દર્શન દેજો વહાલા

Standard

દર્શન દેજો વહાલા, પ્રભુ દર્શન દેજો વહાલા
જશોદાજીના લાલા, પ્રભુ દર્શન દેજો વહાલા.

બ્રહ્માજીનું દુઃખ ભાંગવા સાગરમાં જઈ પેઠા,
શંખ સંહારી, વેદને વારી બેટમહીં જઈ બેઠા…. દર્શન…

કચ્છપરુપે સાગર મથીને ચૌદરત્ન લઈ આવ્યા,
દેવોને અમૃત પાવાને મોહિની બનીને આવ્યા…. દર્શન…

હિરણ્યાક્ષ પૃથ્વીને લઈને સમુદ્રમાં સંતાયો ,
દૈત્યોને હણવાને માટે વરાહરુપે આવ્યો…. દર્શન…

પ્રહલાદજી દુઃખ પામતાં રામ નામ સંભારે,
નરસિંહરુપે પ્રગટ થઈને દૈત્યજનોથી તારે…. દર્શન…

ભક્તજનોનું દુઃખ ભાંગવા વામન થઈ તું આવ્યો,
ત્રણ પગલે ત્રિલોક પડાવી બલિ પાતાલ દબાવ્યો…. દર્શન…

પૃથ્વી પર તો દેવઋષિને ક્ષત્રિએ દુઃખ દીધું,
પરશુરામ અવતાર ધરીને વિશ્વ નક્ષત્રિ કીધું…. દર્શન…

રામ સ્વરુપે રાવણ મારી રામરાજ્ય વિસ્તારી,
કૃષ્ણ થઈને કંસ સંહારી ભક્તો દીધા તારી…. દર્શન…

ગૌતમ બુદ્ધ થઈને પ્રભુજી જગત અહિંસા સ્થાપી,
તુજ મહિમાનો પાર ન પામું, તું છે ઘટ ઘટ વ્યાપી…. દર્શન…

ભરકલિયુગમાં કલ્કી રુપે પ્રાગટ્ય તારું થાશે,
સંતજનોનાં અંતરમાંથી કલિતણું દુઃખ જાશે…. દર્શન…

દસ સ્વરુપનું ધ્યાન ખરેખર મમ અંતર વિરાજે,
એક જ તારા આશ્રય નામે દાસ મુળજી તો ગાજે. …. દર્શન…

Advertisements

6 responses »

 1. ભરકલિયુગમાં કલ્કી રુપે પ્રાગટ્ય તારું થાશે,

  સંતજનોનાં અંતરમાંથી કલિતણું દુઃખ જાશે…. દર્શન…

  દસ સ્વરુપનું ધ્યાન ખરેખર મમ અંતર વિરાજે,

  એક જ તારા આશ્રય નામે દાસ મુળજી તો ગાજે. …. દર્શન

  WE LOVE YOU DADAJI…
  YOU ARE OUR GUIDING LIGHT.
  YOUR CHILDRENS AND GRAND CHILDRENS.

  THE TRIVEDIS

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s