THANKS TO OUR PARENTS….

Standard

આજે એમનાં સંતાનો તરફ થી આ ગીત એમને અર્પણ..!!

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..!અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..!

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,

એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહી..!

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહી..!

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,

એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહી..!

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,

એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી..!

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..!

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી..!

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી..!

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!

પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી..!

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

8 responses »

  1. નાનો હતો ત્યારે

    પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો,

    મા વિશે નિબંધ લખો.

    ત્યારે વાંચવાનો મને બહુ શોખ.

    કવિશ્રી જયંત પાઠકની આ પંક્તિ

    ’કાન આગળ મેશનું ઝીણું ઝીણું ટપકું કરે તે તો મા જ’

    જવાબરૂપે લખી દીધી,

    અને પુસ્તકોમાંથી ચિંતનકણિકાઓની ભરમાર કરી દીધી.

    મને ત્યારે પૂરા ગુણ મળ્યા હતા.

    પણ સાચું કહું ?

    મા વિશે ત્યારે હું કશું જાણતો નહોતો.

    મોટો થતો ગયો,

    ને આસપાસનું જગત બદલાતું ગયું.

    પગમાં સ્વપ્નોની સાંકળ બંધાતી ગઈ, ને આંખમાં સ્વપ્નોનાં ચશ્માં.

    દોડતો રહ્યો, પડતો રહ્યો,

    ફરી ઊભો થતો રહ્યો, લોહીલુહાણ થતો રહ્યો.

    મહાભારતનું યુદ્ધ દરરોજ લડવું પડે છે.

    દરરોજ માતા ગાંધારી પાસે આશિર્વાદ લેવા જવું પડે છે.

    ખૂબ મોડી રાતે જીવતો, હા જીવતો

    ઘરે આવતો ત્યારે મા પૂછતી,’દીકરા, આવી ગયો….?’

    પણ મારી આંખે તો હતાં ચશ્માં

    આંખ પર કદી નંબર સેટ થયા નહિ

    ’માતૃદેવો ભવ !’ની જાણ

    એટલે ઊંઘરેટી આંખે માતાને વંદન કરતો,

    એક રોબોટની જેમ.

    માનો વહાલસભર હાથ મસ્તક પર.

    માની આંખે ક્યાં ચશ્માં હતાં ?

    પણ સાચું કહું ?

    મા વિશે ત્યારે પણ હું કશું જાણતો નહોતો.

    આજે હું જોઈ રહ્યો છું,

    પોતાનાં બચ્ચાં માટે માળો બનાવતી ચકલીને

    આજે હું જોઈ રહ્યો છું,

    પોતાના તરતના જન્મેલા ગલૂડિયાને હૂંફ આપતી કૂતરીને

    આજે હું જોઈ રહ્યો છું

    ગાયમાતાના ધાવતા વાછરડાને

    બચ બચ બચ બચ….ખટ ખટ ખટ ખટ….

    હા, એ જ લાકડીનો અવાજ

    મા મારી તરફ આવી રહી છે કે શું ?

    અચાનક શબ્દકોષનો ‘મા’ શબ્દ

    જીવંત બનીને મારા લોહીમાં વહેવા માંડે છે.

    મા આજે મને સમજાઈ છે

    મા વિશે આજે હું જાણતો થયો છું

    મારી આંખમાંથી દડ દડ વહે છે આંસુ

    પણ સાચું કહું ?

    આંસુ લૂછનાર મા મારી પાસે નથી.

    – જનક નાયક

    This entry was posted on March 6, 2008 at 7:52 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

    2 Responses to “મા”
    વિવેક ટેલર Says:

    March 7, 2008 at 7:13 am
    પ્રિય જનકભાઈ,

    વેબસાઈટ સરસ થઈ છે… છેલ્લી થોડી લીટીમાં ફૉન્ટની સાઈઝ વધી ગઈ છે એ બાબત આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે વિગતે વાત કરીશ..

    પુસ્તકોના કવરપેજના ફોટાની સાઈઝ વધુ મોટી થઈ શકે તો હજી વધુ આકર્ષક લાગશે…

    નરેશ કાપડીઆ Says:

    March 10, 2008 at 6:37 pm
    ખરી વાત છે, મા તે મા ને બાકીના બધાં વગડાના વા. પ્રભુ જગતમાં બધાં ઘરે જાતે ન જઈ શકે માટે જ તેણે માને ઘડી હશે. આપણે સાચાં હોઈએ કે ખોટા, ગનેગાર હોઈએ કે નિર્દોષ, જે સદા આપણાં પક્ષે રહે છે તે મા છે. તે ભણી ન હોય તો પણ આપણું દિલ કળી લે છે. જે વાત પત્નીને સમજાવી નથી શકાતી, તે મા આપોઆપ સમજી જાય છે. આ મા એટલે મારી કે તમારી જ નહિં, જગતમાંના તમામ પ્રાણી-પંખીઓની મા પણ આપણી મા જેવી જ હોય છે.

    મગજના ડોક્ટર Says: Your comment is awaiting moderation.

    March 11, 2008 at 2:45 pm
    HOW TRUE FOR MOTHER.
    SHE NURTURES LIKE NATURE-MOTHER EARTH AND THE CREATOR.

    http://www.bpaindia.org

    http://www.yogaeast.net

    Leave a Reply
    Logged in as મગજના ડોક્ટર. Logout »

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s