”

    “See that cafeteria over there?” she asked. “I’m going to get him something to eat and get him out of the cold for awhile.”

    “Are you crazy, lady?” the homeless man resisted. “I don’t want to go in there!” Then he felt strong hands grab his other arm and lift him up.

    “Let me go, officer. I didn’t do anything.”

    “This is a good deal for you, Jack,” the officer answered. “Don’t blow it.”

    Finally, and with some difficulty, the woman and the police officer got Jack into the cafeteria and sat him at a table in a remote corner. It was the middle of the morning, so most of the breakfast crowd had already left and the lunch bunch had not yet arrived. The manager strode across the cafeteria and stood by his  table.

    “What’s going on here, officer?” he asked. “What is all this. Is this man in trouble?”

    “This lady brought this man in here to be fed,” the policeman answered.

    “Not in here!” the manager replied angrily. “Having a person like that here is bad for business.”

    Old Jack smiled a toothless grin. “See, lady. I told you so. Now if you’ll let me go. I didn’t want to come here in the first place.”

    The woman turned to the cafeteria manager and smiled. “Sir, are you familiar with Eddy and Associates, the banking firm down the street?”

    “Of course I am,” the manager answered impatiently. “They hold their weekly meetings in one of my banquet rooms.”

    “And do you make a goodly amount of money providing food at these weekly meetings?”

    “What business is that of yours?”

    “I, sir, am Penelope Eddy, president and CEO of the company.”

    “Oh.”

    The woman smiled again. “I thought that might make a difference.” She glanced at the cop who was busy stifling a giggle. “Would you like to join us in a cup of coffee and a meal, officer?”

    “No thanks, ma’am,” the officer replied. “I’m on duty.”

    “Then, perhaps, a cup of coffee to go?”

    “Yes, ma’am. That would be very nice.”

    The cafeteria manager turned on his heel “I’ll get your coffee for you right away, officer.”

    The officer watched him walk away. “You certainly put him in his place,” he said.

    “That was not my intent. Believe it or not, I have a reason for all this.”

    She sat down at the table across from her amazed dinner guest She stared at him intently. “Jack, do you remember me?”

    Old Jack searched her face with his old , rheumy eyes “I think so — I mean you do look familiar.”

    “I’m a little older perhaps,” she said. “Maybe I’ve even filled out more than in my younger days when you worked here, and I came through that very door, cold and hungry.”

    “Ma’am?” the officer said questioningly. He couldn’t believe that such a magnificently turned out woman could ever have been hungry.

    “I was just out of college,” the woman began. “I had come to the city looking for a job, but I couldn’t find anything. Finally I was down to my last few cents and had been kicked out of my apartment. I walked the streets for days. It was February and I was cold and nearly starving. I saw this place and walked in on the off chance that I could get something to eat.”

    Jack lit up with a smile. “Now I remember,” he said. “I was behind the serving counter. You came up and asked me if you could work for something to eat. I said that it was against company policy.”

    “I know,” the woman continued. “Then you made me the biggest roast beef sandwich that I had ever seen, gave me a cup of coffee, and told me to go over to a corner table and enjoy it. I was afraid that you would get into trouble. Then, when I looked over, I saw you put the price of my food in the cash register I knew then that everything would be all right.”

    “So you started your own business?” Old Jack said.

    “I got a job that very afternoon. I worked my way up. Eventually I started my own business, that, with the help of God, prospered.” She opened her purse and pulled out a business card. “When you are finished here, I want you to pay a visit to a Mr. Lyons. He’s the personnel director of my company. I’ll go talk to him now and I’m certain he’ll find something for you to do around the office.” She smiled. “I think he might even find the funds to give you a little advance so that you can buy some clothes and get a place to live until you get on your feet. If you ever need anything, my door is always opened to you.”

    There were tears in the old man’s eyes. “How can I ever thank you? ” he said.

    “Don’t thank me,” the woman answered. “Thank God.”

    Outside the cafeteria, the officer and the woman paused at the entrance before going their separate ways. “Thank you for all your help, officer,” she said.

    “On the contrary, Ms. Eddy,” he answered. “Thank you. I saw a miracle today, something that I will never forget. And…And thank you for the coffee.”

    If you have missed knowing me, you have missed nothing.

