સંત પરમ હિતકારી – બ્રહ્માનંદ

Standard

સંત પરમ હિતકારી , જગતમાંહી સંત પરમ હિતકારી

પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ,ભરમ મિટાવત ભારી. જગત૦

પરમ કૃપાળુ સકલ જીવન પર,હરી સમ સબ દુખ હારી. જગત૦

ત્રીગુનાતીત ફિરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી .જગત૦

બ્રહ્માનંદ કહે સંત કી સોબત, મિલત હે પ્રગટ મુરારી. જગત૦

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

5 responses »

  1. સદગુરુ મળતાં ભવસાગર માંહી કોઈ નથી ડુબ્યું રે.
    સદગુરુ જેનો ઝાલે હાથ તેનું ભાગ્ય ખુલ્યું રે.

    સદગુરુ શીષ્ય તણા યમદેવ હું’ને મારી હરખી રે,
    સદગુરુ શીખવે અમરતાની રીત નચિકેતા સરખી રે.

    સદગુરુ શરણું સંશય સબ-હરણું મહાસુખ કરણું રે,
    સદગુરુ કરુણા થકી દુ:ખ પહાડ બની જાય તરણું રે.

    સદગુરુ કરશે કૃપાદ્રષ્ટિ જયારે પ્રભુ મળશે ત્યારે રે,
    સદગુરુ સંગ વિનાની નાવ ડુબી જશે આરે રે.

    – ડોકટર. જીતેન્દ્ર મુળશંકર ત્રિવેદી

  2. કરું સંતચરણની સેવા August 4, 2007
    Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am Edit This

    કરું સંતચરણની સેવા રે, પાવન થાવા
    મીઠો મંત્ર રામનો ગાવા રે, પાવન થાવા …….. કરું

    ગંગા-યમુના-રેવા સૌ સંત કેરા ચરણે
    નિશ્ચય કરી જાવું શરણે રે , પાવન થાવા …….. કરું

    સંત સીધો માર્ગ બતાવે, જીવનની જ્યોત જલાવે,
    અંતર ઉજાસ જગાવે રે , પાવન થાવા …….. કરું

    સંત પ્રભુમંદિરનો દીવો, સંતો સૌ યુગ યુગ જીવો,
    જીવ મહીં બતાવે શીવ રે , પાવન થાવા …….. કરું

    મુળજી મન નિશ્ચય કરજે, અંતરમાં આનંદ ધરજે,
    પ્રેમે પ્રભુ-ચરણ જઇ ઠરજે રે , પાવન થાવા …….. કરું

  3. Sant Kabir – સંત કબીર
    —————————————————–
    નૈહરવા હમ કા ન ભાવે, ન ભાવે રે

    સાંઈ કી નગરી પરમ અતિ સુંદર, જહાં કોઈ જાએ ના આવે,
    ચાંદ સૂરજ જહાં, પવન ન પાની, કોન સંદેશ પહૂંચાવે,
    દરદ યહ સાંઈ કો સુનાવે … નૈહરવા

    આગે ચલું પંથ નહીં સૂઝે, પીછે દોષ લગાવૈ,
    કેહિ બિધિ સસુરે જાઉં મોરી સજની, બિરહા જોર જરાવે,
    વિષય રસ નાચ નચાવે …. નૈહરવા

    બિન સતગુરુ અપનો નહીં કોઈ, જો યહ રાહ બતાવૈ,
    કહત કબીર સુનો ભાઈ સાધો, સપને મેં પ્રીતમ આવે,
    તપન યહ જિયા કી બુઝાવૈ … નૈહરવા.

    સંત કબીર

  4. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
    પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવાં… આનંદ…

    કાને કુંડળ માથે મુગત, અકળ સ્વરૂપી એવા;
    ભક્ત, ઓધારણ ત્રિભોવન તારણ, ત્રણ ભુવનના દેવા… આનંદ…

    અડસઠ તીરથ ગુરુજીના ચરણે, ગંગા જમુના રેવા;
    સંત મળે તો મહાસુદ પામું, ગુરુજી મળે તો મેવા… આનંદ…

    શિવ સનકાદિક ઓર બ્રહ્માદિક, નારદ મુનિ દેવા;
    કહે ‘પ્રીતમ’ ઓળખો અણસારે, હરિના જન હરિજેવા… આનંદ…

  5. અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
    કપટ નહીં મન માંહ્ય જી,
    ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
    પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.

    દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
    ગુરુજીના વેચાયે વેચાય જી
    બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
    આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંત

    અમરીયા બની જે નિતનિત ખેલે રે
    મરવું તો આળપંપાળ જી
    ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
    એને લાગે નહીં જરી જોને ઝાળ રે … અસલી સંત.

    જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
    લાભ ને હાનિ મટી જાય જી,
    આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
    ભક્ત પરમ એ કહેવાય જી … અસલી સંત

    મનથી રે રાજી તમે એમ જ રહેજો
    તો રીઝે સદા નકળંક રાયજી
    ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
    અસલી રે સંત ઈ ગણાય જી … અસલી જે સંત

    – ગંગા સતી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s