Pujya Asim Randeri – Stay alive -Raish Manir

Standard

કરશો તમે સિતમ અમે આંસુ વહાવશું,

 પથ્થરતણાં જવાબમાં મોતી લૂંટાવશું.

 આવો, અમે કશામાં કમી કૈં ન લાવશું,

 મોતીની શી વિસાત છે ? જીવન લૂટાવશું.

ગુણ નમ્રતાનો છે, તે ભલા ક્યાં છુપાવશું ?

 એ માનશે નહીં,તો અમે મન મનાવશું.

અમને અમારા મૃત્યુનું કૈં દુઃખ નથી, છતાં

 દુઃખ એ જરુર છે કે તને યાદ આવશુ !!

અમને ભલે. તમારી છબી પણ નહિ મળે,

 ગઝલો તમારા જેટલી સુંદર બનાવશુ.

 આ જિંન્દગી તો એક ઘડી થોભતી નથી,

 કોને ખબર કે ક્યારે તને યાદ આવશું ?

 ‘આસિમ’ કરો ન આમ શિકાયત નસીબની,

 રુઠી જશે તો બીજો ખુદા ક્યાંથી લાવશું!

 

 -આસીમ રાંદેરી સૌરભ પ્રસારતી કંઈક સ્વર્ણિમ ગઝલ લખી તેં અહીયા પ્રથમ લખી ને અંતિમ ગઝલ લખી તેં તાપીને કાંઠે બેસી ગુર્જરગીરાને સંગે, લીલાને જોઈ જોઈને આસીમ ગઝલ લખી તેં –

Raish maniar

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

4 responses »

  1. કિંતુ મારી લીલા ક્યાં છે – આસિમ રાંદેરી
    Posted on February 7th, 2009 by Jayshree.
    Categories: આસિમ રાંદેરી, ટહુકો, નઝમ, મનહર ઉધાસ.

    કવિ જનાબ આસિમ રાંદેરી (જન્મ: ૧૫-૦૮-૧૯૦૪) ૧૦૪ વર્ષની ઊંમરે તારીખ ૦૫-૦૨-૨૦૦૯ના રોજ એમના રાંદેર, સુરત ખાતેના મુકામે જન્નતનશીન થયા… આપણા તરફથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ …

    એમના ‘લીલા કાવ્યો’ ગુજરાતી કાવ્ય જગતમાં એક અનોખું સ્થાન ધરાવે છે. (કંકોતરી, જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે ) લીલાની સાથે સાથે એમણે તાપી અને સુરત શહેરને પણ ગુજરાતી ગઝલોમાં અમર સ્થાન આપ્યું.

    અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
    જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

    પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમનું વધુ એક લીલા-કાવ્ય…
    ——————————–
    એ જ બગીચો,એ જ છે માલી,
    એ જ ઉષા ને સંધ્યાની લાલી,
    કૈફ છલોછલ પુષ્પની પ્યાલી,
    કોયલ બુલબુલ ડાલી ડાલી,
    સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
    કિંતુ મારી લીલા ક્યાં છે.

    એ જ બહારો બાગની અંદર,
    પ્રેમનાં જાદું રૂપનાં મંતર,
    એ જ પતંગા દીપના ઉપર,
    એ જ કમળ છે, એ જ મધુકર,
    સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
    કિંતુ મારી લીલા ક્યાં છે.

    એ જ ફુવારો ને ફુલવારી,
    રંગબેરંગી પ્યારી પ્યારી,
    મખમલ સમ આભાસ પ્રથારી,
    જે પર દિલની દુનિયા વારી,
    સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
    કિંતુ મારી લીલા ક્યાં છે.

    એ જ હજી છે ચૂઈ ચમેલી,
    આગિયાઓની જ્યોત જડેલી,
    આંબાડાળે જુઓ પેલી,
    એ જ ચકોરી ચંદા ઘેલી,
    સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
    કિંતુ મારી લીલા ક્યાં છે.