     

     
    Comments (0)

    SUVICHAR…. December 11, 2007

    Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 4:55 am

    સંકલન:  

    • તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખશો તો તમને પડછાયો નહીં દેખાય.
                                                               —-સુરેશ દલાલ—–
    • પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.
                                                               —-રજનીશજી——
    • જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ. 
                                                             —-સ્વેટ મોર્ડન—
    • તમારા જીવનમાં વરસ ઉમેરવાની વાત મોટી નથી,પણ વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.                                        —એલેક્સીલ કેરલ—-
    • ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.|
                                                           —કવિ કાલિદાસ—-
    • મૈત્રીનું એક ઉપનિષદ હોય છે.એમાં સચ્ચાઇથી ઓછું કશું ન ખપે.
      આત્મિયતાનો આવિષ્કાર હવાની જેમ અનુભવાય.
                                                          —સુરેશ દલાલ—
       
    • કવિતા ગહન હ્ર્દય-ગમ્ય સત્યનો આલાપ છે.
                                                         –શ્રી અરવિંદ—
    • કવિતા દ્વારા કવિ સત્યને સત્ય વડે તેનું સુંદરતમ સ્વરૂપ ઝડપે છે.
                                                                –ગેટે– 
    • પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ  છે.
                                                          –જયશંકર પ્રસાદ–
    • પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
                                                         –થોરો–
       
    •  ઇશ્વર એટલે એવું એક વર્તુળ,જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે,પણ જેનો પરીઘ ક્યાંય હોતો નથી.                                           –સેંટ ઓગસ્ટાઇન–
       
    • ક્ષણમાં જીવે એ માનવી,ક્ષણને જીવાડે એ કવિ.
                                                          –મિલ્ટન–   
    • ભાવનાથી રંગાયેલી બુદ્ધિ એ જ કાવ્ય છે.
                                                          –પ્રો.વિલ્સન–
    • શબ્દ કવિને અમર બનાવે છે,જ્યારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે.
                                                           –રામનરેશ ત્રિપાઠી—
    • પ્રેમના બે લક્ષણો છે : પહેલું બાહ્ય જગતને  ભૂલી જવું, અને
      બીજું ,પોતાના અસ્તિત્વ  સુદ્ધાંને ભૂલી જવું.
                                                                રામકૃષ્ણ પરમહંસ—
              
    •  ટીકા પાળેલા કબૂતર જેવી છે.પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે.                                                       —ડેલ કારનેગી—
    • સજા આપવાનો અધિકાર માત્ર તેને જ છે,જે પ્રેમ કરે છે.
                                                                  —ટાગોર—
    • વ્યક્તિ-સાધનાની ફલસિદ્ધિ સૌથી પ્રથમ વ્યક્તિને જ મળે છે.
                                                                  —ફાધર વાલેસ—
    • પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને ! બધે જ ઝવેરાત્  ભરી છે. શરત માત્ર એટલી કે
      ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ.
                                                                  —ખલીલ જીબ્રાન—
    •  આપણને જે ગમે તે કરવા કરતાં જે કરીએ તે ગમાડવું તે વધુ મોટી સિદ્ધિ છે.
                                                                  —બ્લેક–
    • મનુષ્ય સર્વત્ર મુક્તાવસ્થામાં જન્મે છે અને બંધનાવસ્થામાં મૃત્યુ પામે છે.
                                                                  —રૂસો–    
    • ઘાસ પૃથ્વી પર સહચાર શોધે છે.વૃક્ષો આકાશમાં એકાંતની શોધ આદરે છે.
                                                           —–ટાગોર—-
    • એકાંત એ માણસને પોતાને પામવાની ગુફા છે.ત્યાં ખુદ સાથે અને ખુદા સાથેનો સંબંધ છે.                                     ——સુરેશ દલાલ—-   
             
       
    • સ્વીકૃતી એ પૃથ્વીની પ્રકૃતિ છે,કશાયનો નકાર નહીં.નર્યો સ્વીકાર.
                                                           —–સુરેશ દલાલ——.  
        
    •  ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય.              —–પિકાસો—–
    • માનવમાત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે.
                                                            —-ટોલ્સ્ટોય—-
    • કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે,એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ.  
                                                             —રવિન્દ્રનાથ ટાગોર—-
          
    • રૂદન એ માનવીની પ્રથમ અભિવ્યક્તિ છે.રૂદનમાંથી જ આપણે પ્રેરણા
      પામીએ છીએ.
    • સૂક્ષ્મ દોષોને બાળવા માટે માનસિક તાપની જરૂર પડે છે.
    • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.
    • શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.
    • મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.
    • એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને સૌંદર્ય સમાયેલું છે.                                                                       
    • હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.
    • હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.
    • જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.
    • જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.
    • લગ્નજીવનની સફળતાનું રહસ્ય :  મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ.
    • જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.
    •  કંકુમાં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.
    • નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ નાનકડું જ છે ને ?
    • દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ?ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી.ધર્મનું ફળ ધર્મ જ છે…..
    • સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો
      સાક્ષાત પશુ જ છે.
    • કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે કુદરત સામો જવાબ ક્યાંથી આપી  શકવાની છે ?
    • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો
      માત્ર એક પડદો હોય છે.            
    • વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.
    • કિંમત ચૂકવ્યાં વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.
    • ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.
                                                                                      
                                                                                       
    • મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો
      માત્ર એક પડદો હોય છે.   
             
    • પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.
    • જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ,
      કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
    • બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં,
      બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
    •  મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના    ઉંડાણમાં  પ્રગ્ટાવેલો  શ્રધ્ધાદીપ આત્માને  વધુ પ્રકાશ આપનારો નીવડશે.

    ·         સમાધિમાં બેસીને  ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર કરતાં વ્યવહાર જગતમાં   રહીને દરેક પળે ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર મહાન છે.·         પવિત્રતાનો દંભી અંચળો ઓઢીને મહાત્મા બનનાર કરતા નિખાલસપણે   કલંકનો કાળો કામળો ઓઢી લેનાર પાપી વધારે સારો છે.·         નબળી દલીલ કરતાં મૌન વિશેષ વજનદાર છે.·         ધરતીકંપ કરતાં માનવ-માનવ વચ્ચેનો ધિક્કારકંપ વધુ ભયંકર હોનારત  સર્જે છે. ·         પ્રત્યેક નીરોગી કરતાં પ્રત્યેક રોગી સ્નેહ અને મમતાનો વધુ ભુખ્યો હોય છે.·         આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નિકળતો વિદ્યાર્થી જીવન-પ્રવેશ માટેનો પાસપોર્ટ મેળવે છે,પરંતુ જીવન પ્રવાસ માટેનો  વિસા પામે છે ખરો ?
     
    ·         આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.·         ખારાશમાં પણ મીઠાશ છે,નહિ તો ખારા એવા મીઠાનું નામ “મીઠું” ન પડ્યું હોત.·         દોરી વિનાનુ ખેંચાણ તેનું નામ પ્રેમ.·         જેને પ્રસિધ્ધિની ગુલામીનો મોહ છે તે કદી યે સિધ્ધિનો સ્વામી બની શક્તો નથી.·         જીવનની લપસણી ભૂમિકા પર પ્રલોભનની મેનકા જ્યારે પ્રવેશ પામે છે
    ત્યારે સંયમનુ પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે.
    ·         કનૈયાના અધરે સ્થાન પામવા માટે વાંસળી ને કેટલી વાર વિંધાવુ પડ્યુ હશે ?·         જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિમાંથી જન્મે છે.·         ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઇશ્વરની મૂર્તિમાં પરિણમે છે.·         ધ્વંસમૂર્તિને કલ્યાણમૂર્તિ તરીકે ઘડવાનો ભાર શિલ્પી પર હોય છે.પરંતુ શિલ્પીના નિષ્ઠુર ટાંકણાના આઘાત માટે મૂર્તિને તૈયાર રહેવું પડશે.

    • ખંડેરોમાંથી જીવનનું સોહામણું પુનર્નિમાણ કરવું એ તો દરેક પંથ ભૂલેલા માનવીનો પ્રથમ હક્ક છે.
    • ગાઢ અંધારા ઉતરે ત્યારે જ તારા ઝગમગે ને ?
    • મનની કોમળતા એ એક એવી નિર્બળતા છે, જે હ્ર્દયની કઠોરતા કરતાં પણ
      વધુ ખરાબ છે.
    • એકાંત અમૃત છે પણ એકલતા એ વિષ છે.
    • પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠા છે.
    • બનવા જોગ છે કે ભગવાન મેળવવા કરતાં માણસને મેળવવો વધારે મુશ્કેલ હોય…
    • અમૃતપાન કરવા ઇચ્છનારે તો બધા યે પીણાં ચાખી જોવા પડે,એમાં વિષ પણ બાકી ન રહે.
    • પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય,પરંતુ ક્ષમાનો ભાર ઉંચકવો સહેલો નથી.
    • અવસ્થામાં (વૃધ્ધાવસ્થામાં) યૌવન હોવું એનું નામ જીવન અને
      યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક.
     
    Comments (1)

    Next Page »


    વાચકોની સંખ્યા

    • 11,813 વાચકો

    Recent Posts

    • As within,So without!
    • Supreme Consciousness - God !
    • Progress
    • Hari vase ….
    • JUST A NICE STORY…
    • mrutyu
    • ON GURU PURIMA- BY SANT KABIR
    • SHRIJI