કવિ – નરસિંહ મહેતા સ્વર – ગૌરવ ધ્રુવ, સોલી કાપડીયા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ  તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું  શ્રીહરિ
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો  આકાશે; વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ  બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક  કુંડલ વિષે ભેદ ન હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ  હોયે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી  કહી જેહને જે ગમે તેને તે પૂજે મન-વચન-કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન  એમ સૂઝે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે; ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું  પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

Read more:  અભિષેક: અખિલ બ્રહ્માંડમાં – નરસિંહ મહેતા http://www.krutesh.info/2012/12/blog-post_16.html#ixzz2FpnWJTB6

Advertisements

2 responses »

 1. આદરણીય શ્રી,
  જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
  ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક, જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
  વિગતો :
  તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
  સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
  સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
  આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

  નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s