તુ મા હુ ને હુ મા તુ,
વસે છે રાત દિન ભર.
પણ કેમ ના દીસેના?
તુ ચાલે મારી સાથે,
હરક્ષણ તુ મારો થાઈ!
પણ કેમ ના દીસેના?
તુ પ્રાણ છે જીવનભર,
આ સ્વાસ પણ છે તારા
પણ કેમ ના સ્વસેના?
તુ ખેલ જોતો બેઠો,
દુનિયાના સૌ જીવોના
પણ કેમ ના દિસેના?
જિવ જીવતો ઝુરીને,
મુજને સમાવી દેવા,
પણ કેમ ના તુ આવે?
ડુબાડે કે તુ તારે,
એ ડર જરા ન ભાસે,
કારણ,
તુ મા હુ ને હુ મા તુ.
રાજેન્દ્ર ત્રિવેદી
Advertisements
Nice,Rajendrabhai !
Dr. Chandravadan Mistry (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
સોહમ, ૐ તત્વમસિ – આ બન્નેનો રણકાર આ કાવ્યમાં બખુબી નીખરે છે.