તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

DULA BHAYA ‘KAAG’ April 22, 2008

Filed under: Gujarati Bhajan — dhavalrajgeera @ 2:32 am

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,

આવકારો મીઠો…આપજે રે જી…

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે,

બને તો થોડું…કાપજે રે જી…

માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,

તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે 

આવકારો મીઠો…આપજે રે…જી…

કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…,

એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે 

આવકારો મીઠો…આપજે રે…જી…

વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…,

એને માથું એ હલાવી હોંકારો દેજે રે

આવકારો મીઠો…આપજે રે…જી…

‘કાગ’ એને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે….,

એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે 

આવકારો મીઠો…આપજે રે…જી…

 - દુલા ભાયા ‘કાગ’ - Dula bhaya ‘Kaag’

( ભાવનગરના મહુવા પાસે મજાદર ગામમાં 25 નવેમ્બર 1902ના રોજ દુલા કાગનો જન્મ થયો હતો. માત્ર પાંચ ચોપડી ભણેલા દુલાકાગ રચિત ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ ,દુહા-મુક્તક, ભજન, પ્રાર્થના, જેવા સ્વરૂપોમાં જીવી રહ્યાં છે )

 

શિવ આરતી-and SHIV BHAJAN March 20, 2008

Filed under: 1, Gujarati Bhajan — dhavalrajgeera @ 2:59 pm

શિવ આરતી

જય શિવ ઑંકારા, હર શિવ ઑંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાંગી ધારા
 – ૐ જય

એકાનન ચતુરાનન પંચાનન રાજે
હંસાનન ગરૂડાસન વૃષવાહન સાજે
– ૐ જય

દો ભૂજ ચાર ચતુર્ભૂજ દશભૂજ તે સોહે
ત્રિગુણ રૂપ નિરખતા ત્રિભુવન જન મોહે
– ૐ જય

અક્ષમાલા વનમાલા મુંડમાલા
ધારી ચંદન મૃગમદ સોહે ભાલે શુભકારી
– ૐ જય

શ્વેતાંબર પીતાંબર વ્યાઘાંબર અંગે
બ્રહ્માદિક સનકાદિક ભૂતાદિક સંગે
– ૐ જય

લક્ષ્મીવર ઉમિયાવર સાવિક્ષી સંગે
અરધંગી અરુ ત્રિભંગી સીર સોહત ગંગે
  — ૐ જય

કરકે મધ્ય કમંડલ ચક્ર ત્રિશૂલધર્તા
જગકરતા જગહરતા જગપાલન કરતા
– ૐ જય

ત્રિગુણાત્મકકી આરતી જો કોઈ ગાવે
કહત શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ પાવે
– ૐ

****************************************************************

શિવ ભજન

જાગોજી જાગો શિવલહેરી સવેરા હુઆ સવેરા હુઆ
જાગોજી જાગો જટાધારી સવેરા હુઆ સવેરા હુઆ

રસ્તા ચાલન લાગ્યા પંછી ઊડન લાગ્યા
હુઈ ધર્મકી બેલા સવેરા હુઆ સવેરા હુઆ

મસ્તક શંભુકે ચંદ્ર બિરાજે, જટામેં ગંગાકી ધારા
જાગોજી જાગો શિવલહેરી સવેરા હુઆ સવેરા હુઆ

કાન શંભુકે કુંડલ બિરાજે ગલે મુંડનકી માલા
જાગોજી જાગો જટાધારી સવેરા હુઆ સવેરા હુઆ

હાથ શંભુકે કુંડી લોટા, બીચ ભંગકા ગોલા
જાગોજી જાગો શિવલહેરી સવેરા હુઆ સવેરા હુઆ

ચઢત શંભુપે બેલ નંદીયા સંગ પાર્વતીકા ડોલા
જાગોજી જાગો જટાધારી સવેરા હુઆ સવેરા હુઆ

 

WANTS TO BE WITH YOU! March 17, 2008

Filed under: Gujarati Bhajan — dhavalrajgeera @ 11:09 am

“આવું તારી પાસ”
આવું તારી પાસ હું નિજાનન્દ ની સાથ.

શારદાના ખોળે જનમી,

મુળંશંકરને દર - હાટકેશની પાસ.

જીવું સાથે જ્યોતિના બળ ઉડુ અનંતે ભાનુની સહ,

જીતેન્દી થાતો વિજયી બનવા નિજાનંદ ની સાથ.

અન્નપુરણાના વ્રત કરી નિત શિવ -શકિતની સાથ.

ગીતાજીના ધ્યાન કરી નિજ,

ધર્મિટ્ઠાના જીવનની સહ

સહજાનંદને માણી નિશદિન,

કૈલાસે - હિમાળે,સદાશિવની સાથ.

વિવેક સહ હર્ષ ની સાથે જીવું જગદીપ આજ,

રાગીન બની હું હરતો ફરતો જીવન જીવતો આજ.

જીવન મુક્ત થવાને કાજે ઓમકાર ની સાથ

ઉડુ હિમાલય વિહંગ બની ધવલરાજગીરાએ,

તુલસીદલ બની રાજ.

 રાજેન્દ્ર ત્રિવેદી
,

 

KRISNA GEET March 8, 2008

Filed under: Gujarati Bhajan — dhavalrajgeera @ 9:14 pm

Categories: ટહુકો, કૃષ્ણગીત, અચલ મહેતા, રિષભ Group.1200528189_a40a9db429_m.jpg

જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાઇ રે…
વાંસળીના સૂર સૂની, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાઇ રે…

ઝરમર ઝરમર મેહુલિયો વરસે
રાધા સંગ કાનો ભીંજાઇ રે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી
બારે મેઘ આજે મંડાઇ રે

મનમાં મારા ઉમંગ એવો જાગ્યો
મીરા થઇ તુજમાં સમાઇ જાઉં
વિરહની વેદના હવે સહાય ના
ઓ શ્યામ મુજને સમાવી લે