જન્મ-મરણના સાથી રે !

સામાન્ય

મમ જન્મ – મરણના સાથી રે, વિઠ્ઠલ વહેલા આવજો રે જી.
મુજ દિલ મુંઝાયે, કંપે મારી રે કાય….. મમ જન્મ – મરણના સાથી રે,

અંતકાળ દુઃખ ભારી રે દેખી જીવડો તરફડે રે જી,
ઠરીને એતો બેસે નહીં એક ઠામ….. મમ જન્મ – મરણના સાથી રે,

અંતકાળના સમયે રે, ઇન્દ્રિયો સૌ છોડશે રે જી,
પણ તું મુજને છોડીશ નહીં મારા રામ….. મમ જન્મ – મરણના સાથી રે,

મમ અંતકાળના સમયે રે, રસનાએ તું આવજે રે જી,
પ્રેમે હું તો કરું પંચાક્ષર પાન ….. મમ જન્મ – મરણના સાથી રે,

પંચાક્ષર પાનેથી રે, અંતર તો ઉજ્જવળ બને રે જી,
માયાથી આ જીવડો મુક્ત જ થાય ….. મમ જન્મ – મરણના સાથી રે,

મમ અંતકાળના સમયે રે, દિય ચક્ષુઓ આપજે રે જી,
પ્રેમે હું તો ધરું તવ દર્શન ધ્યાન. ….. મમ જન્મ – મરણના સાથી રે,

મમ અંતકાળના સમયે રે, શ્રવણો એવા અર્પજે રે જી,
પ્રેમે હું તો સૂણું તવ પગરવ ગાન ….. મમ જન્મ – મરણના સાથી રે,

મમ અંતકાળના સમયે રે, કર મમ મસ્તક રાખજે રે જી,
તવ કર સ્પર્શે તન રોમાંચિત થાય ….. મમ જન્મ – મરણના સાથી રે,

દાસ મુળજીની વિનંતિ રે, એવો ઓરો આવજે રે જી,
અંતઃશ્વાસે સૂંઘું તારો ઉચ્છ્વાસ. ….. મમ જન્મ – મરણના સાથી રે,

Advertisements

One response »

  1. પંચાક્ષર પાનેથી રે, અંતર તો ઉજ્જવળ બને રે જી …

    અતસમયે વિઠ્ઠલ આવીને રસનાએ વસે એ વાત અને પંચાક્ષર પાનની વાત કેવી ઊંડી સમજદારીની વાત! ….. હરીશ દવે અમદાવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s