    ચાંદ સિતારા એ જ ગગનમાં,
    મસ્તી એની એ જ પવનમાં,
    તાપી પણ છે એ જ વહનમાં,
    એ જ ઉમંગો મારા મનમાં,
    સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
    કિંતુ મારી લીલા ક્યાં છે.

    વડ પર બંને નામ હજી છે,
    થડ પર કોતરકામ હજી છે,
    બે મનનો સુખધામ હજી છે,
    સામે મારુ ગામ હજી છે,
    સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
    કિંતુ મારી લીલા ક્યાં છે.

    એ જ છે રોનક તાપી તટ પર,
    એ જ છે સામે લીલા ખેતર,
    વર્ષાની ઝરમરમાં મનહર,
    દૂર જ સંતા મસ્જીદ મન્દર,
    સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
    કિંતુ મારી લીલા ક્યાં છે.

    આસીમ આજે રાણી બાગે,
    ઊર્મિને કાંઠે ઠેસ ન વાગે,
    મસ્ત પવનમાં પુષ્પ પરાગે,
    કેમ મને વૈરાગ ન જાગે?
    સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
    કિંતુ મારી લીલા ક્યાં છે.

    ————-
    આસિમજીને શ્રદ્ધાંજલિ :

  2. લીલા આસિમની આ દુનીયામાઁ પુરી થઈ માનશો નહી!

    આસિમ તો અસિમ શ્રધા સાથે ખુદા પાસે છે – જન્નતનશીન.

    રાજેન્દ્ર ત્રિવેદી

  3. પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
    મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

    દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
    કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

    ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
    નજરમાં હોય છે મસ્તી તે મદીરામાં નથી હોતી.

    મજા ક્યારેક એવી હોયે છે ‘ના’માં પણ,
    અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

    જઈને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું;
    કે આદમ જેટલી હિંમત ફરિશ્તામાં નથી હોતી.

    તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
    બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

    અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
    કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

    મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
    મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

    ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં.
    અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

    અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
    જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

    -આસિમ રાંદેરી

  4. પરદા ઉઠાવી જા ! આસિમ રાંદેરી
    ——————————

    વચ્ચે થી પ્રેમ _રૂપના પરદા ઉઠાવી જા.
    દિલ એક છે નજરને પણ એક જ બનાવી જા.

    દિલને તું દરદ , દર્દને તું દિલ બનાવી જા.
    બિંદુમાં સિંધુ, સિંધુ માં બિંદુ સમાવી જા.

    તું રૂપ છે, હું પ્રેમ છું,તું જીવ હું શરીર,
    હું શું બતાવું ? તુજ જગતને બતાવી જા.

    હા, હા, જીવનનું દર્દ રુદનમય છે છતાં,
    મહેફિલ છે ચાર દિનની હસીને હસાવી જા.

    મળશે એક અન્ય ધામ પણ ભક્તિ નમાજ નું,
    મંદિર ને મસ્જિદની તું હદને વટાવી જા.

    જેને તું સુખ કહે છે એ દુ:ખનોજ અંત છે,
    સુખ જોઇએ તો દુ:ખ મહીં જીવન વિતાવી જા.

    સુખ્_દુ:ખનો જન્મ ખેલ છે એક કલ્પના તણો,
    સુખ શોધમાંજીવનને ન દુ:ખમય બનાવી જા.

    દુનિયા તજી દે તું, તને દુનિયા મળી જશે,
    દુનિયા જો લુંટવી છે તો દુનિયા લુંટાવી જા.

    મળતો નથી એ તો પછી ખુદને ખોઇ દે,
    તું એની શોધનો નવો રસ્તો બતાવી જા.

    એ જો મળી જશે તો જીવનની મઝા જશે,
    ’આસિમ’ તું એની શોધમાં જીવન વિતાવી જા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s