સદગુરુ July 25, 2007
સદગુરુ મળતાં ભવસાગર માંહી કોઈ નથી ડુબ્યું રે.
સદગુરુ જેનો ઝાલે હાથ તેનું ભાગ્ય ખુલ્યું રે.
સદગુરુ શીષ્ય તણા યમદેવ હું’ને મારી હરખી રે,
સદગુરુ શીખવે અમરતાની રીત નચિકેતા સરખી રે.
સદગુરુ શરણું સંશય સબ-હરણું મહાસુખ કરણું રે,
સદગુરુ કરુણા થકી દુ:ખ પહાડ બની જાય તરણું રે.
સદગુરુ કરશે કૃપાદ્રષ્ટિ જયારે પ્રભુ મળશે ત્યારે રે,
સદગુરુ સંગ વિનાની નાવ ડુબી જશે આરે રે.
- ડોકટર. જીતેન્દ્ર મુળશંકર ત્રિવેદી
ગુરુપુર્ણીમા ના દિવસે માતા પિતા ને સદગુરુના ચરણોમાં પ્રણામ સાથે….