Category Archives: સંત પુનીત

જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા – સંત પુનિત

સામાન્ય

જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા

મોહન મોરલીવાળા [2] ગોપીના પ્યારા

ૐ જય કાના કાળા

કામણગારા કાના, કામણ બાહુ કીધાં – પ્રભુ [2]

માખણ ચોરી મોહન [2] ચિત્ત ચોરી લીધા

– ૐ જય કાના કાળા

નંદ યશોદા ઘેર, વૈંકુંઠ ઉતારી –પ્રભુ [2]

કાલીય મર્દન કીધાં [2] ગાયોને ચારી

– ૐ જય કાના કાળા

ગુણ તણો તુજ પાર, કેમે નહીં આવે – પ્રભુ [2]

નેતિ વેદ પુકારે [2] પુનિત શું ગાવે ?

– ૐ જય કાના કાળા

Read more: અભિષેક: ૐ જય કાના કાળા – સંત પુનિત http://www.krutesh.info/2012/11/blog-post_14.html#ixzz2C9dhk7Fn

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.-સંત ‘પુનીત’

સામાન્ય

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો.

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.

સંત ‘પુનીત’

THANKS TO OUR PARENTS….

સામાન્ય

આજે એમનાં સંતાનો તરફ થી આ ગીત એમને અર્પણ..!!

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..!અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..!

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,

એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહી..!

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહી..!

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,

એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહી..!

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,

એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી..!

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..!

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી..!

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી..!

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!

પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી..!

મારો રણછોડીયો – સંત ‘ પુનીત’

સામાન્ય

સઘળું સંભાળતો હો, મારો રણછોડીયો,
દયા દર્શાવતો હો, મારો રણછોડીયો.

ડગલું ચાલું ને મારો રણછોડ છે સાથમાં,
સાથે સાથે ચાલતો હો, મારો રણછોડીયો.

ભુલ કરું ત્યારે બુદ્ધીને ફેરવે,
રસ્તો દેખાડતો હો, મારો રણછોડીયો.

મનની મુંઝવણમાં આંખ થાય આંધળી,
હાથને એ ઝાલતો હો, મારો રણછોડીયો.

ચાલી ચલાવે મને ‘પુનીત’ પંથમાં,
ઠેકાણે લાવતો હો, મારો રણછોડીયો.

સંત ‘ પુનીત’

વ્હાલા શ્યામ મુરારી રે – સંત ‘પુનીત’

સામાન્ય

વ્હાલા શ્યામ મુરારી રે! આંગણે આવો
હું દર્શનનો ભીખારી રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…

આ દેહનગરની મધ્યે, મનડાની મારી શેરી,
એ શેરી છે અનેરી રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…

મનડાની શેરી મધ્યે, મંદીર મારું આવ્યું,
મેં બહુ બહુ તો શણગાર્યું રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…

આ ગરીબની ઝુંપલડી, વ્હાલીડા પાવન કરજો,
પાવલીયાં ત્યાં તો ધરજો રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…

‘પુનીત’ તારે ચરણે, પુનીત મંદીર થાશે,
ને ન્યાલ ‘ પુનીત’ થઈ જાશે રે! આંગણે આવો. – વ્હાલા શ્યામ મુરારી રે…

સંત ‘પુનીત’ મહારાજ

સાચું ઔષધ સંસાર, હરીનું નામ

સામાન્ય

સાચું ઔષધ સંસાર, હરીનું નામ છે.
વીશુદ્ધ કરે વીચાર, હરીનું નામ છે.

આબાલ વૃદ્ધ સહુ માનવીઓને,
એક જ જીવન આધાર – હરીનું નામ છે.- સાચું ઔષધ

યમ નીયમ તપ, ઉપરના પાટા,
કાઢે મનના વીકાર – હરીનું નામ છે.- સાચું ઔષધ.

હોમ હવનમાં બંધનનો ભય છે,
ખોલે મુક્તીના દ્વાર, – હરીનું નામ છે.- સાચું ઔષધ

સોંઘું ભાડું ને સીદ્ધપુરની જાતરા,
’પુનીત’ ઉતારે પાડ, – હરીનું નામ છે.- સાચું ઔષધ

સંત ‘પુનીત’ મહારાજ

હૃદયના ભાવ – સંત ‘પુનીત’

સામાન્ય

હજારો ગાઉના છેટે, હૃદયના ભાવ દોડે છે,
ખરી એ પ્રેમની શક્તી, અદીઠા તાર જોડે છે.

વીના સંધાણ એ સાંધે, નહીં દોરી છતાં બાંધે,
પુકારે જીગરને સાદે, પાતાળો  સાત ફોડે છે.

મળે નહીં કોઇયે સાધન, નહીં જાવા તણું વાહન,
થતું જ્યાં પ્રેમ-આવાહન, હવાના અશ્વ દોડે છે.

નહીં દેખાય આંખોથી, ઉડે અદ્રશ્ય પાંખોથી,
‘પુનીત’ એ પ્રેમ નાકેથી, અબોલા બોલ દોડે છે.

 – સંત ‘પુનીત’

મારું રણ તમે છોડાવો – સંત ‘પુનીત’

સામાન્ય

મારું રણ તમે છોડાવો રે! રણછોડરાયા !
આ દુખીયાંને બચાવો રે! રણછોડરાયા !

રણછોડ તારું ઋણ તો મેં બહુ બહુ કીધું,
હજુ વ્યાજ નથી કંઈ દીધું રે! રણછોડરાયા ! 

ભવરણમાં હું ભટકું, નથી મળતો સુખનો છાંટો,
મારો સફળ કરો આ આંટો રે! રણછોડરાયા ! 

રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા,
મારી પુંઠે પડી છે માયા રે! રણછોડરાયા ! 

સુખ સઘળું દીઠું, રણછોડ તારે ચરણે,
‘પુનીત’ શું તેને વરણે રે! રણછોડરાયા ! 

સંત ‘પુનીત’

મારા જીવન કેરી નાડ – સંત ‘ પુનીત ‘

સામાન્ય

મારા જીવન કેરી નાડ, તારે હાથ સોંપી છે.
ચાહે ડુબાડે કે તાર, તારે હાથ સોંપી છે.

ભવસાગરની ભુલવણીમાં ભુલી પડી છે નાવડી,
તેને ઉગારે કે તાર , તારે હાથ સોંપી છે.

એક જ છીદ્ર પડે નાવમાં, તો તે ડુબી જાય છે,
અહીં તો ઘણાં રહ્યાં છે દ્વાર, તારે હાથ સોંપી છે.

માયાજળનો દરીયો ભરીયો, મમતાનાં તોફાન છે,
‘પુનીત’  નાવલડી તું તાર, તારે હાથ સોંપી છે.

સંત ‘ પુનીત

સમય મારો સાધજે વ્હાલા – સંત ‘પુનીત’

સામાન્ય

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો. 

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો.

સંત ‘પુનીત’